આગામી તા.૨૬ ઓગસ્ટના રોજ કાલાવડમાં “તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર    ”સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે માટે તાલુકા કક્ષાએ ”તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ” દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે. જે અનુસાર જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ”તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તારીખ ૨૬/૦૮/૨૦૨૫ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી મામલતદારશ્રી, કાલાવડના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રીની કચેરી કાલાવડના મિટિંગ હોલમાં યોજવામાં આવશે.  તેથી આગામી તારીખ ૧૦-૦૮-૨૦૨૫ સુધીમાં અરજદારોએ તાલુકા સ્વાગત…

Read More

આગામી તા.૨૮ ઓગસ્ટના રોજ જામનગર ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર      મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય સરકાર તરફથી જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો માટે લોકોએ ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી ન જવું પડે તે માટે જિલ્લા કક્ષાએ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ દિવસ’ નું આયોજન કરવા માટે સૂચન કર્યું છે.  જે અંતર્ગત, જામનગર જિલ્લા કક્ષાએ આગામી તારીખ ૨૮-૦૮-૨૦૨૫ ના રોજ ‘જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ’નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો- ફરિયાદો આગામી તારીખ ૧૦-૦૮-૨૦૨૫ સુધીમાં કલેકટર કચેરી ખાતે રજૂ કરવાના રહેશે. સુનિશ્ચિત સમય મર્યાદા બાદ રજૂ કરાયેલા પ્રશ્નો કે ફરિયાદોનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહીં.…

Read More

પતિના ત્રાસથી કંટાળી ઘર છોડી ચાલ્યા ગયેલ મહિલાનું પરિવાર સાથે સુખદ મિલન કરાવતી જામનગર ૧૮૧ અભયમની ટીમ

હિન્દ ન્યુઝ, જામનગર    ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન મહિલાઓ માટે ખરા અર્થમાં આશીર્વાદરૂપ સમાન છે. જામનગર ખાતે કાર્યરત ૧૮૧ હેલ્પલાઈન પર ફોન કરીને એક જાગૃત નાગરિકે જણાવેલ કે કોઈ મહિલા વહેલી સવારે ૫:૦૦ વાગ્યાથી ઓટલા પર ગભરાયેલી હાલતમાં બેઠા છે અને મદદની જરૂર છે. કોલ આવતાની સાથે જ જામનગર ૧૮૧ ટીમના કાઉન્સેલર રીનાબેન દિહોરા, હેડ કોસ્ટેબલ ગીતાબેન ધારવીયા તેમજ પાયલોટ સુરજીતસિંહ વાઘેલા સહિતની ટીમ ઘટના સ્થળ પર પહોચી હતી. મહિલાનું કાઉન્સેલિંગ કર્યા બાદ જાણવા મળેલ કે, પોતાના પતિ સાથે ઝઘડો થતાં તેણીએ બે દિવસથી ઘર છોડી દીધું છે. અને અંતરિયાળ વિસ્તારમાં…

Read More

જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે જામનગર જિલ્લાની વિકાસ ગાથાને વર્ણવતી ‘વિકાસ વાટિકા’ પુસ્તિકાનું વિમોચન કરાયું

હિન્દ ન્યુઝ, જામનગર      જિલ્લા માહિતી કચેરી જામનગર દ્વારા સંપાદિત, જિલ્લા આયોજન અધિકારીની કચેરી દ્વારા સંકલિત તથા જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા પ્રકાશિત જામનગર જિલ્લાના વિકાસ કામોની ઝાંખી કરાવતી ‘જિલ્લા વિકાસ વાટિકા’ પુસ્તિકાનું રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી શ્રી તથા જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે વિમોચન કરાયું હતું. આ ‘વિકાસ વાટિકા’ પુસ્તિકામાં વર્ષ ૨૦૨૪-૨૫માં જિલ્લામાં વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલા વિવિધ વિકાસ કાર્યો તથા સિદ્ધિઓને આલેખવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરીનું વિવરણ,…

Read More

સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસરની ઉપસ્થિતમાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, જામનગર     સાંસદ પૂનમબેન માડમ તથા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મેયબેન ગરસરની ઉપસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, જામનગર ખાતે ‘પી.એમ. કિસાન ઉત્સવ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો ચૂકવાયો હતો.જેમાં જામનગર જિલ્લાના 1,01,788 ખેડૂતોને રૂ.22.56 કરોડની સહાય સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધતા સાંસદ શ્રી પૂનમબેન માડમે જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોના સંઘર્ષો અને મુશ્કેલીઓને દૂર કરવા માટે સતત પ્રયત્નશીલ છે.વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના…

Read More

ભાવનગરમા શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિધાયલ ખાતે બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર  જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, દ્રારા “નારી વંદન ઉત્સવ” સપ્તાહની ઉજવણી અંતર્ગત શ્રી નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિધાયલ, ભાવનગર ખાતે “બેટી બચાવો, બેટી પઢાઓ” યોજના અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ હતો. તા.02/08/2025ના રોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ભાવનગર દ્રારા નારી વંદન ઉત્સવ સપ્તાહ અંતર્ગત નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય, નિલમબાગ, ભાવનગર ખાતે બેટી બચાવો બેટી પઢાવો દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી. જેમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના નવનીતભાઈ જોષી, કૃષિકાબેન, સ્કુલના શિક્ષિકામેડમ વર્ષાબેન પરમાર, પુર્ણા કન્સલ્ટન્ટ હેલીબેન આઈસીડીએસ શાખા, મહાનગર પાલિકા, સ્કુલના શિક્ષણગણ, સંકલ્પ DHEW યોજનાના (ડિસ્ટ્રીક્ટ…

Read More

મહિલા અને બાળ અધિકારીની કચેરી જામનગરના સક્રિય પ્રયાસોને કારણે શાળાએ ન જતી 10 બાળકીઓએ ફરી અભ્યાસ શરુ કર્યો

નારી વંદના ઉત્સવની ઉજવણી   હિન્દ ન્યુઝ, જામનગર      ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તથા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિભાગ, ગાંધીનગર દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાવો’ યોજના જાન્યુઆરી ૨૦૧૫થી કાર્યરત છે. કન્યા કેળવણીને જન આંદોલન બનાવવાના ઉદ્દેશ્ય સાથે શરૂ થયેલી આ યોજનાનો મુખ્ય ધ્યેય દીકરીઓના ઘટતા જન્મદરને અટકાવવા, શિક્ષણને પ્રોત્સાહન આપવું, અને તેમને સુરક્ષા પૂરી પાડવાનો છે. મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સમાજમાં દીકરીઓની આર્થિક અને સામાજિક સ્થિતિ મજબૂત કરવા માટે જામનગર જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન (DHEW) યોજના કાર્યરત છે. આ યોજના અંતર્ગત,…

Read More

જસદણ શહેરના 7.97 કરોડના વિકાસ કામોનુ ખાતમુહૂર્ત કરતા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા

હિન્દ ન્યુઝ, જસદણ      જસદણ નગરપાલીકા દ્વારા શહેરમા 7.97 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમા જસદણ બાયપાસ સ્મશાન પાસે રિવરફ્રન્ટ તેમજ જાસદનના લાતિપ્લોટ વિસ્તારને જોડતા ભાદરનદી પરના પુલનુ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પાલીકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.      રિવરફ્રન્ટના નિર્માણથી જસદણ શહેર વાસીઓએ હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા પ્રાપ્ત થશે તેમજ ભાદર નદી પર પુલ નિર્માણથી સ્થાનિકોને ટ્રાફિક છુટકારો મળશે.      આ તકે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, યુવા પ્રમુખ અલ્પેશભાઈ, પાલિકાના ઉપપ્રમુખ હિતેષભાઇ થડેસ્વર, જે.ડી.ઢોલરિયાની, અશોકભાઇ ધાધલ, પંકજભાઈ ચાંવ, રસિકભાઈ ગોગદા…

Read More