હિન્દ ન્યુઝ, ડભોઇ પર્યાવરણ-મૈત્રીપૂર્ણ ખેતી અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકતાના એક નોંધપાત્ર ઉદાહરણમાં, એક પ્રગતિશીલ ખેડૂતે ટકાઉ ખેતી પ્રથાઓને પ્રોત્સાહન આપીને સફળ આજીવિકા બનાવવા માટે ગાય આધારિત ખેતી અપનાવી છે. ગાયના છાણ, મૂત્ર અને અન્ય ઉત્પાદનોનો ઉપયોગ કરીને, ખેડૂતે એક સમૃદ્ધ ગૃહ ઉદ્યોગ વિકસાવ્યો છે, જે પરંપરાગત ખેતી પદ્ધતિઓને નફાકારક વ્યવસાયમાં ફેરવે છે. ડભોઈના રાજલીના ખેડૂત, ૫૧ વર્ષીય ગિરીશભાઈ પંચાલ, છેલ્લા ૧૦ વર્ષથી તેમની બે એકર જમીન પર ગાય આધારિત કુદરતી ખેતી કરી રહ્યા છે, જેમાં વિવિધ પ્રકારના શાકભાજી, ફળો અને કઠોળ, અન્ય અનાજ ઉગાડવામાં આવે છે. આ ઉપરાંત, મૂલ્યવર્ધન…
Read MoreDay: October 9, 2025
આગામી તા.13 ઓક્ટોબરના રોજ જામનગર આઈ.ટી.આઈ.ખાતે એપ્રેન્ટીસ ભરતીમેળો યોજાશે
હિન્દ ન્યુઝ, જામનગર ઔદ્યોગિક તાલીમ સંસ્થા (ITI), જામનગર દ્વારા એપ્રેન્ટીસશીપ કરવા માંગતા યુવાનો માટે આગામી તા:- ૧૩/૧૦/૨૦૨૫, સોમવારના રોજ એપ્રેન્ટીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ ભરતીમેળામાં મોટી સંખ્યામાં વિવિધ ખાનગી ક્ષેત્રના નોકરીદાતાઓ હાજર રહેવાના છે અને આ નોકરીદાતાઓ દ્વારા સ્થળ પર જ ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. આ ભરતીમેળામાં હાજર રહેવા માંગતા ઉમેદવારોએ સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. કેમ્પસ, જામનગરના સેમિનાર હોલ, ચોથો માળ ખાતે હાજર રહેવા જણાવવામાં આવે છે. ઉમેદવારોએ તેમની પસંદગી પ્રક્રિયામાં સરળતા રહે તે માટે બાયો ડેટા, શૈક્ષણિક તેમજ અનુભવની લાયકાત અંગેના પ્રમાણપત્રોની નકલ તેમજ ફોટોગ્રાફ સાથે…
Read Moreશ્રી એમ. પી. શાહ મેડિકલ કોલેજમાં યોજાયેલ ‘યુથ એમ્પાવરમેન્ટ’ સેમિનારમાં ૬૦૦થી વધુ વિદ્યાર્થીઓએ મેળવ્યું આરોગ્યલક્ષી માર્ગદર્શન
હિન્દ ન્યુઝ, જામનગર શ્રી એમ. પી. શાહ સરકારી મેડિકલ કોલેજ, જામનગર દ્વારા ‘યુથ એમ્પાવરમેન્ટ’ વિષય પર પ્રેરક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી અને નર્સિંગ કોલેજના ૬૦૦થી વધુ ફેકલ્ટી સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આરોગ્યલક્ષી માર્ગદર્શન મેળવ્યું હતું. આરોગ્ય સંબંધિત ક્ષેત્રોમાં જ્ઞાન અને જાગૃતિ દ્વારા યુવાનો કેવી રીતે સમાજ અને પોતાની જાતને સશક્ત બનાવી શકે તે બાબતે ધ્યાન કેન્દ્રિત કરતા આ સેમિનારમાં પ્રખ્યાત વક્તાઓએ આરોગ્યના ત્રણ પાયાના વિષયો પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું.જેમાં ડો. રોહિત રામે સારા પોષણ અને તેના મહત્વ વિશે…
Read More૨૪ વર્ષની વિકાસગાથામાં પશુધનના કલ્યાણ સાથે ‘સ્વસ્થ ગુજરાત’નું નિર્માણ
હિન્દ ન્યુઝ, જામનગર નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો ત્યારથી વિકાસનો એક નવો યુગ શરૂ થયો. તેમના દૂરંદેશી નેતૃત્વ અને સુશાસનના સંકલ્પથી ગુજરાતે પ્રગતિની નવી ઊંચાઈઓ હાંસલ કરી, અને આજે આ ગૌરવશાળી વિકાસયાત્રા ૨૫માં વર્ષમાં પ્રવેશી રહી છે. વડાપ્રધાનના “વિકસિત ભારત @ ૨૦૪૭”ના વિઝનને સાકાર કરવા માટે “વિકસિત ગુજરાત” એ મુખ્ય આધારસ્તંભ છે, અને આ સપનાની સિદ્ધિ માટે રાજ્યના તમામ નાગરિકોની સાથે પશુધનનું સ્વસ્થ હોવું એ પાયાની જરૂરિયાત છે.’સ્વસ્થ ગુજરાત’નું નિર્માણ એ માત્ર માનવ આરોગ્યની વિચારધારા નથી, પરંતુ આર્થિક સમૃદ્ધિ અને ટકાઉ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે.આ સંકલ્પને…
Read Moreસુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી!
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર સરકારના જનહિતલક્ષી વિકાસ કાર્યો અને યોજનાઓની માહિતીનો પ્રચાર કરતો ‘વિકાસ રથ’ 🗓️ આવતીકાલે, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આ વિકાસ રથ ચોટીલા તાલુકાના ૧૫ મુખ્ય ગામોની મુલાકાત લેશે, જેમાં ઢોકળવા, ઝીંઝુડા, મઘરીખડા ગામ જેવા ગામોનો સમાવેશ થાય છે. 📍 ખાસ કરીને ઢોકળવા, ઝીંઝુડા અને મઘરીખડા ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે. 🧑🌾આ વિકાસ રથના માધ્યમથી કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ડિજિટલ સેવાઓ સહિતની અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે. ગામના સરપંચો, આગેવાનો અને તમામ ગ્રામજનોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિકાસલક્ષી અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સરકારની યોજનાઓનો…
Read Moreઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત ઝાલોદ તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ
હિન્દ ન્યુઝ, દાહોદ ગુજરાતની વિકાસ યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં ૭ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ અંતર્ગત ઝાલોદ તાલુકાના ગરાડુ ખાતે તાલુકા વિકાસ અધિકારી ઝાલોદના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓની માહિતીનો આપવામાં આવી હતી, સાથે ૨૪ વર્ષના વિકાસ ગાથાની ફિલ્મ બતાવવામાં આવી જેને સૌએ નિહાળી હતી. તેમજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી કલ્પેશ ગઢવીએ વિવિધ યોજનાઓ અને વિકાસના…
Read More