જસદણ વીછીયા બાયપાસ રોડ પર એક બિનવારસી ખૂંટ ને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતાં ખૂંટ ને પેટના ભાગે ગંભીર ઇજા

હિન્દ ન્યુઝ, જશદણ

જસદણમાં ગત રાત્રી દરમિયાન જસદણ વીછીયા બાયપાસ રોડ પર એક બિનવારસી ખૂંટ ને કોઈ અજાણ્યા વાહને ઠોકર મારતાં ખૂંટ ને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી, આ વાત ની જાણ થતાં જસદણ ના જીવદયા પ્રેમી પ્રફુલભાઈ મકવાણા, વિક્રમભાઈ રાઠોડ, સાગરભાઈ રાઠોડ, રોહિત ભૂવા, મનીષભાઈ શાસ્ત્રી, વિરાજભાઈ ભૂવા તથા કિશન ભાઈ અને મેહુલભાઈ રબારી ની ટીમ સ્થળ પર પહોંચી સરકારી પશુ ડોકટર ની મદદ થી પ્રાથમિક સારવાર આપી હતી. સવારે વધુ સારવાર ની જરૂર પડતાં એ ખૂંટ ને સરદાર પટેલ એનિમલ કેર સેન્ટર રાજકોટની મદદ થી દીપકભાઈ તથા ગોવિંદભાઈ એ સરધાર રામદૂત ગૌ શાળા એ મોકલેલ છે. આ સમગ્ર સેવાકીય કામગીરીમાં રામદૂત ગૌ શાળા સરધાર નો ખુબજ સારો સહયોગ રહ્યો છે. જેને પશુ ને કોઈ જાનહાનિ વગર રેસકયુ કરવા માટે હાઇડ્રોલિક વાળી ગાડી મોકલી તેમાં ઘાયલ ખૂંટ ને સારવાર કરવામાં મદદ કરી છે.

રિપોર્ટર : વિજય ચાંવ, જશદણ

Related posts

Leave a Comment