જસદણ પોલીસ સ્ટેશન વિસ્તાર ના કોઠીગામ ની સીમ માંથી માદક-પદાર્થ ગાંજા ઝડપાયો

હિન્દ ન્યુઝ, જસદણ

            વાવેતર નો મોટો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.બ્રાંચ, રાજકોટ ગ્રામ્ય, રાજકોટ પોલીસ અધિક્ષક બલરામ મીણા, રાજકોટ ગ્રામ્ય રાજકોટનાઓએ રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા માટે સુચના આપેલ જે અનુસંધાને એસ.ઓ.જી પો.ઇન્સ એસ.એમ.જાડેજા, પો.સબ ઇન્સ, એચ એમ,રાણા, પો.સબ.ઇન્સ. જી.જે.ઝાલા એસ.ઓ.જી સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ જયવિરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેષભાઇ અગ્રાવત, રણજીતભાઇ ધાધલ ને ખાનગી રાહે હકિકત મળેલ કે દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ જાતે બાબર રહે. કોઠી ગામની પાંચકોશી સીમ, પાવર હાઉસ ની પાછળ તા.જસદણ જી.રાજકોટ વાળો પોતાની વારસાયી ની ખેતીની જમીનમાં ગેર કાયદેસર રીતે નાર્કોટીકસ-માદકપદાર્થ (ગાંજા) ના છોડ નુ વાવેતર કરેલ છે તેવી ચોક્કસ અને ભરોસાપાત્ર હકિકત આધારે હકિકત વાળી જગ્યા એ રેઇડ કરતા મજકુર ના કબ્જા ભોગવટા વાળી વાડી પડા માંથી કપાસ ના વાવેતર વચ્ચે થી ગાંજાના નાના-મોટા છોડ નંગ-૨૯ કુલ વજન ૫ કિલો ૨૮૧ ગ્રામ કિં.રૂ.૩૬,૯૬૭/- સાથે આરોપી ને ઝડપી પાડી જસદણ પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ એક્ટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ છે .પકડાયેલ આરોપી દિનેશભાઇ ગોરધનભાઇ ચૌહાણ જાતે બાબર ઉ.વ.-૩૬ ધંધો-ખેતી રહે કોઠી ગામની પાંચકોશી સીમ, પાવર હાઉસ ની પાછળ તા.જસદણ જી.રાજકોટ હોવાનું જણાય આવેલ છે.

રિપોર્ટર : વિજય ચાંવ જસદણ

Related posts

Leave a Comment