ઝાલોદ અને ગરબાડા તાલુકાની શાળામાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ પછી રાજ્યની કૃષિ યુનીવર્સીટીમાં અભ્યાસ અંગે યોજાયો સેમીનાર

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ ખાતે આવેલ આણંદ કૃષિ યુનીવર્સીટી હસ્તકના કૃષિ ઈજનેરી પોલીટેકનીક, મુવાલીયા ફાર્મ, દાહોદ દ્વારા આણંદ કૃષિ યુનીવર્સીટીના કુલપતિ ડો.કે.બી.કથીરિયાના માર્ગદર્શન હેઠળ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ પછી વિદ્યાર્થીઓના જીવનની પ્રગતિ માટે અભ્યાસ-ક્રમોની પસંદગી અતિ આવશ્યક બની જાય છે એવા હેતુથી હાલના સ્પર્ધાત્મક વાતાવરણમાં દાહોદ જીલ્લાના આદિવાસી અને અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે પોતાની ક્ષમતા અનુરૂપ વિવિધ કૃષિ વિષયક અભ્યાસક્રમ પસંદ કરી શકે અને તેમાં અસરકારક દેખાવ કરે તે માટે સતત અત્રેના કૃષિ ઈજનેરી કોલેજ, દાહોદ દ્વારા રાજ્યની કૃષિ અને સહકાર વિભાગ હસ્તકની ચાર કૃષિ યુનીવર્સીટીના અભ્યાસક્રમો અને ત્યાં મળતી સવલતો બાબતે ઝાલોદ અને ગરબાડા તાલુકાની સ્કૂલોની વિઝીટ તજજ્ઞો દ્વારા કરીને વિદ્યાર્થીઓને માહિતગાર કરવામાં આવેલ હતા. 

કારકિર્દી માર્ગદર્શન પુસ્તક અને પેપ્લેટ દ્વારા ઉપયોગી માહિતી આપવાનો આ સનિષ્ઠ પ્રયત્ન છે. જેમાં વિદ્યાર્થીઓને ડીપ્લોમાં અને ડીગ્રીમાં કૃષિ અભ્યાસ, અદ્યતન-લેબોરેટરી, સ્માર્ટ-ક્લાસરૂમ, શૈક્ષણિક-પ્રવાસ ક્વોલીફાઈડ-સ્ટાફ, સ્માર્ટ-લાયબ્રેરી, શિષ્યવૃત્તિ, સાથે-સાથે રમત-ગમતની સુવિધા અને એગ્રીકલ્ચર વિષયમાં ભવિષ્ય અંગે માહિતગાર કર્યા હતા. તેમજ એગ્રીકલ્ચર વિષયમાં અભ્યાસ બાદ સુવર્ણ તકો અંગે માર્ગદર્શીક કરવામાં આવ્યા હતા. 

સદર કૃષિ અભ્યાસક્રમ અંગે માર્ગદર્શન હેતુ ઝાલોદ તાલુકાના તેતરીયા, કચલધરા, ચાકલીયા, ગુલતોરા અને ગરબાડા તાલુકાની જેસાવાડા, પાટિયા નેળ, દાદુર ની શાળામાં સેમીનાર યોજવામાં આવેલ હતો જેમાં ૯૦૦થી વધારે વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ લાભ લીધો હતો. આ સેમીનાર દરમિયાન સંપૂર્ણ વ્યવસ્થા દાહોદ જીલ્લા શિક્ષણ વિભાગના શિક્ષક એવા નિલાંગ સી. દ્વિવેદી, શ્રીમતી કીર્તિ જે. પટેલ, દર્શન જે. પટેલ દ્વારા જેહમત ઉઠાવેલ હતી. જયારે ગરબાડા તાલુકાની જેસાવાડા, પાટિયા(નેળ), દાદુર શાળાઓમાં સેમીનાર દરમિયાન સંપૂર્ણ વ્યવસ્થા જે.વી.કોરાલી શૈલેષભાઈ પારગી અને શ્રીમતી રેખાબેન એન.પંડયા, બાબુભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમ આચાર્ય કૃષિ ઈજનેરી પોલીટેકનીક, આ.કૃ.યુ.. દાહોદ પ્રિન્સીપાલ ડો.એફ.જી.સૈયદ અને એન.ડી.પંડયા (માહિતી અને પ્રસારણ) દ્વારા દાહોદ જીલ્લાના આદિવાસી અને અન્ય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ વધારેમાં વધારે જોડાય અને ઉચ્ચ અભ્યાસ મેળવી દાહોદ જિલ્લાને સાક્ષર કરે તેવી ભાવના સાથે પ્રોગ્રામ સંપન્ન કરેલ હતો. આ કાર્યક્રમનો વધુ સફળ બનાવવા ઈજ. રાકેશ વી. ભાભોર, પી.જે.ચૌહાણ, એચ.આર.પરમાર, ડી.સી.વાઘેલા પોતાનું ઉત્કૃષ્ઠ યોગદાન આપેલ હતું. વધારે માહિતી સારું આચાર્ય કૃ.ઈ.પો.,દાહોદ દ્વારા મો. ૯૫૩૭૬૭૦૪૪૪/ ૮૭૫૮૪૦૭૯૫૨/ ૯૮૭૯૩૭૧૪૬૪ ઉપર કોન્ટેક્ટ કરી માહિતી મેળવવા સમ્પ્રધ્યાપક અને યુનિટ વડા દ્વારા જણાવાયું છે.

Related posts

Leave a Comment