“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ૧૨-ઓગસ્ટના મોરબીમાં એથ્લેટીક્સ રમતોનું આયોજન

હિન્દ ન્યુઝ, મોરબી મોરબી સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર તાબા હેઠળની જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, મોરબીની કચેરી દ્વારા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત મોરબી જિલ્લાના અંડર-૧૯ ભાઇઓ માટે એથ્લેટીક્સ રમતની ૧૦૦ મી., ૨૦૦ મી., ૪૦૦ મી., ૮૦૦ મી., તથા ૧૫૦૦ મી દોડ (સ્પ્રીન્ટ) સ્પર્ધાનું આયોજન તારીખ ૧૨/૦૮/૨૦૨૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ન્યૂએરા ગ્લોબલ સ્કુલ, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે યોજાશે. આ સ્પર્ધામાં તા.૧૫/૦૮/૨૦૦૨ થી તા.૧૪/૦૮/૨૦૦૭ વચ્ચે જન્મેલા એટલે કે ૧૯ વર્ષથી નીચેના અને ૧૪ વર્ષથી ઉપરની વયના ભાગ લેવા ઇચ્છુક ભાઇઓએ સ્પર્ધા સ્થળે પોતાના આધાર કાર્ડની નકલ સાથે સમયસર…

Read More

અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પ્રતિબંધાત્મક આદેશ જારી કરાયા

હિન્દ ન્યુઝ, અમરેલી આગામી દિવસોમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિવસનો તહેવાર આવતો હોય તેમજ હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અમરેલી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.વી.વાળાએ કેટલાક કૃત્યો પર મનાઈ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામામાં જણાવેલ છે કે તા. ૭/૮/૨૦૨૧ થી તા. ૨૧/૮/૨૦૨૧ સુધી સમગ્ર અમરેલી જિલ્લાના વિસ્તારમાં કોઇપણ ઇસમે શસ્ત્રો, દંડા, તલવાર, ભાલા, સોટા, બંદુક, ચપ્પુ, લાકડી અથવા લાઠી કે શારીરિક ઇજા-હિંસા પહોંચાડવા ઉપયોગી થઇ શકે તેવી કોઇપણ ચીજવસ્તુ, સ્ફોટક પદાર્થ અથવા પથ્થરો સાથે ઘર બહાર નીકળવું નહિ. કોઇ આકૃત્તિઓ અથવા…

Read More

ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કરતાં મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકી

હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે આજે મત્યોદ્યોગ મંત્રી પરસોત્તમભાઇ સોલંકીએ ઘોઘા સરતળાવ થી જૂની જેટી રોડ અને ઘોઘા થી નવા રતનપર રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ ખાતમુહૂર્ત અવસરે મંત્રીએ જણાવ્યું કે, ૧૦ વર્ષ પહેલાં આ વિસ્તાર ઘણો પછાત ગણાતો હતો. તેની જગ્યાએ આજે ઘોઘા રો-રો ફેરી જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સગવડો ઘોઘામાં શરૂ થઇ છે. ઘોઘામાં રાજ્ય સરકારની સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના હેઠળ ઘોઘા અને કૂડામાં કસ્તૂરબા ગાંધી વિદ્યાલય બનવાનાં છે. તેમણે જણાવ્યું કે, ઘોઘામાં આ સિવાય ધો-૧૨ સાયન્સની શાળા પણ શરૂ થવાં જઇ રહી છે. આ અગાઉ અહીંયા…

Read More

પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મુલાકાત લેતા મ્યુનિ. કમિશનર અમિત અરોરા

હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલમાં ભાવનગર રોડ પર કે.એસ.ડીઝલ સામે પાંચ ટન ક્ષમતાના નવા બની રહેલા ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ સેન્ટર (કચરામાંથી ખાતર બનાવવા) અને કોઠારિયામાં બની રહેલા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશનની મ્યુનિ. કમિશનર શ્રી અમિત અરોરાએ મુલાકાત લઈ ચાલુ કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત કમિશનરએ ઇલેક્ટ્રિક બસ માટે ભાવનગર રોડ પર બનાવવામાં આવી રહેલા ચાર્જિંગ સ્ટેશનની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરી હતી. ૮૦ ફૂટ રોડ પર જ કાર્યરત્ત મટિરિયલ રિકવરી ફેસિલિટી સેન્ટરની કામગીરી પણ તેમણે નિહાળી હતી અને પ્રગતિમાં રહેલા કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના આપી હતી.  …

Read More

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈને “One District One Green Champion” એવોર્ડ એનાયત કરાયો

હિન્દ ન્યુઝ, ડાંગ ડાંગ જિલ્લાના જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈને “One District One Green Champion” એવોર્ડ એનાયત થયો છે. ભારત સરકારના શિક્ષણ વિભાગ હસ્તકના મહાત્મા ગાંધી નેશનલ કાઉન્સિલ ઓફ રૂરલ એજ્યુકેશન દ્વારા દેશભરની હાયર એજ્યુકેશન ધરાવતી સંસ્થાઓ માટે સંસ્થા અને પરિસરમા સ્વચ્છતા, જળ સંરક્ષણ, કોવિડ-૧૯ SOP નુ પાલન, સેનિટેશન પ્લાન, નકામા કચરાનુ વ્યવસ્થાપન, કેમ્પસમાગ્રીનરી, ઊર્જા વપરાશનુ નિયમન વિગેરે બાબતોનુ મૂલ્યાંકન કરાયુ હતુ. જેમા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન-વઘઈએ પણ ભાગ લીધો હતો.

Read More

ડાંગ જિલ્લાના નોંધાયેલા ખાનગી તબીબોની ક્ષય રોગ વિષયક તાલીમ યોજાઈ ; ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ મા પ્રાઇવેટ પ્રેકટીશનરોના સહયોગ માટે કરાઈ અપીલ

હિન્દ ન્યુઝ, ડાંગ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘ટીબી નાબુદી અભિયાન-૨૦૨૫’ ને સાકાર કરવા માટે ડાંગ જિલ્લાના તમામ ખાનગી તબીબોને સહયોગી થવાની હાંકલ કરતા અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિમાંશુ ગામીતે ભારત સરકારના આરોગ્ય મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, ક્ષય જેવા ગંભીર રોગને દેશવટો આપવા માટે જિલ્લામા નોંધાયેલા તમામ ખાનગી તબીબો આ બાબતે સંવેદનશીલતા કેળવે તેમ જણાવ્યુ હતુ.

Read More

આદિવાસી પ્રદેશ અગ્રણી ઓની ઉપસ્થિતિમાં તાલાલા ખાતે ધારાસભ્ય ભગવાનભાઇ બારડ ના અધ્યક્ષતા માં ઉજવાયો વિશ્વ આદિવાસી દિવસ

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ગીર-સોમનાથ ના પાટનગર એવા તાલાલા ગીર માં શ્રી બાઈ આશ્રમ ખાતે પ્રદેશ આદિવાસી અગ્રણીઓ ની ખાસ ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તાલાલા ના ધારાસભ્ય ભગવાનભાઈ બારડના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતો. આ કાર્યક્રમ માં આદિવાસી સમાજ દ્વારા દેશ વિદેશ માં પ્રચલિત આદિવાસી ધમાલ નૃત્ય નો ખાસ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં આર્ટિસ્ટ એશોશીયેશન ઓફ ગુજરાત (આ.ઓ.જી.) સંગઠન દ્વારા લોક ડાયરો પૂરો પાડીને કાર્યક્રમ ને રંગીન બનાવ્યો હતો જેમાં જિલ્લા આ.ઓ.જી. પ્રમુખ ગાયિકા રેખાબેન ગોંડલીયા તથા મહામંત્રી જાણીતા લોક સાહિત્યકાર રાજાભાઈ ગઢવીએ સૌ દર્શકોના દિલ જીતી લીધા…

Read More

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત રીતે ચુંટણી કરાઇ……

શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજ ના હોલમાં ખારવા સમાજ ની પરંપરાગત દર વર્ષ ની જેમ શ્રાવણ માસને એકમ ના દિવસે પટેલ ની ચુંટણી કરવામાં આવે છે. જેમાં આ વર્ષે પણ કામનાથ મહાદેવ ના મંદિર ના હોલમાં અધ્યક્ષો, ચોવતીયા, પંચ, સભ્યો મળતા જેમાં પટેલ તરીકે ઉમેદવારી કરવાની રજુઆત કરવામાં આવતા કોઈપણ સભ્ય પટેલ તરીકે આગેવાની કરવાની ના પાડતા હાજર રહેલ અધ્યક્ષ ચોવતીયા પંચ સભ્યો તથા ડાયરા ના પટેલઓ એ પટેલ તરીકે જીતુભાઇ કુહાડા ને બીન હરિફ જાહેર કરેલ આ સાથે જીતુભાઇ કુહાડા પટેલ ૧૭મી વખત ચૂંટાયેલા ને ૨ વખત ઉપ પટેલ…

Read More

ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો થરાદ તાલુકા અને શહેર દ્વારા મહાનુભાવો ની પ્રતિમાઓને સાફસફાઈ અને ફુલહાર કાર્યક્રમ

હિન્દ ન્યુઝ, થરાદ  ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા થરાદ શહેર અને તાલુકા દ્વારા થરાદમાં મહાનુભવો ની પ્રતિમાઓને જેમાં સ્વામી વિવેકાનંદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ, જગતા બા પટેલ અને થીરપાલ ધ્રુવ ની પ્રતિમાઓને સાફ-સફાઈ કરી અને ફૂલહાર કરવામાં આવ્યા.   જેમાં બનાસ બેન્ક ના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ, સંઘના ચેરમેન જીવરાજભાઈ પટેલ, થરાદ શહેર પ્રમુખ ચંપકલાલ ત્રિવેદી બંને મહામંત્રીઓ જહાભાઈ હડિયલ અને પ્રકાશભાઈ સોની થરાદ, રાજવી અર્જુનસિંહ વાઘેલા, તાલુકા મહામંત્રી અભેરામ ભાઈ રાજગોર, તાલુકા યુવા મોરચાના પ્રમુખ પ્રવિણભાઇ માળી અને મહામંત્રી નરેશભાઈ, યુવા શહેર પ્રમુખ હિતેશ વાણીયા મહામંત્રી દેવચંદભાઈ…

Read More