ક્ચ્છ ભુજ ઉમેદભવન ખાતે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ દ્વારા મિટિંગ નું આયોજન

હિન્દ ન્યૂઝ, ક્ચ્છ, ક્ચ્છ ભુજ ઉમેદભવન ખાતે તા.૦૧/૧૦/૨૦ ના રોજ ‘રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ કચ્છ’ જિલ્લા ના તમામ તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મિટિંગ રાખવામાં આવી હતી. જેમાં સંગઠન ના સંયોજક અને વડગામ ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણી સાથે ગુજરાત પ્રદેશ ના કનવીનર કમલેશભાઈ કટારીયા, ઉમેશભાઈ અને જિલ્લા ટીમ સાથે રહી સંગઠન ને વધુ મજબૂત બનાવવા આહવાન કરેલ અને આવનારા સમય મા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણી વિશે વ્યૂહરચના ઘડવામાં આવી હતી. રિપોર્ટર : રામજી સોંધરા, કચ્છ

Read More

છોટાઉદેપુર ખાતે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ.

હિન્દ ન્યૂઝ, છોટાઉદેપુર,  કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમોના અમલીકરણ થકી સૌનો વિકાસ થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. બાળકો માટે પણ સરકાર એટલી જ ચિંતિત છે. આમ, સરકાર સૌની ચિંતા કરે છે એમ છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન  રાઠવાએ જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ અને મહાત્મા ગાંધી ૧૫૧મી, જન્મ જયંતિ નિમિત્તે છોટાઉદેપુર ખાતે દરબાર હોલમાં આંગણવાડી, સેજા કચેરી અને બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોના ઇ-લોકાર્પણ, ઇ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફર્મેશન ટ્રેકીંગ એપ્લીકેશનના ઇ-લોન્ચિંગ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે પ્રધાનમંત્રી…

Read More

રાજપીપલાના ગાંધી ચોક ખાતે ભાજપ આગેવાનો દ્વારા ગાંધી જયંતી ની ઉજવણી

હિન્દ ન્યૂઝ, રાજપીપલાના, આજ રોજ ૨જી ઓકટોબર, મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે રાજપીપલા ગાંધી ચોક ખાતે નર્મદા જીલ્લા ભાજપના આગેવાનો તેમજ કાયૅકરો દ્વારા મહાત્મા ગાંધીજી ની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમ માં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવા તથા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ગજેન્દ્રસિંહ જાડેજા, રમણસિંહ રાઠોડ, કિરણભાઈ વસાવા, ભગવાનદાસ પટેલ, રાજેન્દ્રભાઈ પટેલ, રાજુભાઈ વસાવા તથા દિવ્યેશભાઈ વસાવા, કમલેશભાઈ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર : હિતેન્દ્ર વાસંદિયા, નર્મદા

Read More

છાપી રીક્ષા ચાલકો ની મુલાકાત લેતા ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના હોદેદારો

હિન્દ ન્યૂઝ, છાપી,  વડગામ તાલુકાના છાપી હાઈવે ખાતે ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન દ્વારા રીક્ષા ચાલકો ને પડતી હાલાકી ઓ ને લઈ એક મિટીગ નું આયોજન કરાયું હતું. જેમાં રીક્ષા ચાલકો ના મુળભુત પ્રશ્ર્નો નો ને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. છાપી તથા આજુબાજુના વિસ્તારમાં રીક્ષા ચલાવી પોતાનું પેટીયુ રળતા તમામ લોકોને પડતી હાલાકીઓ ની વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. જેમાં ગુજરાત ઓટો રીક્ષા ફેડરેશન ના પ્રમુખ જ્યંતિભાઈ પ્રજાપતિ તથા મહામંત્રી સાજીદ મકરાણી, પ્રવક્તા ઈમ્તિયાજભાઈ બનાસ ડેરી ના ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી, છાપી રીક્ષા યુનિયન ના પ્રમુખ શુરેશભાઈ ગૌસ્વામી , છાપી ગ્રામપંચાયત…

Read More

પાલનપુર ના કુંભલમેર ગામ માં કૌટુંબિક ઝઘડામાં મહિલા ને માર મારતા ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ..

હિન્દ ન્યૂઝ, પાલનપુર,   બનાસકાંઠાના પાલનપુર તાલુકાના મૂળ વતની લખુબેન શિવરામભાઈ પટેલ જે હાલ પાલનપુર ના બેચરપુરા ની વૃંદાવન સોસાયટીમાં રહે છે. જેઓ એ કુટુંબીક ઝગડા માં ગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પરિવાર સાથે કુંભલમેર પોતાના વતનને ગયા ત્યાંથી પોતાના ખેતર માં ગયા હતા. ત્યારે તેમના જેઠ લાલજીભાઈ હીરાભાઈ વાગડોદા પોતા ના પસુ બાંધવાના ખરાબા માં હાજર હતા અને તેવોએ બે દિવસ પહેલા અમારા સાસુ ને માર્યા હતા. પરંતુ શગા માં પોલીસ ફરિયાદ કોણ કરે તેવું માની પોલીસ ફરિયાદ ન કરી. જેથી તેમને તેમના જેઠ ને ઠપકો આપતા…

Read More