જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર ના કોઠીગામ ની સીમ માંથી માદક-પદાર્થ ગાંજા ઝડપાયો

હિન્દ ન્યુઝ, જસદણ             વાવેતર નો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા, રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા, પો.સબ ઇન્સ, એચ એમ,રાણા, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા એસ.ઓ.જી સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે હકિકત મળેલ કે દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ જાતે બાબર રહે. કોઠી ગામની પાંચકોશી સીમ, પાવર હાઉસ ની પાછળ તા.જસદણ જી.રાજકોટ વાળો…

Read More

ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ દ્વારા બાયડ તાલુકાનાં આંબલીયારા ગામમાં પ્રથમ વર્ષ આયોજિત દશેરાના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન તેમજ મહાઆરતી, તલવારબાજી નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, બાયડ ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટ ના પ્રદેશ પ્રમુખ મહેશસિંહ ઠાકોર તેમજ બાયડ-માલપુર તાલુકાનાં ભાથીજી ક્ષત્રીય ઠાકોર સેવા ટ્રસ્ટના તમામ આગેવાનો તેમજ તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા તેમજ સમગ્ર આંબલીયારા ના ગ્રામજનો પણ હાજર રહ્યા હતા તેમજ સમાજ ના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ક્ષત્રીયો ની પરંમપરાગત રીતે શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતુ. રિપોર્ટર : હિરેન બારીયા, બાયડ

Read More

વિશ્વ હિન્દૂ પરિષદ ને બજરંગ દળ થરાદ દ્વારા શસ્ત્રપુજન કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, થરાદ થરાદમાં આવેલ હડકાઈ માતાજીના મંદિર ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું આજ રોજ બનાસકાંઠા ના છેવાડે આવેલ થરાદ નગર ખાતે આવેલ હડકાઈ માતા ના મંદિર મા બજરંગ દળ ને વિશ્વ હિન્દૂ પરિષદ દ્વાર શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાસ્ત્રીજી દ્વારા મંત્રોચાર દ્વારા વિધિવધ આરતી સ્તુતિ કરી ને શસ્ત્રો નુ પૂજન કરવામાં આવેલ જેમાં વિશ્વ હિન્દૂ પરિષદ ના મેમ્બરો ને બજરંગ દળ ના સંયોજકોને દુર્ગા વાહિની ની બેનો દ્વારા પૂજા અર્ચના કરી ને શક્તિ પ્રદર્સન તથા જય ભવાની ના નારા સાથે કરવામા આવેલ આ પ્રસંગે…

Read More

વિજયાદશમીના દિવસે હિન્દુ સેના દ્વારા થયું શસ્ત્ર પૂજન

હિન્દ ન્યુઝ, જામનગર જામનગરમાં વિજયાદશમી મહાપર્વના દિવસે આપણે સૌ સર્વ શક્તિ, આનંદ, ઉત્સાહ, ઉમંગ સાથે ભગવાન શ્રી રામચંદ્રજી ના વિજય ઉત્સવ કે જેઓ આસુરી શક્તિનો નાશ કરવા ધરતી ઉપર જન્મ લીધો હતો તેમજ માં આદ્યશક્તિ નો અશુરો પરનો વિજય ઉત્સવ, માં દુર્ગાનું પૂજન ઉત્સવ થકી રાષ્ટ્ર, ધર્મ અને સંસ્કૃતિની સુરક્ષા માટે કાર્યરત થઈ એ આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પરમ પિતા શિવ, માતા શિવા નું સાનિધ્ય પ્રાપ્ત થાય તે દુર્ગમ માર્ગ યાત્રા સરળ અને સહજ બને તેવી ભગવાન ને પ્રાર્થના સાથે માતાજીના સ્વરૂપ એવી ક્રિષા પાઠક, શોર્યા ભટ્ટ ના…

Read More

રાષ્ટ્રીય કિસાન સંગઠન ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે ધરપકડ

હિન્દ ન્યુઝ, લાખણી બનાસકાંઠાના રાષ્ટ્રીય કિસાન સંગઠન ના ખેડૂત નેતા દોલાભાઈ ખાગડા ની વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ઘાણા મુકામે ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યાથી આગથળા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા ના તમામ હોદ્દેદારો દ્વારા બનાસકાંઠા ના તમામ તાલુકા મથકે દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન મા લખીમપુર માં શાંતિ પુણ્ય આંદોલન કરી રહેલા ખેડૂતો ના ટોળા ઉપર કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી ના પુત્ર દ્વારા પુર ઝડપે ગાડી ચડાવી ખેડૂતો ની હત્યા કરવામાં આવી તેમાં ગુનેગારો ને કડક સજા થાય અને ખેડૂતો ને ન્યાય મળે તે…

Read More

જસદણ વીછીયા બાયપાસ રોડ પર એક બિનવારસી ખૂંટ ને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતાં ખૂંટ ને પેટના ભાગે ગંભીર ઇજા

હિન્દ ન્યુઝ, જશદણ જસદણમાં ગત રાત્રી દરમિયાન જસદણ વીછીયા બાયપાસ રોડ પર એક બિનવારસી ખૂંટ ને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતાં ખૂંટ ને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી, આ વાત ની જાણ થતાં જસદણ ના જીવદયા પ્રેમી પ્રફુલભાઈ મકવાણા, વિક્રમભાઈ રાઠોડ, સાગરભાઈ રાઠોડ, રોહિત ભૂવા, મનીષભાઈ શાસ્ત્રી, વિરાજભાઈ ભૂવા તથા કિશન ભાઈ અને મેહુલભાઈ રબારી ની ટીમ સ્થળ પર પહોંચી સરકારી પશુ ડોકટર ની મદદ થી પ્રાથમિક સારવાર આપી હતી. સવારે વધુ સારવાર ની જરૂર પડતાં એ ખૂંટ ને સરદાર પટેલ એનિમલ કેર સેન્ટર રાજકોટની મદદ થી દીપકભાઈ તથા…

Read More

શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા

હિન્દ ન્યુઝ, દિયોદર તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના રોજ નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ગમાનસિહ વાઘેલા, કોલેજના પ્રાધ્યાપક ભરતભાઈ ઠાકોર, રવિભાઈ માધુ, ભાવુભા વાઘેલા, ભરતભાઈ રાઠોડ, વિનોદભાઈ ચૌધરી, ડોલીબેન શાહ, રામી ઈશાનીબેન, કિર્તીભાઈ ઘાઘોસ, કિરણબેન પટેલ, સહાયક જહાભાઈ દેસાઈ, વિષ્ણુભાઈ દેસાઈ અને બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન વિદ્યાર્થી જસાલિયા મનોજભાઈએ કર્યું હતું. આ કાર્યક્રમના અંતે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમની આભારવિધિ ક્લાર્ક વિષ્ણુભાઈ પ્રજાપતિએ કરી હતી. શ્રી ઊણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ઉણમા તા-૧૪/૧૦/૨૦૨૧ ને ગુરૂવાર ના…

Read More

લાખણી તાલુકાના ગણતા ગામે ગોગા મહારાજની મુર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી ઉજવાયો

હિન્દ ન્યુઝ, લાખણી રાજપૂત (જોજા) કુળની રક્ષા કરનાર ઈષ્ટ દેવ શ્રી ગોગા મહારાજ (રૂપાબાપુના ગોગા) અને ભુવાજી રામાજી બાપુની જુબાનના ટીચવે વાત માંડનાર દેવની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જેમાં ૧૦૧ થી વધુ સ્કોર્પિયો ગાડી અને ૧૦૦ થી વધુ બાઈક- બુલેટના કાફલા દ્વારા ગોગા મહારાજની મુર્તિ લેવા વાવ તાલુકાના ઢિમા ધામે ગયા હતા. જ્યાંથી ડીજે અને વાગતા ઢોલે ગણતા ગોગા મહારાજ મંદિર સુધી હજારોની જન મેદની ઉમટી પડી હતી.કોરોનાની ગાઈડ લાઈનના ચુસ્ત પાલન સાથે રસ્તામાં અન્ય ગામોના લોકો દ્વારા પણ બાપુના ઠેર-ઠેર સામૈયા અને ફુલહારથી વધાવી ઉમળકાભેર સ્વાગત…

Read More

નવરાત્રીના પાવન પર્વે ૧૦૯ દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપી જગદંબા સ્વરૂપા નારીશક્તિની આરાધના કરતો ભાવનગરનો નિજાનંદ પરિવાર

હિન્દ ન્યુઝ, ભાવનગર નવરાત્રી એટલે માં જગદંબાની આરાધના કરવાનો અવસર, કાલાવાલા કરવાનો તહેવાર. ભારત દેશમાં નારીને શક્તિ તરીકે પૂજવામાં આવતી હોય, નારીશક્તિનું પૂજન- અર્ચન કરવામાં આવતું હોય ત્યાં તેનું મહિમામંડન ન થાય તો જ નવાઇ….. ભાવનગરની નિજાનંદ પરિવાર સંસ્થા પણ એક આવી જ સંસ્થા છે. જે સમાજના વિવિધ ક્ષેત્રમાં સામાજિક પ્રદાન દ્વારા સમાજોત્થાનનું કાર્ય કરી રહી છે. અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે ત્યારે જગદંબા સ્વરૂપા દિકરીઓને શ્રૃંગારનો શણગાર આપીને આ પરિવારે ‘બેટી વધાવો – બેટી પઢાવો – બેટી બચાવો’ ને સાર્થક કરવાનો પ્રયાસ કર્યો છે. નગદુર્ગા સમાન દિકરીઓને રાજી…

Read More

ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર કલેક્ટરએ ઘોઘા તાલુકાના ઉખરલાં ગામની મુલાકાત લઇને છેલ્લાં એક વર્ષ દરમિયાન જન્મેલ દિકરીના ઘરની મુલાકાત લઇ દીકરી જન્મના વધામણાં કર્યા હતાં. તેમની સાથે જિલ્લા પંચાયતના પ્રમુખ ભરતસિંહ ગોહિલ પણ જોડાયાં હતાં. ભાવનગર કલેક્ટરએ નવરાત્રીના નવલાં દિવસો દરમિયાન તેમની રૂટીન મુલાકાત દરમિયાન ઉખરલાં ગામમાં જન્મેલ દિકરીઓના ઘરે ઢોલ- નગારાં સાથે ગામના આગેવાનો સાથે પહોચ્યાં હતાં. કલેક્ટરએ આ રીતે રાજ્ય સરકાર દ્વારા ‘બેટી બચાવો- બેટી પઢાવો’ના અભિયાનમાં સૂર પૂરાવ્યો હતો. સમાજમાં દિકરો- દીકરી એક સમાન છે તેનો સંદેશ પણ કલેક્ટરએ આ રીતે આપ્યો હતો. કલેક્ટરએ ‘બેટી બચાવો- બેટી…

Read More