ચૂંટણીને લગતા ચોપાનીયા ભીંતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ મુકવા અંગેનું જિલ્લા મેજીસ્ટ્રેટનું જાહેરનામું

ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભાવનગર   રાજય ચૂંટણી આયોગ દ્વારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે, જે અનુસાર ભાવનગર જિલ્લાની કુલ-૪૬૬ ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણી યોજાનાર છે, જેનું મતદાન તા.૨૨/૬/૨૦૨૫ ના રોજ થનાર છે.  ઉમેદવારોના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવા તથા ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીંતપત્રો વગેરેના મુદ્રણમાં શાબ્દીક નિયંત્રણ માટે ચૂંટણીને લગતા ચોપાનીયા, ભીતપત્રો વગેરેના મુદ્રણ પર નિયંત્રણ રાખવું આવશ્યક હોવાથી ભાવનગર જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ડૉ.મનીષ કુમાર બંસલે તેમને મળેલ સત્તાની રૂઇએ ઉક્ત હુકમ કર્યો છે. જેમાં કોઇપણ વ્યકિત જેના પર મુદ્રક અને પ્રકાશકના નામ અને સરનામા…

Read More

ભાવનગરમાં’વિશ્વ પર્યાવરણ દિવસ’ નિમિત્તે પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી

હિન્દ ન્યુઝ, ભાવનગર      ‘વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે’ ભાવનગર જિલ્લામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત”ની થીમ સાથે વિવિધ જનજાગૃત્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્લાસ્ટિકનો વપરાશ ઘટે તે માટે વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી હતી. જેમાં સિહોર તાલુકાના SBM-G દ્વારા પ્લાસ્ટિકની બોટલનું તોરણ બનાવી નાના ફૂલો વાવવામાં આવ્યાં, વલ્લભીપુરના કાનપર ગામની જય માતાજી સખી મંડળની બહેનો અને મહુવા તાલુકાની સ્વચ્છ ભારત મિશન.ગ્રા અને મનરેગાના કર્મીઓએ અલગ અલગ પ્લાસ્ટિકની બોટલમાં વૃક્ષારોપણ કર્યું હતું. ભાવનગર તાલુકાના SBM-G યોજના કર્મીઓ દ્વારા કીડીઓ માટે કિડિયારું મળી રહે તે માટે પ્લાસ્ટીક બોટલમાં કીડીયારું…

Read More

કોળીયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વિશ્વ પર્યાવરણ દિવસની” ઉજવણીનો કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર          ભાવનગરના કોળીયાક ગામે ધાવડી માતાના મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીના અધ્યક્ષસ્થામાં “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો‌ અંત”ની થીમ‌ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હનુલ ચૌધરી, કેરેસીલ લીમીટેડના ચિરાગભાઇ પારેખ, તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ ગ્રામજનોએ કોળીયાક દરિયા કિનારાની સફાઈ કરી અંદાજે 3 ટન જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો હતો. પર્યાવરણ દિવસ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરીએ જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે પ્લાસ્ટિક પ્રદૂષણનો‌ અંત”ની થીમ‌ સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થઇ રહી…

Read More

ભાવનગર જિલ્લામાં યોજાયેલ સમર યોગ કેમ્પ નું સમાપન 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો જોડાયા

મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગરમાં મહાનગર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો મેદસ્વિતા મુક્ત ગુજરાત નિર્માણ માં જોડાયા હતા. ભાવનગરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હેતલબેન કાછડીયા અને હેતલબેન પટેલના માર્ગદર્શનમાં 7 અલગ અલગ સ્થળ પર હાદાનગર , બોરતળાવ, ઘોઘા સર્કલ, ભરત નગર, રૂવા ગામ, પાલીતાણા, મહુવા ખાતે 15 દિવસના સમર યોગ કેમ્પનું સમાપન થયું હતું. 800 થી વધુ બાળકોએ ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લીધો હતો. યોગ, આસન, પ્રાણાયામ અને ગીતાજીના શ્લોક, ધ્યાન વિશેનો વિશેષ અભ્યાસ કરી બાળકોમાં સારા…

Read More

 “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ નિવારણ અર્થે “વિધા ડેરી” ખાતે “વિશ્વ પર્યાવરણ દિવસ”નું કરાયું આયોજન 

વિદ્યા ડેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિન યોજાયો હિન્દ ન્યુઝ, આણંદ     વિદ્યા ડેરી પરિસરમાં પ્લાસ્ટિક કચરાને વીણી, સંગ્રહ કરીને સફાઈ ઝુંબેશ આદરવામાં આવી હતી. ૪ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી પ્લાંટમાં કાર્યરત કામદાર મિત્રો અને ડેરી વિજ્ઞાનનાં વિદ્યાર્થીઓને “ઔધ્યોગિક સ્તરે પ્લાસ્ટિક” ને નાથવાનાં ઉપાયો” વિષય અંતર્ગત તાલીમી પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તારીખ ૫ જુન, ૨૦૨૫ નાં રોજ વિદ્યા ડેરી ખાતે, વિશ્વ પર્યાવરણ થીમ “બીટ પ્લાસ્ટિક પોલ્યુશન” નાં અનુસંધાનમાં ડેરી વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૧૨ પોસ્ટર રજૂ કરવામાં આવ્યા અને જાગૃતિનાં ભાગ રૂપે તેનું પ્રદર્શન યોજવામાં આવ્યું. જે પોસ્ટરના મૂલ્યાંકન…

Read More

આણંદ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે આણંદ જિલ્લામાં પર્યાવરણની જાળવણી માટે વિશેષ જનજાગૃત્તિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.  જે અંતર્ગત આજ રોજ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ વિશ્વ પર્યાવરણ દિન પખવાડિયાની ઉજવણીનાં ભાગ રૂપે મોટા પાયે વૃક્ષારોપણ કાર્યક્રમ થીમ અને એક પેડ માં કે નામ ૨.૦ અભિયાન અંતર્ગત બોરસદ ન્યાય મંદીર તથા સોજીત્રાના વિરોલ તથા આંકલાવ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં વનવિભાગ દ્વારા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણીના અવસરે સખી મંડળનાં બહેનો, પોલીસ કર્મીઓ,નગર પાલિકાના કર્મીઓ તથા સ્વચ્છાગ્રહીઓ ઉપસ્થિત રહ્યાં…

Read More

બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સમાં પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય અપાશે

હિન્દ ન્યુઝ, આણંદ    બાગાયતી પાકોની ખેતી સંકળાયેલા ખેડૂતોને જણાવવાનું કે, બાગાયત ખાતુ, ગુજરાત રાજ્ય દ્વારા ‘‘બાગાયત ખાતાની નર્સરી અને સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે ઉત્પાદિત પ્લાન્ટીંગ મટીરીયલ્સમાં એટસોર્સ સહાય આપવાનો કાર્યક્રમ” શરૂ કરવામાં આવ્યો છે.  જે અન્વયે આણંદના ઇસરામા -પેટલાદમાં આવેલ સેન્ટર ઓફ એક્સેલન્સ તેમજ ફળ રોપા ઉછેર કેન્દ્ર – પેટલાદ ખાતેથી સીતાફળ, લીંબુ ,ફાલસા, સરગવા વગેરે ફળરોપા તથા શાકભાજીના ધરૂ જિલ્લાના ખેડૂતો મેળવી શકશે.  બાગાયતી પાકોની કલમ, રોપા, ધરૂ કે અન્ય પ્લાન્ટીંગ મટીરીયલ્સની ખરીદી માટે સામાન્ય જાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૫૦% અથવા મહત્તમ રૂ.૫,૦૦૦ સુધીની સહાય મળશે. જ્યારે અનુસૂચિત જાતિ…

Read More

આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી એક જ દિવસમાં વસૂલ કર્યો રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ

હિન્દ ન્યુઝ, આણંદ    આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ખાદ્ય સામગ્રી બનાવનાર બેકરી તથા દુકાન લારી ગલ્લા ઉપર જરૂરી સ્વચ્છતા રહે તે માટે વખતો વખત મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા…

Read More

વિઠ્ઠલ ઉદ્યોગનગર ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન ખાતે “પ્લાસ્ટીક અવેરનેશ” અંગે સેમિનાર યોજાયો

વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હિન્દ ન્યુઝ, આણંદ     પ મી જુનને સમગ્ર વિશ્વ “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઉજવે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ ઉજવણીમાં ઔદ્યોગીક એકમો પણ સહભાગી બને તે આશય સાથે ઔદ્યોગીક વસાહતો / એકમોને સાથે રાખીને ઔદ્યોગીક એકમોને “પ્લાસ્ટીક અવેરનેશ” અંગેનું માર્ગદર્શન આપવા માટે આણંદની ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી, ગુજરાત પોલ્યુશન કંન્ટ્રોલ બોર્ડ, જી.આઈ.ડી.સી., નોટીફાઇડ એરીયા ઓફીસ, આણંદ મહાનગર પાલિકા તથા જીવર્તન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે એક માહિતીસભર કાર્યક્રમ વિઠ્ઠલ ઉદ્યોગ નગર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઔદ્યોગીક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના…

Read More

તાલુકા સ્વાગત કાર્યક્રમ ની તારીખ બદલાઈ

હિન્દ ન્યુઝ, આણંદ     આણંદ જિલ્લામાં તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ જે આગામી તારીખ ૨૫ મી જૂનના બુધવારના રોજ યોજાનાર હતો, તે હવે આગામી તા.૨૪/૦૬/૨૦૨૫ ને મંગળવારના રોજ સવારે ૧૧-૦૦ કલાકે સંબંધિત તાલુકાની મામલતદાર કચેરીઓ ખાતે તેમજ આણંદ તાલુકા શહેર/ગ્રામ્ય કક્ષાનો કાર્યક્રમ તાલુકા પંચાયત કચેરી, આણંદ ખાતે યોજાશે.  આણંદ જિલ્લાના નાગરિકો/અરજદારો/પ્રજાજનોએ ફરિયાદ નિવારણ કાર્યક્રમ (સ્વાગત) માટે આગામી તા.૧૦/૦૬/૨૦૨૫ સુધીમાં સબંધિત કચેરીમાં અરજીઓ રજૂ કરવાની રહેશે.  આ ઉપરાંત અરજદારો સ્વાગત કાર્યક્રમના પોટૅલ swagat.gujarat.gov.in પર પણ ઓનલાઈન અરજી કરી શકશે.  અરજદારોએ એક અરજીમાં ફક્ત એક જ ફરિયાદ/પ્રશ્ન રજૂ કરવાનો રહેશે. અરજી…

Read More