ગરમીના પ્રક્રોપ સામે સાવચેતી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક માર્ગદર્શક સૂચનો કરવામાં આવ્યા

હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર

     ગરમી અને લૂનું પ્રમાણ વધતા આરોગ્ય વિભાગ દ્વારા કેટલાક સૂચનો બહાર પાડવામાં આવેલા છે. આવા ગરમીના સમયે શરીરમાં પાણીનું પ્રમાણ વધારે રાખવું હિતાવહ છે. તરસ ન લાગી હોય તો પણ પૂરતા પ્રમાણમાં પાણી પીવો. શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ઓ.આર.એસ દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબૂ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરો. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી બહાર નીકળો. આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો. બાળકો, વૃધ્ધો, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી લો.

કાર્ય કરતી વખતે સીધો સર્યપ્રકાશ આવે તેવી સ્થીતી ને ટાળો સખત મહેનતના કામ દિવસના ઠંડા સમયે કરવા હિતાવહ છે. બહાર ની પ્રવ્રુતિઓ માટે વિશ્રાંતી સમય વધારો. સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઈ ધરાવતા કામદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલેર્ટ વિષે માહીતગાર કરો. શક્ય હોય ત્યાં સુધી ઘરમાં જ રહો. જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો આને લીધે ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટશે. જો તમને ચક્કર આવતા હોય કે બીમાર હોવ તો તરત જ તબીબી સલાહ લો.

ઘરને શીતળ રાખવા માટે ઘર ની દીવાલો ને સફેદ રંગ થી રંગો. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર જવર માટે ક્રોસ વેંટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરો. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેના થી વધુ રાખો. જેનાથી વીજળીની બચત અને માપસર તાપમાન રહેશે. નવા ધરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરો.

 જ્યારે તમે બપોર ના સમયે બહર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતી ન કરો. પ્રોટીન ની વધુ માત્રા વાળા મસાલેદાર,તળેલા, વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો. પશુ-પંખીઓ જેવા અબોલ જીવો માટે પાણી, છાંયડો અને ઘાસચારાની વ્યવસ્થા કરી રાખો.

 

 

 

Related posts

Leave a Comment