રાજકોટ ખાતે હિંસાની નાબૂદીનું અભિયાન આયોજન

હિન્દ ન્યુઝ, રાજકોટ      ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા તા. ૨૫ નવેમ્બરથી તા. ૧૦ ડિસેમ્બર સુધી મહિલાઓ સાથે થતી હિંસાની નાબૂદીનું અભિયાન કાર્યરત છે. જે અન્વયે રાજકોટ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ “સંકલ્પ” હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન સ્કીમ અંતર્ગત ૨૫ નવેમ્બરના રોજ મુંજકામાં શિવ શક્તિ શાળા ખાતે “જાતિગત સંવેદનશીલતા અને માસિકસ્ત્રાવ સ્વચ્છતા (મેનસ્ટ્રુઅલ હાયજીન)” વિષયક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીનીઓને ગુડ ટચ – બેડ ટચ, માસિકસ્ત્રાવ અને સ્વ-સ્વચ્છતા અંગે વીડિયોના માધ્યમથી વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. ૬૦થી વધુ વિદ્યાર્થીનીઓએ…

Read More

ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ

હિન્દ ન્યુઝ, રાજકોટ અન્ન અને નાગરિક પુરવઠા, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના હસ્તે ગોંડલ તાલુકાના વાસાવડ ગામમાં નવનિર્મિત આયુષ્માન કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. શિક્ષણ, આરોગ્ય, રસ્તા, વીજળીની તમામ સુવિધાઓ લોકોને ત્વરિત મળે તે માટે સરકાર અનેક વિકાસકાર્યો હાથ ધરી રહી છે. આ નવનિર્મિત આરોગ્ય કેન્દ્ર થકી વાસાવડ ગામ તથા આસપાસના વિસ્તારમાં રહેતા લોકોનાં આરોગ્યને લગતી તમામ સારવાર આ કેન્દ્ર ખાતેથી નિ:શુલ્ક…

Read More

૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્માન કાર્ડ આપવાનો અમલ કરતી વય વંદના કેટેગરી

પી.એમ.જે.એ.વાય. – મા યોજના હિન્દ ન્યુઝ, સુરત               સુરત જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આરોગ્ય કવચ સમાન રૂ. ૧૦ લાખનો વાર્ષિક કૌટુંબિક આરોગ્ય વીમો મેળવવાની સરકારની યોજના અમલમાં છે. આ યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતા નાગરિકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવે છે.              આ યોજના થકી ઉંમર લાયક નાગરિકોને સરળતાથી આરોગ્ય વીમો પ્રાપ્ત થાય તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૧૯/૧૦/૨૦૨૪ના રોજ ૭૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને આવકની મર્યાદા ધ્યાનમાં લીધા સિવાય આયુષ્યમાન કાર્ડ આપવાનો…

Read More

પ્રાકૃતિક ખેતીમાં આવક ડબલ કરવાની મહેનત રંગ લાવી, મૂલ્યવર્ધિત વ્યુહરચનાથી વલસાડનો યુવા ખેડૂત બન્યો પથદર્શક 

આપણુ ગુજરાત, પ્રાકૃતિક ગુજરાત હિન્દ ન્યુઝ, વલસાડ પોતાના ખેતરમાં ઉત્પાદન કરેલા પાકમાં મૂલ્યવર્ધન કરી બજારમાં વેચે તો ૧૦૦ ટકા આવક ડબલ થાય આગવી કોઠાસૂઝ, વૈજ્ઞાનિક અભિગમ, મૂલ્યવર્ધન અને નવીન વેચાણ પધ્ધતિથી આર્થિક સમૃધ્ધિના દ્વાર ખૂલ્યા  ૧૩૭ પ્રકારના ઔષધીય પાક સાથે મસાલા પાક, ફળ પાક અને શાકભાજી પાકમાં વેલ્યુએડેડથી પ્રોડકટની દેશ-વિદેશમાં માંગ વધી  સરકારની PMEGP યોજના હેઠળ રૂ. ૧૬ લાખની લોન લીધી, જેમાંથી કેન્દ્ર સરકાર દ્વારા રૂ. ૫.૭૬ લાખની સબસિડી મળી અને રાજ્ય સરકાર દ્વારા રૂ. દોઢ લાખની સબસિડી મળશે તમામ ખર્ચ બાદ કરી દર મહિને રૂ. ૬૦ હજારથી રૂ. ૬૫…

Read More

મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ સુરત જિલ્લાના ૧૬ વિધાનસભા વિસ્તારમાં ૭૭,૯૪૬ અરજીઓ પ્રાપ્ત થઈ

હિન્દ ન્યુઝ, સુરત      ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ હેઠળ તા.૧૭, ૨૩ અને ૨૪મી નવેમ્બરના રોજ ખાસ ઝુંબેશના દિવસોએ તથા અન્ય ચાલુ દિવસો દરમિયાન થયેલી સુધારણામાં સુરત જિલ્લાની ૧૬ વિધાનસભા વિસ્તારના લાયક મતદારોએ મોટી સંખ્યામાં હકક-દાવા, સુધારા-વધારા માટે અરજીઓ રજુ કરી હતી.            ઝુંબેશ દરમિયાન કુલ ૭૭,૯૪૬ જેટલા ફોર્મ ભરાયા હતા. જેમાં નવા મતદારો માટે ફોર્મ નં.૬ હેઠળ ૧૮-૧૯ વર્યના મતદારોએ ૧૧૭૩૩ તથા ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં ૯૮૩૯ ફોર્મ, ફોર્મ-૬(ખ) હેઠળ ૧૮૧૬, ફોર્મ-૭ હેઠળ નામ…

Read More

જામનગર ના નગરસીમ વિસ્તારમાં દડીયા ગામ પાસે આવેલ ચમત્કારી “ચૈતન્ય હનુમાનજી” મંદિર આસ્થા નું કેન્દ્ર

હિન્દ ન્યુઝ, જામનગર        શ્રી ચૈતન્ય હનુમાનજી મંદિર જામનગર ના નગરસીમ વિસ્તારમાં દડીયા ગામ પાસે આવેલ છે. આ મંદિર ૧૯૬૪ માં અહીં કુવામાં થી હનુમાનજી મહારાજ પથ્થર સ્વરૂપ ચળકાટ મારતાં દેખાયાં હતાં અને વાડી માલિક ચંદુભાઈ કટારમલ દ્વારા હનુમાનજી ને બેસાડવામાં આવ્યા હતા. ત્યારે ગાડા માર્ગ સીંગલ પટ્ટી રસ્તો હતો. ૬૦ વર્ષ પહેલાં આ મંદિર બંધાવ્યું હતું જે આજે પણ લોકો ની આસ્થા નું કેન્દ્ર છે.      અહીં મુખ્ય રસ્તા પર બિલ્ડિંગો બાધતા બિલ્ડરો ને આ ધર્મ સ્થાન કણા ની જેમ ખુચતુ હોય જેથી મંદિર ના સેવકો…

Read More

મોરબી જિલ્લા વહિવટી તંત્રનો પ્રજાલક્ષી અભિગમ, ગામડાઓની મુશ્કેલીઓના મંથન માટે ૩૨ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા ગામડે

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રજાને કોઈ મુશ્કેલી ન પડે તે માટે અનેકવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગામડાઓની મુલાકાત લઈ ગામના લોકોને પડતી મુશ્કેલીઓ તેમજ ગામમાં ખૂટતી પ્રાથમિક સુવિધાઓ સહિતની સુવિધાઓ મુલ્યાંકન કરી આ મુશ્કેલીઓ અને ખૂટતી સુવિધાઓ અંગે યોગ્ય પગલા લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ગત તારીખ ૨૨/૧૧/૨૦૨૪ ના રોજ જ્યારે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ સોમનાથ ખાતે ચિંતન શિબિરમાં હતા ત્યારે મોરબી…

Read More

ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના

હિન્દ ન્યુઝ, વલસાડ    ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અંતર્ગત વલસાડ જિલ્લાના ખેડુતોને વર્ષ ૨૦૨૪-૨૫ માટે આદિજાતિ પાવર ટીલર તેમજ કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તથા ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે I-khedut portal પર ઓનલાઈન અરજીઓ મેળવવા માટે તા:૨૬/૧૧/૨૦૨૪ થી તા:૦૨/૧૨/૨૦૨૪ સુધી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવનાર છે. જિલ્લાના તમામ ખેડુતોને આ યોજનામાં સહાય મેળવવા માટે વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે, અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. પૂર્વ મંજુરી મળ્યેથી અરજીની નકલ સાથે જરૂરી સાધનિક દસ્તાવેજ સબંધિત કચેરીએ મોકલવાના રહેશે. આ અંગે વધુ જાણકારી…

Read More

અભ્યાસ અર્થે સુરતમાં રહેતા પૂર્વ સૈનિકોના સંતાનો માટે સુરતમાં રહેવા અને જમવા માટે કુમાર છાત્રાલયમાં પ્રવેશ કાર્ય શરૂ

હિન્દ ન્યુઝ, સુરત       સુરત સહિત ભરૂચ, તાપી, ડાંગ, નર્મદા, નવસારી તથા વલસાડ જિલ્લાઓમાં વસવાટ કરતા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નિઓના સંતાનો કે જેઓ સુરતના શૈક્ષણીક સંસ્થાઓમાં ધોરણ ૮ કે તેથી ઉપરના ધોરણમાં રેગ્યુલર વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરતા હોય તેમને રહેવા અને જમવા માટે ગૌરવ સેનાની ભવન ખાતે સૈનિક કુમાર છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ છાત્રાલયમાં એડમીશન મેળવવા ઇચ્છુક માતા-પિતાએ કચેરીનો રૂબરૂ સંપર્ક કરી એડમીશન ફોર્મ મેળવી ને સત્વરે જમા કરવાના રહેશે. વધુ વિગતો માટે ટેલિફોન નંબર ૦૨૬૧-૨૯૧૩૮૨૦/૯૪૨૬૮૦૨૮૨૦ ઉપર સંપર્ક સાધવા સુરતના મદદનીશ જિલ્લા સૈનિક ક્લ્યાણ…

Read More

દેશભરમાં વિકસિત ભારત સ્પર્ધાનું આયોજનઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળી શકવાનો મોકો

હિન્દ ન્યુઝ, સુરત  દેશભરમાં તા.૨૫મી નવેમ્બરથી તા.૫મી જાન્યુઆરીએ વિકસિત ભારત સ્પર્ધાનો આરંભ થશે. આ સ્પર્ધામાં ઉતીર્ણ થનારા યુવાનોને માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીને મળવાનો અવસર મળશે.               કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયાએ કહ્યું હતું કે, દેશના યુવાનોને સશક્ત બનાવવા અને વિકસિત ભારત વિશે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીના દ્રષ્ટિકોણ મુજબ રાષ્ટ્રીય યુવા મહોત્સવની કલ્પના કરવામાં આવી છે. ૨૦૨૫ના વર્ષે ૧૧ અને ૧૨ જાન્યુઆરી ૨૦૨૫ એ “વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ બે દિવસીય કાર્યક્રમ દરમિયાન વડા પ્રધાનશ્રી નરેન્દ્ર મોદીજી  દિલ્હી ખાતે ભારત મંડપમમાં…

Read More