બોટાદ જિલ્લાની આશાબહેનોનું NIOS દ્વારા લેવામાં આવેલી આશા સર્ટિફિકેશન પરીક્ષામાં ૧૦૦ ટકા પરિણામ

હિન્દ ન્યુઝ, બોટાદ

           NIOS દ્વારા લેવામાં આવેલી ડિસેમ્બર ૨૦૨૪ આશા સર્ટિફિકેશન પરીક્ષામાં બોટાદ જિલ્લાની આશા બહેનોનું ૧૦૦ ટકા પરિણામ આવ્યું છે અને ૪૦ થી વધારે આશા બહેનોનું પરિણામ ૯૦ ટકાથી વધારે આવ્યું છે. 

          પરીક્ષા આપનાર દરેક આશા બહેનો પાસ થયા છે જેમાંથી નીલમબેન જીતેન્દ્રભાઈ નાગર ૯૯ ટકા સાથે પ્રથમ ક્રમે આવ્યાં છે જ્યારે દ્વિતિય ક્રમે ૯૮ ટકા સાથે સોનલબેન અશોકભાઈ પરમાર અને તૃતિય ક્રમે ૯૭ ટકા સાથે દક્ષાબેન સંજયભાઈ મકવાણા , જયાબેન શૈલેશભાઈ કણજરીયા ૯૭ ટકા, અવનીકા મહેશભાઈ કેવડીયા ૯૭ ટકા, ભારતીબેન ભુપેન્દ્રભાઈ પટેલ ૯૭ ટકા, સરોજબેન નરોતમભાઈ કણજરીયા ૯૭ ટકા માર્ક મેળવીને બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

          CDHO અધિકારી ડો. ભારતીબેન ધોળકિયા તથા RCHO અધિકારી ડો. ભાવિન વાગડીયાના માર્ગદર્શન હેઠળ તાલીમકારો ડો. કિરીટ અણીયાળીયા, ડો. ધર્મેશ દાણીધરીયા, ડો. સેજલ ભૂત, ડો. પારુલ જમોડ તથા ડો. રાધેશ ધ્રાંગધરિયા દ્વારા દરેક આશાબહેનોને પરીક્ષા માટે તાલીમબધ્ધ કરવામાં આવ્યાં હતાં. પરીક્ષા અને તાલીમની અન્ય વ્યવસ્થા ARC નિમેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment