હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લાનાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર તેમજ ટ્રાન્સપોર્ટ વાહન માલિકોને જણાવવાનું કે, આગામી તા. ૨૧/૦૨/૨૦૨૩ ના રોજ જુના વાહનોના ફિટનેસ (પાસિંગ) તેમજ રીન્યુઅલ રજીસ્ટ્રેશન અંગેની કામગીરીનો કેમ્પ પંચદીપ કોટન ઇન્ડસ્ટ્રીઝની સામે,ગઢડા રોડ, મુ.ઢસાગામ તા.ગઢડા જિ.બોટાદ ખાતે સવારે ૧૦:૦૦થી બપોરના ૨:૦૦ કલાક સુધી રાખવામાં આવ્યો છે. આ કેમ્પનો વધુમાં વધુ લાભ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, બોટાદની અખબારી યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ
Read MoreDay: February 13, 2023
તાલાલા ખાતે ઘરેલુ હિંસા સામે જાગૃતિ સેમિનાર યોજાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ મહિલા અને બાળવિકાસ વિભાગ, જિલ્લા મહિલા અને બાળઅધિકારીની કચેરી ગીર સોમનાથ દ્વારા તાલાલા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત એક જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહિલા સુરક્ષાને લગતા વિવિધ કાયદાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દહેજ પ્રતિબંધક અધિકારી આર.એમ જિંજાળા દ્વારા ઘરેલુ હિંસા અધિનિયમ વિશે માહિતી, એડવોકેટ જાદવભાઈ દ્વારા નિઃશુલ્ક કાનુની સેવા તેમજ પીએસઆઈ મારૂ દ્વારા મહિલા સુરક્ષા તેમજ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા મહિલા સુરક્ષાને લગતા વિભિન્ન કાયદાઓ…
Read Moreભાવનગર જિલ્લામાં ધનવંતરી રથને જિલ્લા કલેક્ટર ડી. કે પારેખે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ હસ્તકનાં “ધનવંતરી આરોગ્ય રથ” નું ભાવનગર જીલ્લામાં આજરોજ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડી.કે.પારેખનાં વરદ હસ્તે લીલી ઝંડી આપી ધનવંતરી રથ ને પ્રસ્થાન કરાવ્યું હતું. ધનવંતરી આરોગ્ય સ્થ બાંધકામ શ્રમિકો માટે છે. કડિયાકામ, પ્લાસ્ટરકામ, સુથારીકામ, લુહારીકામ, ઈલેકટ્રીશીયન, વાયરમેન, કલરકામ, ધાબા ભરવાના કામ, ટાઈલ્સ ફિટીંગ્સ કામ, પ્લમ્બર કામ જેવા ૩૨ પ્રકારના કામો નો આમાં સમાવેશ થાય છે. ધનવંતરી આરોગ્ય રથ નો મુખ્ય ઉદ્દેશ્ય બાધકામ શ્રમયોગીનું સ્વાસ્થ્ય અને સુખાકારી જળવાઇ રહે તે…
Read Moreઅટલ ભૂજલ યોજના અંતર્ગત પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ ‘ગાંધીનગર ખાતેથી અટલ ભૂજલ પખવાડિયા’નો કરાવ્યો શુભારંભ
હિન્દ ન્યુઝ, ભુજ રાજ્ય સરકાર દ્વારા ‘અટલ ભૂજલ યોજના’ અંતર્ગત તા. ૧૩ થી ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૩ દરમ્યાન ‘અટલ ભૂજલ પખવાડિયા’ની ઉજવણીનો શુભારંભ જળસંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ગાંધીનગર ખાતેથી કરાવવામાં આવ્યો હતો. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ પખવાડીયાનો શુભારંભ કરાવતાં કહ્યું હતું કે, ભૂગર્ભ જળના વ્યયને અટકાવવા રાજ્ય સરકાર હરહંમેશ પ્રતિબદ્ધ છે. રાજ્ય સરકારે ગંભીરતા દાખવી જળ સમસ્યાઓને પહોચી વળવા આગોતરું આયોજન કર્યું છે. જળ વ્યવસ્થાપનના ભાગ રૂપે શું થઇ શકે અને શું કરી શકાય તે માટે આ યોજનાની શરૂઆત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ…
Read More