મરણ જનાર અજાણ્યા પુરૂષના વાલી વારસની જાણ સીટી-એ ડીવી. પોલીસ સ્ટેશન ખાતે કરવા અંગે

હિન્દ ન્યુઝ, જામનગર               આશરે ૪૦ વર્ષની ઉંમરના રખડતુ ભટકતુ જીવન જીવતા અને ભિક્ષા વૃત્તી કરી પોતાનુ ગુજરાન ચલાવતા એક અજાણ્યા પુરૂષ જામનગર એસ.ટી.બસ સ્ટેશન સામે બેભાન હાલતમાં મળી આવતા જેઓને સારવાર માટે જી.જી.હોસ્પીટલ ખાતે લઇ જવામા આવેલ. સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે આ શખ્સને મૃત જાહેર કરેલ હોય જે વ્યક્તિની ઓળખ થાય તે માટે જામનગર સીટી એ.ડીવી.પોલીસ સ્ટેશન દ્વારા યાદિ બહાર પડાઈ છે.શારીરિક ઓળખ તરીકે આ શખ્સના જમણા હાથમા ‘MERI JAAN SABINA’ લખાવેલ છે.જેથી આ અજાણ્યા ઇસમના વાલી વારસની ઓળખ અંગે જો કોઈને…

Read More

જામનગર જિલ્લાના ફોર વ્હીલર ધરાવતા વાહન માલિકો જૂની સીરીઝના ઈ-ઓકશનમાં ભાગ લઈ શકશે

હિન્દ ન્યુઝ, જામનગર           જામનગર જિલ્લાની મોટરીંગ પબ્લિકના ફોર વ્હીલર (LMV) ધરાવતા વાહન માલિકો જૂની સિરીઝમાં બાકી રહેલા સિલ્વર અને ગોલ્ડન નંબર માટે ઈ-ઓકસનમાં ભાગ લઈ શકશે. આ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આગામી તા.૨૪-૨-૨૦૨૫ થી ૨૬-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધી, ઈ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો આગામી તા.૨૬-૦૨-૨૦૨૫ થી ૨૮-૦૨-૨૦૨૫ બપોરે ૪:૦૦ કલાક સુધીનો રહેશે. તેમજ આ ઈ-ઓકશનનું પરિણામ આગામી તા.૨૮-૦૨-૨૦૨૫ રોજ બપોરે ૦૪:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. ઉક્ત પ્રકિયામાં ભાગ લેવા માટે વાહનમાલિકોએ સૌપ્રથમ www.parivahan.gov.in આ વેબસાઈટ પર જઈને નોંધણી/ રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.…

Read More

ધો.૧૦ – ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ દરમિયાન પરીક્ષા કેન્દ્રોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારમાં ઝેરોક્ષ ન કાઢવા તથા પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ,ઇલેક્ટ્રિક ઉપકરણો લઇ જવા પર પ્રતિબંધ

હિન્દ ન્યુઝ, જામનગર આગામી તા.૨૭ ફેબ્રુઆરીથી ૧૭ માર્ચ દરમિયાન જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ધો.૧૦ અને ધો.૧૨ બોર્ડની પરીક્ષાઓ યોજવામાં આવશે. પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થીઓને પરીક્ષાઓ આપવામાં અડચણ ન રહે અને જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે શાંતિપૂર્ણ અને તંદુરસ્ત માહોલમાં પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી બી.એન ખેર દ્વારા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા મુજબ જિલ્લામાં પરીક્ષા માટે નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારની હદમાં કોપીયર મશીન દ્વારા કોપીનો વ્યવસાય કરતા ધંધાર્થીઓ તથા અંગત ઉપયોગ માટે વપરાશ કરતા કોપીયર મશીન…

Read More

શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે વિડીઓ કોન્ફરન્સ યોજાઈ

હિન્દ ન્યુઝ, જામનગર             શિક્ષણમંત્રી કુબેરભાઈ ડીંડોરની વર્ચ્યુઅલ અધ્યક્ષતામાં બોર્ડની પરીક્ષાઓના પૂર્વ આયોજન અંગે યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં જામનગર કલેકટર કચેરી ખાતેથી કલેકટર કેતન ઠક્કર તથા સંબંધિત અધિકારીશ્રીઓ સહભાગી બન્યા હતા. આગામી તા.૨૭/૦૨/૨૦૨૫ થી બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાઓ શરૂ થનાર છે. પરીક્ષાને લઈને દરેક જિલ્લાઓની તૈયારીઓ અંગે શિક્ષણમંત્રી કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં અને રાજયકક્ષાના શિક્ષણમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા તથા શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમારની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયેલ વિડીઓ કોન્ફરન્સમાં સમગ્ર રાજ્યમાં મુક્ત, ન્યાયી અને તણાવ મુક્ત વાતાવરણમાં બોર્ડની પરીક્ષા યોજાય તે માટે શિક્ષણમંત્રી…

Read More

સાવરકુંડલા જીઆઈડીસી માટે સૂચિત જમીનની જંત્રી રિવાઈઝ કરી સાવરકુંડલાના નાના નાના ઉદ્યોગકારોને પોસાય તેવા દરો કરવા માટે સાવરકુંડલા ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને અસરકારક અને તર્કબદ્ધ રજૂઆત કરી

હિન્દ ન્યુઝ, સાવરકુંડલા સાવરકુંડલાના ઔદ્યોગિક વિકાસ માટે સાવરકુંડલા શહેર જીઆઈડીસીની સુવિધા વર્ષોથી ઝંખે છે. અને સાવરકુંડલા જીઆઈડીસી અર્થે ફાળવેલ જમીન સાવરકુંડલા સામા પાદર ગામના સર્વે નંબર ૪૫૨/૧૫૧ જમીનની સૈદ્ધાંતિક મંજૂરી મળેલ છે. આ સૂચિત ફાળવેલ જમીન ની પ્રવર્તમાન જંત્રી કલેક્ટર દ્વારા રૂપિયા ૬૦૦૦ રૂપિયા નિયત કરવામાં આવેલ છે.જો કે આ સૂચિત જમીનની ભૌગોલિક પરિસ્થિતિ જોતાં પ્રથમ દ્રષ્ટિએ આ જમીન ડુંગરાળ ખાડા ટેકરા અને બીલકુલ બિનઉપજાઉ લાગે છે. ખરેખર આ જમીન સ્થળ અને રેકોર્ડ આધારિત જોવામાં આવે તો જે તે સમયે જંત્રીનોં સર્વે નંબર મુજબનો ભાવ ખૂબજ ઊંચો નિયત કરવામાં આવેલ…

Read More

કાલાવડ ખાતે “હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજ” ની જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, કાલાવડ              જામનગર જિલ્લા ના કાલાવડ ખાતે ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક ડૉ. સીમાબેન પટેલ દ્વારા શ્રી પીપળેશ્વર મહાદેવ મંદિરનાં પટાંગણમાં “હિન્દુ હૃદય સમ્રાટ અને મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ” જયંતી નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ.                પુષ્પાંજલિ કાર્યક્રમ માં મંદિરના પૂજારી જીકા બાપુ ના વરદ હસ્તે પૂજા અર્ચના કરી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી તેમજ કાલાવડ ભાજપ શહેર પ્રમુખ નિરવભાઈ ભટ્ટ, પૂર્વ પ્રમુખ હસુભાઈ વોરા, જિલ્લા ભાજપ મહામંત્રી અભિષેકભાઈ પટવા, વિરેન્દ્રસિંહ જાડેજા, જગમલભાઈ ગઢવી, તરુણભાઈ ચૌહાણ,…

Read More

વાકાનેર તાલુકા શિક્ષણ અધિકારી સ્કુલ સંચાલક ઘુટણીયે

હિન્દ ન્યુઝ, વાકાનેર          વાકાનેર આરોગ્ય નગરમાં આવેલ જ્ઞાનગંગા સ્કુલ દ્ગારા RTE માં અભ્યાસ કરતા વિધાર્થીઓ પાસેથી વધારાની ફી ઉઘરાવી હોય, તેથી વાલીઓએ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને અરજી કરીને આ સ્કુલ સંચાલક વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરતા શિક્ષણ અધિકારી સ્કુલ સંચાલક વિરુધ્ધ કાર્યવાહી કરવાના બદલે અરજી કરનાર વાલીઓને ધમકાવતા હોય, વાલીઓએ સ્કુલ સંચાલકે ફીની પહોંચ આપેલ તે પણ પુરાવારૂપે રજુ કરવા છતાં સ્કુલ સંચાલકને તાલુકા શિક્ષણ અધિકારી છાવરતા હોય તેવી વાલીઓની રાવ ઉઠવા પામી હતી. રાજકોટ જિલ્લા બ્યુરોચીફ : સાકીર પીપરવાડીયા

Read More

मुआवजा भुगतान में उत्कृष्ट कार्य के लिए वैशाली के जिलाधिकारी और पुलिस अधीक्षक सम्मानित

हिन्द न्यूज़, बिहार       सड़क दुर्घटना में पीड़ितों के आश्रितों को मुआवजा भुगतान में पूरे राज्य में उत्कृष्ट कार्य के लिए वैशाली के जिलाधिकारी यशपाल मीणा के साथ ही पुलिस अधीक्षक ललित मोहन शर्मा को भी सम्मानित किया गया। सरकार द्वारा पटना के अधिवेशन भवन में आयोजित राज्य स्तरीय समारोह में आज उन्हें यह सम्मान मिला। मालूम हो कि दिनांक 22 नवंबर, 2022 को चांदपुरा ओपी अंतर्गत घटित सड़क दुर्घटना, जिसमें आठ लोगों की मृत्यु हो गई थी, जिला पदाधिकारी के त्वरित पहल से मृतक के आश्रितों को मुआवजे…

Read More

ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા સંદર્ભે સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારના છ પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટરના વિસ્તારોમાં અમુક પ્રતિબંધો ફરમાવ્યા

હિન્દ ન્યુઝ, સુરત     કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ(CBSE) દ્વારા ધો-૧૦ અને ૧૨ની પરીક્ષા સુરત જિલ્લા ગ્રામ્ય વિસ્તારની ૬ (છ) નિયત કરેલી હાઇસ્કુલોમાં પરિક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાનાર છે. જેથી જિલ્લામાં શાંતિ અને સલામતી જળવાઈ રહે, મુકત વાતાવરણનું નિર્માણ થાય તે સારૂ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી વિજય રબારીએ એક જાહેરનામા દ્વારા તા.૧૫/૦૨/૨૦૨૫ થી તા.૦૪/૦૪/૨૦૨૫ના રોજ સુધી સુરત ગ્રામ્ય વિસ્તારના નિયત કરેલા ૬(છ)પરીક્ષા કેન્દ્રોની આજુ બાજુના ૧૦૦ મીટરના વિસ્તારમાં ચાર કે તેથી વધુ વ્યકિતઓએ ભેગા થવા, સરધસ કાઢવા તેમજ સભા ભરવા પર મનાઈ હુકમ ફરમાવ્યો છે. પરિક્ષા કેન્દ્રથી ૧૦૦ મીટરની ત્રિજ્યા અંદર…

Read More

તા.૧૭મી ફેબ્રુઆરીએ તરસાડી-કોસંબા ખાતે ધારાસભ્યના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ

તરસાડી-કોસંબાના પુસ્તક પ્રેમીઓ આનંદો હિન્દ ન્યુઝ, સુરત       શિક્ષણ અને સાહિત્યક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલાના ભાગરૂપે રમત-ગત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગ્રંથાલય દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ વાગે તરસાડી-કોસંબાની ભાઈલાલની વાડી ખાતે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું લોકાર્પણ થશે. જેથી પુસ્તક પ્રેમીઓ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીજનોને વાંચન માટેની અનેરી સુવિધા ઉપલધ્ધ બનશે.                   આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, કોસંબા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કપિલાબેન પરમાર, નવસર્જન સ્કૂલના પ્રમુખ કિશોરસિંહ કોસાડા, જમીન દાતા શ્રીમતી વિદ્યાબેન પટેલ, ગાંધીનગર ગ્રંથાલયના…

Read More