હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આજરોજ જિલ્લાકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. આ સ્વાગત કાર્યક્રમ દરમિયાન અરજદારોએ મફતીયાપરા વિસ્તારના જાહેર રસ્તાની બન્ને બાજુ આવેલા દબાણો દૂર કરવા બાબત, વેલણ સાંથણીમાં ફાળવાયેલ જમીનની માપણી, રેકર્ડમાં ખોટી રીતે નામ રદબાતલ કરવા, તાલાલાના ગીરીનામા ચોક તથા જાહેર રસ્તાઓ પરથી અનધિકૃત દબાણ દૂર કરવા, કેસરીયા ગામે ધણશેર નામે ઓળખાતા રસ્તામાં મેટલ કામ, માપણીની પ્રક્રિયા, કોઇપણ પ્રકારની પરવાનગી લીધા વગર બનાવવામાં આવેલ રસ્તાઓ, ગેરકાયદેસર બાંધકામ, વીજકામ,…
Read MoreMonth: March 2025
આણંદ જિલ્લાની ટાસ્ક ફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડ કરી
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલમાં આવેલ સંસ્થા ન્યુ ટોપ બ્રિક્સમાં કામ કરતા એક બાળમજૂરને જિલ્લા ટાસ્ક ટીમે રેઈડ પાડી મુક્ત કરાવી વિદ્યાનગર બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી આપવાની સાથે જિલ્લા શ્રમ અધિકારી દ્વારા આ અંગે ન્યુ ટોપ બ્રિક્સના માલિક વિરુધ્ધ આંકલાવ પોલીસ મથકે બાળમજૂરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આણંદ જિલ્લાની ટાસ્કફોર્સ ટીમ દ્વારા બાળ શ્રમ નાબુદી અંગેની રેઈડનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમાં આંકલાવ તાલુકાના ઉમેટા ખડોલ ગામે આવેલ ન્યુ ટોપ બ્રિક્સ સંસ્થામાં બાળમજૂરી નાબુદી અન્વયેની જિલ્લા ટ્રાસ્કફોર્સ સમિતિ આણંદની ટીમના સરકારી શ્રમ અધિકારી પી.એન.નિનામા, આર.કે.બારોટ,…
Read Moreઆણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી, આણંદ ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત આ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા અને તાલુકા-ગ્રામ્યકક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી કલેકટર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ કરાયેલ ચાલુ માસના – ૦૬ અને ગત માસનો પડતર -૦૧ પ્રશ્ન એમ કુલ -૦૭ પ્રશ્નો રૂબરૂ સાંભળી જિલ્લા કલેકટરશ્રીએ સંબંધિત અધિકારીઓ સાથે જરૂરી જાણકારી મેળવી અરજદાર સાથે…
Read Moreઉમરેઠ નગરપાલિકા દ્વારા ઓડ ચોકડીથી દામોદર વડ સુધીના કાંસમાં સ્લેબની કામગીરી હાથ ધરાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ સિંચાઈ વિભાગ હસ્તકના કાંસ પેટા વિભાગ હેઠળ ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ તથા આંકલાવ તાલુકાઓમાંથી પસાર થતા ૫૫૦ કિ.મી નોટીફાઈડ કાંસના નેટવર્કની જાળવણી અને મરામતની કામગીરી કરવામાં આવે છે. જે અન્વયે ઉમરેઠ ખાતે ઓડ ચોકડીથી પરવટા સુધીનો ભટ્ટ ટેંક ટુ થામણા એસ્કેપ કાંસ આણંદ સિંચાઈ વિભાગ દ્વારા નોટીફાઈડ કાંસ છે.ઓડ ચોકડીથી દામોદર વડ સુધીનો કાંસ પાઇપલાઈન નાંખવાની એન.ઓ.સી સરકાર દ્વારા ઉમરેઠ નગરપાલીકાને આપેલ છે.જેથી ત્યાં સ્લેબ/પાઈપલાઈન નાખવાનું કામ ઉમરેઠ નગરપાલીકા દ્વારા કરાશે તેમ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઈજનરે જણાવવામાં આવ્યું છે.
Read Moreઅસામાજીક તત્વો ઉપર ભયનું વાતાવરણ ઉભુ કરી સરકારી જમીનો ઉપર કરેલ ગેરકાયદેસર બાંધકામ બાબતે કાર્યવાહી કરી પોતાની જાતે અનઅધિકૃત દબાણ દુર કરવા મજબુર કરતી જસદણ પોલીસ
હિન્દ ન્યુઝ, જસદણ ગુજરાત રાજ્ય પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીઓ દ્વારા ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ગુંડા તત્વો વિરુદ્ધ સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી કડક કાર્યવાહી કરવા આદેશ કરેલ હોય જે અન્વયે રાજકોટ રેન્જના આઈ.જી.પી. અશોકકુમાર યાદવ, રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ તથા ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કે. જી. ઝાલા ની આવા અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં લેવા કરેલ સૂચના અન્વયે પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જસદણ પો.સ્ટે. વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો પૈકી જસદણ ચિતલીયા કુવા રોડ ગંગાભુવન…
Read Moreબોટાદ જિલ્લાની આશાબહેનોનું NIOS દ્વારા લેવામાં આવેલી આશા સર્ટિફિકેશન પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ
હિન્દ ન્યુઝ, બોટાદ NIOS દ્વારા લેવામાં આવેલી ડિસેમ્બર ૨૦૨૪ આશા સર્ટિફિકેશન પરીક્ષામાં બોટાદ જિલ્લાની આશા બહેનોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે અને ૪૦ થી વધારે આશા બહેનોનું પરિણામ ૯૦ ટકાથી વધારે આવ્યું છે. પરીક્ષા આપનાર દરેક આશા બહેનો પાસ થયા છે જેમાંથી નીલમબેન જીતેન્દ્રભાઈ નાગર ૯૯ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યાં છે જ્યારે દ્વિતિય ક્રમે ૯૮ ટકા સાથે સોનલબેન અશોકભાઈ પરમાર અને તૃતિય ક્રમે ૯૭ ટકા સાથે દક્ષાબેન સંજયભાઈ મકવાણા , જયાબેન શૈલેશભાઈ કણજરીયા ૯૭ ટકા, અવનીકા મહેશભાઈ કેવડીયા ૯૭…
Read Moreભાવનગરમાં ખેલ મહાકુંભ 3.0 બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા તા. ૨૯ માર્ચ થી યોજાશે
હિન્દ ન્યુઝ, ભાવનગર ખેલ મહાકુંભ 3.0 અંતર્ગત બહેનો માટે રાજ્યકક્ષાની રસ્સાખેંચ રમતની અં. ૧૭, અબવ ૪૦ અને ૬૦ વય જૂથની બહેનોની સ્પર્ધાનું આયોજન સરદાર પટેલ રમત સંકૂલ, સિદસર રોડ, ભાવનગર ખાતે તા. ૨૯-૦૩-૨૦૨૫ થી ૦૩-૦૪-૨૦૨૫ દરમ્યાન થનાર છે. જેમાં ઓપન વયજુથની બહેનો માટે રિપોર્ટિંગ સમય તા. ૨૯-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે- ૪ કલાકથી ૭ કલાક સુધીનો રહેશે. ત્યારબાદ વજન કરવામાં આવશે. આ વયજૂથની બહેનો માટે તા.૩૦-૦૩-૨૦૨૫ ના રોજ સવારે ૭:૩૦ કલાક થી સ્પર્ધા યોજાશે. અબવ ૪૦ અને અબવ ૬૦ વયજૂથની બહેનો માટે રિપોર્ટિંગનો સમય તા. ૩૦-૦૩-૨૦૨૫ ના રોજ બપોરે-…
Read Moreહીટ વેવ વખતે પશુઓની વિશેષ કાળજી રાખો
હિન્દ ન્યુઝ, બોટાદ હીટ વેવ પશુ-પક્ષીઓ માટે પણ આકરી સાબિત થતી હોય છે. ત્યારે બોટાદ જિલ્લાનાં પશુપાલન અધિકારીશ્રી ડો.આર.જી.માળી દ્વારા બોટાદ, રાણપુર અને ગઢડા મહાજન પાંજરાપોળની મુલાકાત લીધી હતી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે અનુરોધ કર્યો હતો કે ગરમીના કલાકો (સવારે ૧૧ વાગ્યાથી ૪ વાગ્યા સુધી) પશુઓને આરામ કરવા માટે છાંયાવાળી અને પુરતી હવા ઉજાસવાળી જગ્યાએ રાખવા. બપોરનાં સમયે ભીનાં કપડાંથી પશુનું શરીર ઢાંકવું જોઈએ. હવા ઉજાસ માટે પશુઓનાં શેડના દરવાજા અને બારીઓ ખુલ્લી રાખવી. દિવસે તડકો હોય તે સમય દરમ્યાન પશુઓનાં…
Read Moreઓર્ગેનિક શાકભાજીના ઉત્પાદનથી રૂ.૧ લાખથી વધુની કમાણી કરતાં ઘોઘાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા
હિન્દ ન્યુઝ, ભાવનગર મહિલાઓ આર્થિક અને સામાજિક દૃષ્ટિએ પ્રગતિ સાધીને તંદુરસ્ત સમાજના નિર્માણમાં યોગદાન આપી રહી છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે માત્ર છ ધોરણ સુધી અભ્યાસ કરેલાં ભાવનગરના ઘોઘા તાલુકાના મામસા ગામના શિલ્પાબેન મકવાણા. શ્રીમતી શિલ્પાબેન મકવાણા પોતાની સફળતા વિશે વાત કરતાં કહે છે કે, મારી પાસે નજીવી કહી શકાય એવી પાંચ વીધા જમીન છે. જેમાં દુધી, મેથી, બીટ સહિત અલગ અલગ ઓર્ગેનિક શાકભાજીનું વાવેતર ઋતુ પ્રમાણે કરીએ છીએ, જેના અમને બજારમાં ઉંચા ભાવ મળે છે. આ ઉપરાંત અમારી પાસે ત્રણ જેટલાં પશુઓ છે. તેમાંથી દુધની આવક તો…
Read Moreજામનગર ખાતે સમાન નાગરિક સંહિતા સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે, જેના સભ્ય દક્ષેશ ઠાકર (પૂર્વ વાઇસ ચાન્સેલર) તથા સામાજિક કાર્યકર સુ ગીતાબેન શ્રોફે કલેકટર કચેરી, જામનગર ખાતે બેઠક યોજી યુનિવર્સલ સિવિલ કોડ અંગેનું તલસ્પર્શી મૂલ્યાંકન કર્યું હતું. બેઠકમાં સમિતિએ સામાજિક તેમજ ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ, પદાધિકારીઓ તથા અધિકારીઓ, શહેરના પ્રબુદ્ધ નાગરિકો, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ વગેરે પાસેથી લગ્ન, છુટાછેડા, ભરણ પોષણ અને લિવ ઈન રીલેશનશિપ વિશે અભિપ્રાયો માંગ્યા હતા.જે વિશે…
Read More