હિન્દ ન્યુઝ, પ્રયાગરાજ તા. 03-02-2025 ના રોજ “આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ” નાં રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા સાથે મુલાકાત લેતા પૂ.શ્રી દેવકીનંદન મહારાજ સાથે “સનાતન બોર્ડ બનાવવા માંટે વિતૃત ચર્ચાઓ કરી હતી. જેમાં દેશના મંદિરોનાં રૂપિયા મંદિરનાં જ વિકાસ માટે વાપરવામાં આવે, જેથી આપણી હિન્દુ સંસ્કૃતિ જાણવણી કરવામાં આવે. મંદિર ઉપર સરકારનું નિયંત્રણ ખુબ અનિવાર્ય હોય,..” આ સંદર્ભે વિગતવાર ચર્ચાઓ કરવામાં આવી હતી. ત્યારે બાદ પૂ .શ્રી શ્રી રવિશંકર મહારાજ ની મુલાકાત લીધી હતી. જેમાં પ્રવિણભાઈ તોગડીયા ને શિવલિંગ ના દર્શન કર્યા હતા. તેમની સાથે રાષ્ટ્રીય મંત્રી રણછોડભાઈ ભરવાડ,…
Read MoreMonth: February 2025
રસાયણો અને રોગોથી મુક્તિ અપાવી તંદુરસ્ત જીવનશૈલી પ્રદાન કરતી પ્રાકૃતિક ખેતી
હિન્દ ન્યુઝ, આણંદ પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં પ્રકૃતિના નિયમોનું પાલન કરીને અને કુદરતી રીતે ઉપલબ્ધ સંશાધનોનો ઉપયોગ કરીને ખેતી કરવામાં આવતી હોવાથી આ ખેતી પર્યાવરણને નુકસાન પહોંચાડતી નથી અને તેના દ્વારા ઉત્પાદિત ખોરાક આરોગ્યપ્રદ અને પૌષ્ટિક હોય છે. પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓની વાત કરીએ તો પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત ખોરાકમાં રાસાયણિક રસાયણોનો અભાવ હોય છે, જેથી તેના દ્વારા ઉત્પાદિત…
Read Moreઆણંદ તાલુકામાં “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર દ્વારા આણંદ તાલુકાની શાળાઓમાં બાળકોને તથા તેમના વાલીઓને સાથે લઈને “સ્ટોપ ધ પ્લાસ્ટિક ફલડ” થીમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદુષણ સામે જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું છે. જે અંતર્ગત સમગ્ર તાલુકાની ૩૫૦ થી વધુ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૦ હજારથી વધુ પ્લાસ્ટિક બોટલોનું કચરા સ્વરૂપે કલેક્શન કરવામાં આવ્યું છે. આ કલેક્શન ૧ લાખ પ્લાસ્ટિક બોટલો સુધી લઈ જવાનું લક્ષ્યાંક છે. આ અભિયાનના ઉદ્દેશ્યને સાર્થક કરવાં પ્લાસ્ટિક પ્રદૂષણને કારણે પૃથ્વીનો સર્વનાશ થતો…
Read Moreવિશ્વ કેન્સર દિવસ: ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
હિન્દ ન્યુઝ, ગાંધીનગર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે 4 ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે…
Read Moreડ્રોન દીદી: મહિલાઓના હાથમાં હવે ડ્રોન ટેકનોલોજીની કમાન
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ભારતમાં ખેત પદ્ધતિઓને ટેક્નોલોજીના સહારે સમૃદ્ધ બનાવીને દેશનો ખેડૂતો વધુ આવક મેળવતો થાય તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અનેકવિધ નવતર પહેલ કરી છે. ખેડૂતોની સાથે-સાથે જ ગ્રામ્ય વિસ્તારની બહેનો પણ પગભર થઈને સ્વનિર્ભર બની શકે તેવા શુભ આશય સાથે વડાપ્રધાનએ “નમો ડ્રોન દીદી યોજના”ની પ્રેરણા આપી હતી. નમો ડ્રોન દીદી યોજના એ મહિલા સશક્તિકરણ અને કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવવાની એક મહત્વકાંક્ષી પહેલ છે. જેનો લાભ મેળવીને આજે ગ્રામ્ય વિસ્તારની અનેક મહિલાઓ “ડ્રોન દીદી” બની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન…
Read Moreતાલાલાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ રક્તપિત્ત નાબૂદી માટે ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જિલ્લામાં રક્તપિત્ત નાબૂદી માટે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરના માર્ગદર્શન હેઠળ જિલ્લાની વિવિધ ૯૩ શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં તાલાલા તાલુકાના પીખોર ગામની હાઇસ્કુલમાંથી રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાનનો પ્રારંભ આવ્યો છે. જિલ્લા ક્ષય અધિકારી ડો.શીતલ રામે જણાવ્યું હતું કે, રક્તપિત્ત નાબૂદી અભિયાન માટે જિલ્લાની વિવિધ ૯૩ જેટલી શાળાઓમાં રક્તપિત્ત સ્પર્શ લેપ્રસી અવરનેશ અભિયાન શરૂ કરવામાં આવશે.…
Read Moreસૈયદ રાજપરા ખાતે નુક્કડ નાટકના માધ્યમથી આરોગ્યલક્ષી સમજ અપાઈ
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય વિભાગના સાંસ કેમ્પેઇન અંતર્ગત રેકીટ ડેટોલ બનેગા સ્વસ્થ ઈન્ડીયા અને પ્લાન ઈન્ડીયાના સંયુક્ત ઉપક્રમે “સેલ્ફ કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અન્ડર ફાઈવ” કાર્યક્રમ દ્વારા ઉના તાલુકાની સૈયદ રાજપરા પ્રાથમિક શાળા ખાતે આરોગ્યલક્ષી સ્વચ્છતાનો સંદેશો આપતું નુક્કડ નાટક ભજવવામાં આવ્યું હતું. નુક્કડ નાટકમાં અભિનય દ્વારા વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનના સાત સૂત્ર અને ઓ.આર.એસ. બનાવવાની સાચી રીત, હાથ ધોવાની સાચી રીત અને ઝાડા વ્યવસ્થાપન વિશેની માહિતી સાથે ઝાડા વ્યવસ્થાપનના સાત મુદ્દાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. આ સાથે જ ન્યુમોનિયાના લક્ષણો, ન્યુમોનિયાથી…
Read Moreજામનગરમાં કરાર આધારિત કાયદા સલાહકારની નોકરીની મુદ્દત લંબાવવામાં આવતા કરાર પૂર્ણ ન થાય ત્યાં સુધી જાહેરાત રદ્દ કરાઈ
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર કલેક્ટર કચેરી ખાતે કાયદા સલાહકાર તરીકે મહંમદહુશેન યુ.ગલાની નિમણૂક કરવામાં આવી છે. જેની નોકરીની મુદ્દત તા.૩૧ જાન્યુઆરીના રોજ પૂર્ણ થતા કાયદા આધારિત સલાહકારની ૧ જગ્યા પર નિમણૂક કરવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. પરંતુ સરકારના મહેસુલ વિભાગના ઠરાવથી તેઓની મુદ્દત ૧૭-૧૦-૨૦૨૪ થી ૧૧ મહિના સુધી લંબાવવામાં આવતા બહાર પાડવામાં આવેલી જાહેરાત રદ્દ કરવામાં આવી છે. તેઓનો કરાર પૂર્ણ થયે નવેસરથી જાહેરાત માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. તેમ જિલ્લા મેજિસ્ટ્રેટ જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Read Moreદિવ્યાંગ-પારિતોષિક સ્પર્ધા-૨૦૨૪ અંતર્ગત તા.૨૪ ફેબ્રુઆરી સુધી અરજી કરી શકાશે
હિન્દ ન્યુઝ, જામનગર સરકાર દ્વારા શ્રેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/ સ્વરોજગાર કરતી શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઑ અને દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં છે. કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઑ/અધિકારીઓએ તેમજ દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ(નોકરીદાતઓ) “દિવ્યાંગ-પારિતોષિક” મેળવી શકે છે. જેથી દિવ્યાંગ પારિતોષિક મેળવવા ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીઓ/અધિકારીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓએ લાગુ પડતા ફોર્મમાં જરૂરી વિગતો ભરીને, જરૂરી આધાર સાથે (૪૦ ટકા કે તેથી વધુ દિવ્યાંગ હોવાનું- ત્રણ માસથી જૂનું ન હોય તેવું- તબીબી પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના તમામ…
Read Moreજામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકો મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે
હિન્દ ન્યુઝ, જામનગર જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામકશ્રી જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા તથા પાંજરાપોળ ખાતે રાખવામાં આવતા ગાય અને ભેંસ વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે આઈ-ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે. યોજનાના ઠરાવ તેમજ શરતો અને બોલીઓની વિગતો Website: http://gauseva.gujarat.gov.in પર ઉપલબ્ધ છે. જાન્યુઆરી-૨૦૨૫ થી માર્ચ-૨૦૨૫ના તબક્કાની સહાય માટે તારીખ ૦૧-૦૨-૨૦૨૫ થી ૧૫-૦૨-૨૦૨૫ દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ સ્વીકૃત કરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી…
Read More