જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાના પ્રશ્નપત્રો અને O.M.Rના શ્રેડીંગ(નાશ કરવાની)ની કાર્યવાહી હાથ ધરાઈ

હિન્દ ન્યુઝ, ભરુચ               ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જુનીયર ક્લાર્ક (વહીવટ/ હિસાબ) સવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા યોજાનાર હતી જે અગમ્ય કારણોસર રદ કરવામાં આવી હતી. જેમાં ભરુચ જિલ્લાના કુલ-૩૬ પરીક્ષા કેંદ્રો ખાતે પરીક્ષા યોજાનાર હતી. જેમા કુલ ૧૧૪૦૦ ઉમેદવાર બેસનાર હતા.અગમ્ય કારણોસર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરના સ્ટેટમેન્ટ તા.૨૯/૦૧/૨૦૨૩ થી આ સ્પર્ધાત્મક પરીક્ષા મંડળ દ્વારા “મોકૂફ” રાખવામાં આવેલ હતી. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની કચેરીના દ્વારા આ પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઓ.એમ.આરના સીલબંધ બોક્સ જિલ્લા કક્ષાએ જ શ્રેડીંગ /નાશ કરવા જણાવેલ હતું.…

Read More

સમસ્યાઓનું સમાધાન પ્રાપ્ત કરવા મેડિટેશન અને સંકલ્પશક્તિ મજબૂત કરો : બ્ર.કુ. પૂનમબેન

યોગમય બન્યા રાજકોટવાસીઓ હિન્દ ન્યુઝ, રાજકોટ જેમ શરીરને એનર્જી આપવા માટે ખોરાક લેવો જરૂરી છે તેમ આત્માને એનર્જી આપવા માટે આખા દિવસમાં મેડિટેશન જરૂરી છે. ત્યારે અલવિદા તનાવ કાર્યક્રમના છઠ્ઠા દિવસે બ્ર.કુ. પૂનમબહેન દ્વારા “સમસ્યાઓનું સમાધાન” વિષય ઉપર વક્તવ્ય યોજાયું હતું. તેમજ મેડિટેશનના ફાયદાઓ જણાવીને લોકોને યોગ કરાવીને યોગમય બનાવ્યા હતા. સમસ્યા અને પરિસ્થિતિ સામે વિજય પ્રાપ્ત કરવા માટે આત્મદર્શન કરવાની વાત કરતા બ્ર.કુ. પૂનમબેને જણાવ્યું હતું કે, વ્યસ્ત જીવનમાં પોતાના માટે બે કલાકમાં 1 મિનિટ કાઢીને ધ્યાન કરવું જરૂરી છે. આપણે સૌ પરમપિતા પરમાત્માના શક્તિ સ્વરૂપ, સુખ સ્વરૂપ અને…

Read More

આલાપ ટ્વીન ટાવર અને આપદા મિત્ર એસ. આર. પી. ગૃપને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ

હિન્દ ન્યુઝ, રાજકોટ          રાજકોટ મહાનગર પાલિકા ફાયર અને ઈમરજન્‍સી સર્વિસીઝ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં લગાવવામાં આવતા ફાયર સેફટીના સાધનો અંગે આલાપ ટ્વીન ટાવર નાના મોવા ,મેઇન રોડ, મોકાજી સર્કલ પાસે અને આપદા મિત્ર એસ.આર.પી.ગૃપ ૧૩ ૪૫ જવાનો ને અને બિલ્ડીંગમા રહેતા લોકોને જાગૃતી માટે તા.૧૩/૦૨/૨૦૨૩ મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલ આ બાબતે વધુ ને વધુ લોકો માહિતગાર થાય અને ફાયર સેફટીની તાલીમ મેળવે જેથી આપણા ગૌરવશાળી રાજકોટને વધુ ને વધુ સુરક્ષીત બનાવવા આગળ આવે તેવો જાહેર જનતાને અનુરોધ કરવામા આવે છે. જે બિલ્ડીંગ ધારકો…

Read More

રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા ૧૬૭મી બોર્ડ બેઠક યોજાય

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા તા.૧૪-૦૨-૨૦૨૩ના રોજ ૧૬૭મી બોર્ડ બેઠક ચેરમેન અમિત અરોરાની અધ્યક્ષતામાં યોજાયેલ. બોર્ડ બેઠકમાં નીચેના મુદાઓને બહાલી આપવા બાબત. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા નિર્માણધીન ૧૯૨ MIG પ્રકારના આવાસોની (૬૦.૦૦ ચો.મી. કાર્પેટ એરીયા સાથે) નિયત લાભાર્થી ફાળા રૂા.૨૪.૦૦ લાખમાં રૂા.૬.૦૦ લાખનો ઘટાડો કરવા નિર્ણય કરેલ. · પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા જુદા-જુદા ૯(નવ) સ્થળે ૩૧(એકત્રીસ) બોરની કામગીરી પીવાના પાણી માટે કામગીરી કરવા બહાલી આપી. · રીંગરોડ-૨ ફેઝ-૩ ગોંડલ હાઇવેથી ભાવનગર હાઇવે સુધીના રસ્તાના પથરેખામા આવેલ હયાત રેલવે…

Read More

વેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી

“વન વીક, વન રોડ” ઝુંબેશ હિન્દ ન્યુઝ, રાજકોટ           રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર “વન વીક, વન રોડ” ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં તા. ૧૪-૦૨-૨૦૨૩ના રોજ વેસ્ટ ઝોન વોર્ડ નં.૯ અને ૧૦ના વિવિધ માર્ગો પર અલગ અલગ શાખા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રક્ચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ…

Read More

હરીપર નજીક આવેલ બટ પર ફાયરીંગ પ્રેકટીસ

હિન્દ ન્યુઝ, ભુજ          ભુજ તાલુકાના હરીપર નજીક આવેલ ફિલ્ડ ફાયરીંગ રેન્જ નં.૦૧ અને ૦૨ ઉપર તા.૧૮/૨/૨૦૨૩ સુધી 75 (I) Inf Bde Gp,17 MARATHA LI ના તાબા હેઠળની આર્મ્સ ફાયરીંગ યોજવામાં આવનાર છે. જેથી આ ફાયરીંગ રેન્જમાં કોઇપણ વ્યકિતઓએ પ્રવેશવું નહીં અથવા ઢોરોને પ્રવેશવા દેવા નહીં. તેમ છતાં કોઇપણ વ્યકિત ઉપરોકત ફાયરીંગ રેન્જમાં પ્રવેશશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેમજ તે વ્યકિતને કે ઢોરોને કોઇ નુકશાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યકિતની રહેશે તેવું સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ, ભુજ દ્વારા જણાવાયું છે.

Read More