પાટણની શાળાના બાળકોએ રંગોળી અને ચિત્રો દોરીને મતદારોને જાગૃત કરતો સંદેશ પાઠવ્યા

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લામાં તા.5.12.2022 ના રોજ બીજા તબક્કામાં મતદાન થશે ત્યારે મતદાનના દિવસે વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર કામે લાગ્યું છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે અવસર કેમ્પેઈન અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અવસર કેમ્પેઈન અંતર્ગત વિવિધ કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. આ પ્રચાર-પ્રસારના ભાગરૂપે પાટણ જિલ્લાની અનેક શાળાઓના બાળકોએ રંગોળી અને ચિત્ર સ્પર્ધામાં ચિત્રો અને રંગોળી દોરીને લોકોને મતદાન જાગૃતિ ફેલાવતો સંદેશો આપ્યો હતો. લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો અચુક મતદાન કરે તે માટે પાટણની શાળાના ભુલકાઓ પણ પ્રયાસો કરી રહ્યા છે.…

Read More

રાધનપુર જલારામ સોસાયટી માં રહેતા તરુણ ને ડેન્ગ્યુ પોઝિટિવ

હિન્દ ન્યુઝ, રાધનપુર પાટણ જિલ્લા ના રાધનપુર ખાતે રાધનપુર નગર માં ઠેર ઠેર ફેલાયેલ ગંદકીને કારણે મચ્છરો નો ઉપદ્રવ વધતાં રોગચાળા એ માઝા મૂકી છે. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષ નાં તરુણને ડેન્ગ્યુ પોઝિટિવ રિપોર્ટ આવતા નગરજનો માં ફડફડાટ જોવા મળી રહ્યો છે.ડેન્ગ્યુ પોઝિટિવ તરુણ ને સારવાર અર્થે પાટણ ખસેડવામાં આવ્યો હતો. જલારામ સોસાયટી માં રહેતા 13 વર્ષીય પ્રણામ ભરતભાઈ સોની ને ચાર દિવસ થી સતત તાવ આવતો હતો. તાવમાં પીડિત તરુણ ને તા 19 નવેમ્બર એ રાધનપુર ની ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થ લઈ ગયા હતા. જે દરમિયાન…

Read More

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ તાલુકાની જેથી સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 યોજાયેલ

હિન્દ ન્યુઝ, અમીરગઢ આજે તારીખ ૨૨/૧૧/૨૦૨૨ ના રોજ જેથી કલસ્ટરનું સી.આર.સી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન 2022 નું આયોજન શ્રી મહાદેવીયા પ્રાથમિક શાળા માં યોજવામાં આવેલ આ કાર્યક્રમમાં જેથી કલસ્ટર ના સી.આર.સી કો ઓડિટનર રજેસિંહ ચૌહાણ બે કેન્દ્ર શાળા આચાર્ય પ્રકાશભાઈ પટેલ પેટા શાળા ના આચાર્યગણ મહાદેવીયા પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફ માર્ગદર્શક શિક્ષકઓ 40 જેટલા બાળ વૈજ્ઞાનિકો મહાદેવરીયા એસએમસીના તમામ સભ્યોઓ ગ્રામજનો પહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલા પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ સાબ્દિક સ્વાગત મહાદેવીયા પ્રાથમિક શાળાના આચાર્ય અમૃતભાઈ ભાટી તરફથી કરવામાં આવેલ સી.આર.સી ઓડિટનર રજેસિંહ ચૌહાણ તરફથી…

Read More

સમગ્ર ભાવનગર જિલ્લામાં તહેવારોને અનુલક્ષીને તિક્ષ્ણ હથિયારો સાથે રાખવા પર પ્રતિબંઘ ફરમાવતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ

હિન્દ ન્યુઝ, ભાવનગર     આગામી નવેમ્બર/૨૦૨૨ – ડિસેમ્બર/૨૦૨૨ નાં માસ દરમિયાન તા.૨૮/૧૧/૨૦૨૨ ના રોજ નાગપાંચમી, તા.૦૧/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતદાન, તા.૦૩/૧૨/૨૦૨૨ ના રોજ ગીતા જ્યંતિ, તા.૦૮/૧૨/૨૦૨૨ ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ મતગણતરી, તા.૧૧/૧૨/૨૦૨૨ ના રોજ સંકટ ચતુર્થી, તા.૧૭/૧૨/૨૦૨૨ ના રોજ શ્રી રામદાસ જ્યંતિ, તા.૨૧/૧૨/૨૦૨૨ ના રોજ શિવરાત્રી તથા તા.૨૫/૧૨/૨૦૨૨ ના રોજ નાતાલ વગેરે તહેવારો/ ઉત્સવો ઉજવનારા હોય, આ દિવસોમા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા આ તહેવારો દરમ્યાન સુલેહ શાંતિ જળવાય રહે તેમજ રાજ્યની વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતા સમગ્ર ભાવનગર જિલ્લામાં લોકો જાહેરમાં તિક્ષ્ણ…

Read More

ભાવેણાના લોકોને વધમાં વધુ મતદાન કરવા અપીલ કરતાં યુવા મતદાર જાનવી મહેતા

હિન્દ ન્યુઝ, ભાવનગર રાજ્યમાં આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ અંતર્ગત ફેઝ-૧ માં ભાવનગર ખાતે તા.૦૧-૧૨-૨૦૨૨ ના રોજ મતદાન થનાર છે. જે અંતર્ગત ૩૬ મી નેશનલ ગેમ્સ યોગાસન માં આર્ટિસ્ટિક પેર માં બ્રોન્સ મેડલ વિજેતા જાનવી પ્રતિભા મહેતાએ મતદાન કરવા ભાવેણાની જનતાને અપીલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, તા.૦૧ ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેમાં સૌ લોકોએ મતદાન અવશ્ય કરવું જોઇએ. મતદાન કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. ભાવનગર જિલ્લામાં સવારે ૮:૦૦ કલાકથી થી સાંજના ૫:૦૦ કલાક દરમિયાન મતદાન થનાર છે જેમા સૌ કોઇ અચૂક મત આપે…

Read More

બોટાદ જિલ્લામાં ‘અવસર રથ’ આવી પહોંચતા કરાયું ઉષ્માભેર સ્વાગત

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોની મતદાન પ્રત્યેની નિરસતા દૂર કરીને વિવિધ રચનાત્મક કાર્યક્રમો દ્વારા મતદાન પ્રત્યેની જાગૃતિ વધારવા માટે સવિશેષ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યાં છે ત્યારે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૨ માં નાગરિકો ઉત્સાહભેર મતદાન કરવા પ્રેરાય એવા ઉદ્દેશથી ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી દ્વારા ‘અવસર લોકશાહીનો’ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આજે પાળીયાદ રોડ વિસ્તાર બોટાદ ખાતે ‘અવસર રથ’ આવી પહોંચતા ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ અવસર રથ દ્વાર બોટાદકર કોલેજના…

Read More

તનથી અશક્ત છીએ, પણ મનમાંથી વહે છે સશક્ત લોકશાહીની પ્રબળ ભાવના : દિવ્યાંગ મતદાર મિતેશભાઈ મારૂ

હિન્દ ન્યુઝ, બોટાદ “દિવ્યાંગ છું, પણ મતદાનના દિવસે મારે મત આપવા જવા હવે પરિવારના સભ્યો કે આડોશપાડોશના કોઈ વ્યક્તિ પર આધારિત નહીં રહેવું પડે. દિવ્યાંગ મતદારો તથા 80 વર્ષથી વધુ વયના દિવ્યાંગ મતદારો માટેના કંટ્રોલ રૂમ નં.(02849) 271323 પર નોંધણી કરાવીને મને ચૂંટણી વિભાગ મતદાન મથક સુધી પહોંચાડશે અને પરત મારા ઘર સુધી પણ મુકી જશે.” આ શબ્દો છે બોટાદના બરવાળા ખાતે રહેતા દિવ્યાંગ મિતેશભાઈ મારૂના… બોટાદ જિલ્લામાં દિવ્યાંગો માટે મતદાન કરવા જવું વધુ સરળ બને તે હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વ કલેક્ટરશ્રી બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી શાખા દ્વારા…

Read More

“અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો બોટાદ જિલ્લો

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અંતર્ગત “અવસર” કેમ્પેઇન તેમજ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે રાજ્યનાં તમામ જિલ્લાઓમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. ત્યારે બોટાદ જિલ્લો પણ આ શુભ “અવસર”નાં ઉમંગે અને લોકશાહીનાં રંગે રંગાયો છે. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી બી.એ.શાહનાં માર્ગદર્શન હેઠળ બોટાદમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સ્વીપ પ્રવૃત્તિ અન્વયે અવનવાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે જેનાં થકી સામાન્ય નાગરીકોને લોકશાહીનાં મહાપર્વમાં જોડાવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરવા ગામે સરકારી હાઇસ્કૂલ ખાતે મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા તેમજ રેલી સહિતનાં કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓએ હોંશે-હોંશે ભાગ લીધો હતો.…

Read More

“વોટ આપવાનું ભૂલતા નહીં”- બોટાદ જિલ્લામાં મતદાન જાગૃત્તિ માટે બેનર લાગ્યા

હિન્દ ન્યુઝ, બોટાદ બોટાદ જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ અન્વયે જિલ્લાનાં તમામ વિધાનસભા મતવિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી SVEEP અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓ, જાહેર સ્થળો અને વધુ લોકોની અવરજવર થતી હોય તેવાં જાહેર સ્થળો અને રસ્તાઓ પર “અવસર અભિયાન” અંતર્ગત “વોટ આપવાનું ભૂલતા નહીં”નાં બેનર દ્વારા મતદાન જાગૃતિ કરવામાં આવી છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

તા.૨૦ મી ના રોજ બોટાદ ખાતે યોજાનારા કાર્યક્રમમાં માન.વડાપ્રધાનની સુરક્ષા અને સલામતીના કારણોસર બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ તરફથી જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

હિન્દ ન્યુઝ, બોટાદ માન.વડાપ્રધાન આગામી તા.૨૦/૧૧/૨૦૨૨ ના રોજ બોટાદ શહેરમાં ત્રિકોણી ખોડીયાર ખાતે ચૂંટણી પ્રચારઅર્થે પ્બ્લીક મીટીંગ કાર્યક્રમમાં પધારનાર છે. માન.વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા તેમજ મહાનુભાવશ્રીની સલામતી વ્યવસ્થાના ભાગરૂપે બોટાદના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ મુકેશ પરમારે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા બોટાદ જિલ્લામાં આગામી તા.૧૮/૧૧/૨૦૨૨ થી તા.૨૦/૧૧/૨૦૨૨ સુધી સુરક્ષા અને સલામતીના કારણોસર ત્રિકોણી ખોડીયાર ખાતે કાર્યક્રમના સ્થળથી ૧ કિ.મી.ની ત્રિજ્યામાં જમીનથી આકાશ તરફ ઉડાડવામાં આવતા તુક્કલ, પતંગ, ફુગ્ગા, ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનારને ભારતના ફોજદારી અધિનિયમ (સને-૧૮૬૦ ના ૪૫ માં અધિનિયમ) ની કલમ-૧૮૮ મુજબ સજા…

Read More