આર.ટી.ઓ. કચેરીમાં અનઅધિકૃત ઈસમોના પ્રવેશ પર પ્રતિબંધ મુકતું જાહેરનામું બહાર પડાયું

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર શહેરમાં આવેલ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (આર.ટી.ઓ) માં જાહેર જનતાને લગતી કામગીરી કરવામાં આવતી હોવાથી આર.ટી.ઓ કચેરીમાં રોજ મોટા પ્રમાણમાં નાગરીકો પોતાના કામ માટે આવતા હોય છે. તાજેતરમાં આર.ટી.ઓ કચેરીમાં કેટલાક ઈસમો દ્વારા નાગરીકોને ભોળવીને લલચાવીને ગેરમાર્ગે દોરીને અનઅધિકૃત કામ કરાવી આપવાનું બહાનું કરીને નાગરીકોના નાણા પડાવતા અને છેતરતા હોવા અંગેની ફરીયાદો મળેલ છે. તેથી ભાવનગર શહેરમાં આવેલ આર.ટી.ઓ. કચેરીમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ નાગરીકોના હીત માટે થઈને નાગરીકોને ભોળવીને લલચાવીને કામ કરાવી આપવાનું બહાનું કરીને ગેરમાર્ગે દોરી લોકોને છેતરવાનું કૃત્ય કરતા અનઅધિકૃત…

Read More

ભાવનગર શહેર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૨ ના રોજ યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્ય સરકાર ના આદેશ અનુસાર તા.૨૨ ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ ૧૧:૦૦ કલાકે સીટી મામલતદાર કચેરી, વિધાનગર, બી.પી.ટી.આઇ. સામે ભાવનગર શહેર ખાતે માન. મુખ્યમંત્રી નો સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ, તાલુકા કક્ષાના પ્રશ્નો ના નિકાલ કરવા માટે નાયબ કલેકટર ભાવનગરનાં અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે. ભાવનગર સીટીના પ્રશ્નો માટે ભાવનગર શહેરના અરજદાર ઓ પાસે થી તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં વિવિધ કચેરીઓમાં અનિર્ણીત પ્રશ્નોના આધાર પુરાવા સાથે અરજી મંગાવામાં આવે છે. પ્રશ્ન રજૂ કરવા માટે જે તે અરજદારે ભાવનગર શહેર સ્વાગત ફરીવાદ નિવારણ કાર્યક્રમના મથાળા નીચે સીટીમામલતદાર, ભાવનગર ને પુરાવા સાથે અરજી…

Read More

ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડની સીએસઆર કાર્યક્રમ અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા અને ઇન્ડિયન કોર્પોરેશન ના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગો માટે નિ:શુલ્ક સહાયક ઉપકરણ વિતરણ સમારોહનું પંડિત દીનદયાળ આરોગ્ય ધામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાવનગરના ૧૩૭ દિવ્યાંગોને અગાઉથી એલીમ્કો દ્વારા કેમ્પ કરીને તપાસ કર્યા બાદ તેમની જરૂરિયાત મુજબ ૨૪,૮૧,૮૨૨ લાખના ૨૪૩ સહાયક ઉપકરણોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળે જણાવ્યું હતું કે હોંસલો બુલંદ હોય તો હિમાલય સર કરવામાં પણ કોઇ અવરોધ આવતો નથી ત્યારે દિવ્યાંગો માટે મદદરૂપ થવા માટે સરકારની અનેક…

Read More

કોડીનાર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયો આયુષ મેળો

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર અંતર્ગત નિયામક આયુષની કચેરી દ્વારા પ્રેરિત, જિલ્લા આયુર્વેદ શાખા ગીર સોમનાથ દ્વારા છારા જાપા ગ્રાઉન્ડ, કોડીનાર ખાતે આયુષ મેળો યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી રામીબહેન વાજાના હસ્તે કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. જેમાં અતિથી વિશેષ તરીકે ધારાસભ્ય ડૉ.પ્રદ્યુમન વાજા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. આયુષમેળામાં શહેરીજનોએ વિવિધ પદ્ધતિઓ દ્વારા સારવાર, યોગ અંગેનું માર્ગદર્શન, પંચકર્મ, અગ્નિકર્મ ચિકિત્સા ઉપરાંત યોગ-વાનગી પ્રદર્શન સહિત આયુર્વેદની વિવિધ સેવાઓનો લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા આયુર્વેદ અધિકારી વિજયસિંહ ગોહિલે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું અને આયુષમેળાનો મુખ્ય હેતુ શું…

Read More

રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) દ્વારા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે યોજાયો અભ્યાસલક્ષી સેમિનાર

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્યાર્થીઓનો અધવચ્ચે અભ્યાસ છૂટી ગયો હોય તેવા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવા હેતુસર સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધોરણ ૧૦ તેમજ ધોરણ ૧૨માં નિયમિત શાળામાં જઈ ન શકતાં વિદ્યાર્થીઓ, બાલીકાઓ, મહિલાઓ, દિવ્યાંગજનો, કામદાર વર્ગના લોકો ઉપરાંત શારીરિક અને માનસિક રીતે દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહ્યાં હતાં. જેમણે આ સોનેરી તકનો લાભ લીધો હતો. આ તકે NIOSના રિજનલ…

Read More

કોડીનાર ખાતે ૮ ફેબ્રુઆરીના રોજ હાઈટ હંટ સિલેક્શનનું આયોજન

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લા કક્ષા સ્પોર્ટસ સ્કુલ યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં ૮ ફેબ્રુઆરીના રોજ શ્રી સોમનાથ એકેડમી બાયપાસ ખાતે અસાધારણ ઉંચાઈ ધરાવતા હાઈટના આધારે અંડર–૧૪ એટલે કે તા. ૦૧/૦૧/૨૦૧૦ પછી જન્મેલા ભાઈઓ અને બહેનોનું હાઈટ હન્ટનું આયોજન કરવામાં આવેલ છે. આ હાઈટ હન્ટમાં ભાઈઓની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૬૦+, ૧૬૮+, ૧૭૩+, ૧૭૯+ તેમજ બહેનોની ઉંમર અનુક્રમે ૧૧, ૧૨, ૧૩, ૧૪ વર્ષ સાથે ઊંચાઈ અનુકમે ૧૫૫+, ૧૬૩+, ૧૬૬+, ૧૭ ૧+ હોવી આવશ્યક છે. હાઈટ હંટમાં…

Read More

આગામી જી૨૦ના આયોજનને લઇને જિલ્લા મેજિસ્ટ્રેટ દિલીપ રાણાએ સમગ્ર કચ્છમાં “નો-ડ્રોન ઝોન”નું જાહેરનામું બહાર પાડ્યું

હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના ધોરડો ખાતે આગામી તા. ૦૭/૦૨/૨૦૨૩ થી તા. ૧૦/૦૨/૨૦૨૩ સુધી જી૨૦ સમીટનું આયોજન થનાર હોઇ તેમજ કચ્છ જિલ્લો જમીન અને દરીયાઈ જળ સીમાથી પાકિસ્તાન સાથે જોડાયેલ હોઇ તેમજ હાલના સંજોગો જોતા આતંકવાદી સંગઠનો ભારત રાષ્ટ્રમાં પોતાનું નેટવર્ક ફેલાવી રહ્યાના ઈનપુટો અવાર નવાર પ્રાપ્ત થતા હોય છે. કચ્છ જિલ્લાના વિસ્તારમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, આર્મી કેન્ટોનમેન્ટ, વી.વી.આઇ.પી./વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વગેરે જગ્યાની સુરક્ષા કરવાની જવાબદારી પોલીસની છે તેમજ કચ્છ જિલ્લામાં વસતા લોકોને શારીરિક હિંસા પહોંચાડી શકવાની શક્યતા તેમજ જિલ્લાની તેમજ રાજ્યની સલામતી જોખમમાં…

Read More