શૈશવ દ્વારા ૧૪ થી ૨૦ નવેમ્બર બાળ અધિકાર સપ્તાહના ભાગરૂપે ઓનલાઈન સેફટી અંગે વિદ્યાર્થી જાગૃતિ

હિન્દ ન્યુઝ, ભાવનગર  ભાવનગર તથા નર્મદા જિલ્લામાં કાર્યરત જાણીતી સંસ્થા શૈશવ દ્વારા ૧૪ નવેમ્બર રાષ્ટ્રીય બાળદિન તથા ૨૦ નવેમ્બર આંતરરાષ્ટ્રીય બાળદિન તેમજ ભાવનગરના પૂર્ધન્ય કેળવણીકારો પૂ.શ્રી નાનાભાઈ, ગિજુભાઈ તથા હરભાઈની જન્મજયંતીને ધ્યાનમાં લઇ દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ અધિકાર સપ્તાહની ઉજવણી વિશિષ્ટ અને અત્યંત મૂલ્યવાન ‘ઓનલાઈન સેફટી’ ના મુદ્દાને લઈને કરવામાં આવી રહી છે. જિલ્લા શિક્ષણાધિકારી ના સહયોગથી શહેરની શાળાઓને આવરી લઇ શરુ કરવામાં આવેલ કાર્યક્રમના ભાગરૂપે શૈશવના કાર્યકરો દ્વારા મોબાઈલ ફોનનો અતિરેક તથા ટેકનોલોજીના પ્રભાવમાં સારાનરસાનો વિવેક ન રાખવાથી તથા નુકશાનને ધ્યાનમાં લઇ બાળકોમાં જાગૃતિ આવે તે…

Read More

વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC ઉપરાંત અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય રહેશે

હિન્દ ન્યુઝ, ભુજ  ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે. રાજ્યમાં આગામી પ્રથમ તબક્કાના કુલ-૮૯ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ અને બીજા તબકકાના કુલ-૯૩ વિધાનસભા મતવિભાગોની બેઠકોની સામાન્ય ચૂંટણી તા.૦૫/૧૨/૨૦૨૨ના રોજ યોજાનાર છે જેમાં ચૂંટણીના દિવસે મતદારની ઓળખ માટે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરવાનું રહેશે. જે મતદાર મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ ન કરી શકે તો તેની અવેજીમાં અન્ય ૧૨ દસ્તાવેજો…

Read More

106-ગઢડા અને 107-બોટાદ મતદાર વિભાગમાં કુલ 14 મતદાન મથકો સખી મતદાન મથક તરીકે કાર્યરત થશે

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લામાં મહિલાઓ મતદાન કરવા માટે પ્રેરાય અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે તે હેતુસર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બી.એ.શાહના માર્ગદર્શન હેઠળ 106-ગઢડા મતદાર વિભાગમાં 7 અને 107-બોટાદ મતદાર વિભાગમાં 7 મળીને કુલ 14 મતદાન મથકો “ખાસ સખી મતદાન મથક” તરીકે કાર્યરત થશે. 106-ગઢડા વિધાનસભા મતદાર વિભાગમાં 64-વલ્લભીપુર-1, 70 વલ્લભીપુર-7, 99 હરીપર-2,118-બોડકી, 124- વિરડી, 240-ઉમરાળા-4 પોલીસ સ્ટેશન પાસે અને…

Read More

બોટાદ જિલ્લામાં સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંક

હિન્દ ન્યુઝ, બોટાદ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ અન્વયે આદર્શ આચારસંહિતાનો ચુસ્તપણે અમલ થાય તેમજ ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા ભયમુક્ત, સ્વતંત્ર અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી દરમ્યાન એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયાનો દૂરુપયોગ અટકાવવા સંબંધી મોનીટરીંગની કામગીરી અર્થે બોટાદ જિલ્લાનાં નોડલ અધિકારી તરીકે નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલની નિમણૂંકની કરવામાં આવી છે. ઉપરાંત વધુ માહિતી માટે નોડલ અધિકારી (એસ.એમ.એસ તથા સોશિયલ મિડીયા) મહર્ષિ રાવલનો મો. ૯૯૭૮૪ ૦૭૯૮૮ પર સંપર્ક કરવા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ. બળોલિયાની યાદીમાં જણાવાયું છે. રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Read More

શ્રમયોગીઓ મતદાન કરી શકે તે માટે મતદાનના દિવસે સવેતન રજા અપાશે

હિન્દ ન્યુઝ, આબોટાદ આગામી તાઃ ૦૧-૧૨-૨૦૨૨ ના રોજ બોટાદ જિલ્લામાં ૧૦૬-ગઢડા અને ૧૦૭-બોટાદ -વિધાનસભા ચૂંટણી-૨૦૨૨ માટે મતદાન યોજાનાર છે. જેથી ગુજરાત દુકાનો અને સંસ્થા અધિનિયમ-૧૯૪૮, કારખાના અધિનિયમ-૧૯૪૮, બિલ્ડીંગ એન્ડ અધર કન્સ્ટ્રકશન વર્કર્સ એકટ-૧૯૯૬, કોન્ટ્રાકટ લેબર-૧૯૭૦ હેઠળ નોંધણી થયેલ સંસ્થા / સાઈટ પરના શ્રમયોગીઓ મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે તેમને સવેતન રજા આપવાની રહેશે તેમ મદદનીશ ખેતી નિયામકશ્રી(ગુ.નિ) નોડલ ઓફિસર ફોર માઈગ્રેટરી ઈલેક્ટર્સ, બોટાદની યાદીમાં જણાવાયું છે. આ જોગવાઈ અનુસાર રજા જાહેર કરવાને કારણે સબંધિત શ્રમયોગીઓ – કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવાની રહેશે નહી. રજાના કારણે શ્રમયોગી…

Read More

બોટાદ જિલ્લાનાં ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલી યોજાઇ

હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022ને અનુલક્ષીને બોટાદ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. ભરત વઢેર તેમજ નાયબ જિલ્લા શિક્ષણાધિકારી પ્રભાતસિંહ મોરીના માર્ગદર્શન હેઠળ સ્વીપ પ્રવૃત્તિ અન્વયે બોટાદ જિલ્લાની શાળાઓ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા મતદાન માટેનાં જાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. ત્યારે બોટાદની ખોપાળા ગામની જીવનશાળા દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લાના ખોપાળા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા “દેશનાં વિકાસમાં કરીએ યોગદાન-હર હાલતમાં કરીએ મતદાન”, “મેરી શાન-વોટ કા નિશાન”, “અપના અમુલ્ય વોટ દેકર બને દેશ કે…

Read More

બોટાદ જિલ્લાની બન્ને વિધાનસભા બેઠકોનાં જનરલ ઓબ્ઝર્વરઓનું આગમન

હિન્દ ન્યુઝ, બોટાદ ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લાના ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે સાંતનું ગોયેલ(IAS) અને ૧૦૭-બોટાદ વિધાનસભા મત વિસ્તાર માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે જી. શ્રીકાંત (IAS) ની નિમણૂંક કરવામાં આવી છે. આ બન્ને જનરલ ઓબ્ઝર્વરઓનુ બોટાદ જિલ્લામાં આગમન થઈ ગયું છે. વિધાનસભાની આ સામાન્ય ચૂંટણી અન્વયે ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તાર માટે કોઈ વ્યક્તિને ચૂંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો ૧૦૬-ગઢડા વિધાનસભા મત વિસ્તારનાં જનરલ ઓબ્ઝર્વર સાંતનું ગોયેલને મો. નં. ૮૪૬૯૦ ૧૫૩૨૦, લેન્ડ લાઈન નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૧ અને ફેક્સ નં. ૦૨૮૪૯-૨૯૯૧૨૬ ઉપર…

Read More

વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ માટે ઉમેદવારી કરવાના અંતિમ દિવસે 38 મળીને બોટાદ જિલ્લામાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ હિન્દ ન્યુઝ, બોટાદ વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ આદર્શ આચારસંહિતા અમલી છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા પ્રથમ ચરણના મતદાન માટે ઉમેદવારી કરવાની અંતિમ દિવસે આજે તા.૧૪ નવેમ્બર,૨૦૨૨ના રોજ બોટાદ જિલ્લામાં અંતિમ દિને કુલ 28 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 42 ફોર્મ ભરવામાં આવ્યા છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, 107 બોટાદ વિધાનસભા મતવિસ્તારમાં અંતિમ દિને 19 ઉમેદવાર દ્વારા 24 ફોર્મ અને અગાઉ 4 ઉમેદવાર દ્વારા ભરાયેલા 4 ફોર્મ મળી કુલ 23 ઉમેદવારો દ્વારા 28 ફોર્મ ભરવામાં આવ્યા છે. જ્યારે 106 ગઢડા વિધાનસભામાં…

Read More

ગીર સોમનાથઃ સોરઠની શાન સમા સિંહના મ્હોરાઓ પહેરી વિદ્યાર્થીઓએ આપ્યો મતદાર જાગૃતિનો સંદેશ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ        ગીર સોમનાથ જિલ્લામાં તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ વિધાનસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. લોકશાહીના આ મહાપર્વમાં ગીર સોમનાથના ૯.૯૯.૪૧૫ મતદારો નોંધાયા છે. વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે તમામ મતદારોમાં જાગૃતી આવે તે હેતુથી મોડેલ સ્કૂલ ઈણાજ અને આસપાસની સ્કૂલના ૪૭૦ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય રેલીનું આયોજન કરી અને મતદાન અવશ્ય કરવાની અપીલ કરવામાં આવી હતી.        સ્કૂલના તમામ વિદ્યાર્થીઓએ સોરઠની શાન એવા સિંહના મહોરાઓ પહેરીને ‘મારૂ મત, મારૂ ભવિષ્ય’ તેમજ ‘હર ઘર મે સંદેશ દો, વોટ દો….વોટ દો’ તેમજ વ્યસ્ત કામમાંથી સમય કાઢી મતદાન અવશ્ય કરજો એવી અપીલ…

Read More

ગીર સોમનાથ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા ચૂંટણી કાર્યાલય અંગે જાહેરનામું

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વિધાનસભા સામાન્ય ચૂંટણી–૨૦૨૨ અનુસંધાને કોઈપણ ઉમેદવાર કે સંભવિત ઉમેદવાર કે કોઈપણ રાજકીય પક્ષ કે કોઈપણ વ્યકિત/સંસ્થાને ચૂંટણીના હેતુ માટે ખોલવાનું થતું ચૂંટણી કાર્યાલય ઉકત ચૂંટણી માટે નિયત થયેલ મતદાન મથકથી ૨૦૦ મીટરના વિસ્તારમાં તેમજ કોઈપણ માન્ય શૈક્ષણિક સંસ્થા/હોસ્પિટલની લગોલગ તેમજ ધાર્મિક સ્થળમાં ખોલવા માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેરનામા અનુસાર ઉક્ત વિસ્તારમાં ચૂંટણી કાર્યાલયો ખોલવામાં આવે તો વિદ્યાર્થીઓને, દર્દીઓને, દર્શનાર્થીઓ/ શ્રદ્ધાળુઓને તેમજ મતદાનના દિવસે મતદારોને વિક્ષેપ પડવાની અને ટ્રાફિકની ગેરવ્યવસ્થા થવાની પુરેપુરી સંભાવના રહેલી છે. જેથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય તે માટે ગીર…

Read More