હિન્દ ન્યુઝ, જસદણ
જસદણ નગરપાલીકા દ્વારા શહેરમા 7.97 કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. જેમા જસદણ બાયપાસ સ્મશાન પાસે રિવરફ્રન્ટ તેમજ જાસદનના લાતિપ્લોટ વિસ્તારને જોડતા ભાદરનદી પરના પુલનુ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને પાલીકા પ્રમુખ જીતેન્દ્રભાઇ છાયાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
રિવરફ્રન્ટના નિર્માણથી જસદણ શહેર વાસીઓએ હરવા ફરવા અને મનોરંજન માટે સુવિધા પ્રાપ્ત થશે તેમજ ભાદર નદી પર પુલ નિર્માણથી સ્થાનિકોને ટ્રાફિક છુટકારો મળશે.
આ તકે શહેર ભાજપ પ્રમુખ વિજયભાઇ રાઠોડ, યુવા પ્રમુખ અલ્પેશભાઈ, પાલિકાના ઉપપ્રમુખ હિતેષભાઇ થડેસ્વર, જે.ડી.ઢોલરિયાની, અશોકભાઇ ધાધલ, પંકજભાઈ ચાંવ, રસિકભાઈ ગોગદા સહિત નગરપાલિકાનાં સભ્યો અને પાર્ટીનાં આગેવાનો હોદેદારો ઉપસ્થીત રહ્યા હતા.
રિપોર્ટર : વિજય ચાંવ, ચાંવ
