સુરેન્દ્રનગર જિલ્લામાં વિકાસ સપ્તાહની ભવ્ય ઉજવણી! 

હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર 

સરકારના જનહિતલક્ષી વિકાસ કાર્યો અને યોજનાઓની માહિતીનો પ્રચાર કરતો ‘વિકાસ રથ’

🗓️ આવતીકાલે, ૧૦ ઓક્ટોબર, ૨૦૨૫ ના રોજ આ વિકાસ રથ ચોટીલા તાલુકાના ૧૫ મુખ્ય ગામોની મુલાકાત લેશે, જેમાં ઢોકળવા, ઝીંઝુડા, મઘરીખડા ગામ જેવા ગામોનો સમાવેશ થાય છે.

📍 ખાસ કરીને ઢોકળવા, ઝીંઝુડા અને મઘરીખડા ખાતે ખાસ કાર્યક્રમો યોજાશે.

🧑‍🌾આ વિકાસ રથના માધ્યમથી કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, રોજગાર અને ડિજિટલ સેવાઓ સહિતની અનેક યોજનાઓની વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવશે.

ગામના સરપંચો, આગેવાનો અને તમામ ગ્રામજનોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિકાસલક્ષી અભિયાનમાં સક્રિયપણે જોડાવા અને સરકારની યોજનાઓનો મહત્તમ લાભ લેવા માટે ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.

Related posts

Leave a Comment