હિન્દ ન્યુઝ, જામનગર આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે લઇ જવામા આવેલ. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે આ શખ્સને મૃત જાહેર કરેલ હોય જે વ્યક્તિની ઓળખ થાય તે માટે જામનગર સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન દ્વારા યાદિ બહાર પડાઈ છે.શારીરિક ઓળખ તરીકે આ શખ્સના જમણા હાથમા ‘MERI JAAN SABINA’ લખાવેલ છે.જેથી આ અજાણ્યા ઇસમના વાલી વારસની ઓળખ અંગે જો કોઈને…
Read MoreDay: February 20, 2025
જામનગર જિલ્લાના ફોર વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૨-૨૦૨૫ થી ૨૬-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૨-૨૦૨૫ થી ૨૮-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૨-૨૦૨૫ રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.…
Read Moreધો.૧૦ – ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ
હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન…
Read Moreશિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે વિડીઓ કોન્ફરન્સ યોજાઈ
હિન્દ ન્યુઝ, જામનગર શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર તથા સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાને લઈને દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણમંત્રી…
Read More