જિલ્લા બાળ સુરક્ષા એકમ, દીવ દ્રારા નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસના ઉપલક્ષમાં સામુહિક શપથ ગ્રહણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ    નશીલા પદાર્થોનો દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેનો આંતરરાષ્ટ્રીય દિવસએ નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામે સંયુક્ત રાષ્ટ્રનો આંતરરાષ્ટ્રીય દિવસ છે. જે દર વર્ષે ૨૬ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય નશીલા પદાર્થોના દુરુપયોગ મુક્ત વિશ્વના ધ્યેયને હાંસલ કરવા માટેના સકારાત્મક પગલાં અને સહકારને મજબૂત કરવા માટેનો છે. “નશા મુક્ત ભારત” માટે ભારત સરકાર દ્વારા સમાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦ નાં રોજ “નશા મુક્ત ભારત અભિયાન” ની શરૂઆત કરવામાં આવેલ હતી. આ અભિયાનનો…

Read More

દીવ ખાતે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકેની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ      25 જૂન, 1975 ના રોજ તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા સમગ્ર દેશમાં લાદવામાં આવેલ કટોકટીને આજે પચાસ વર્ષ પૂર્ણ થયા છે. આ દિવસને દર વર્ષે ભાજપ દ્વારા કાળા દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને દેશભરમાં વિરોધ માર્ચ કાઢવામાં આવે છે. આજે દીવ માં પણ ભારતીય જનતા પાર્ટી દમણ દિવ પ્રદેશના ઉપપ્રમુખ કિટીઝ વાઝાની આગેવાની હેઠળ દીવ કલેક્ટર કચેરી સુધી વિરોધ રેલી કાઢવામાં આવી હતી અને ઇમરજન્સી અને કોંગ્રેસનો વિરોધ કરી કાર્યકરોએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત દીવ જિલ્લા ભાજપ મહામંત્રી…

Read More

દીવના દરિયામાં ડૂબી ગયેલ મધ્યપ્રદેશના પ્રવીણ કુમારનો મૃતદેહ મળી આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ     ગતરોજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મધ્યપ્રદેશ ના વ્યક્તિ દરિયામાં પડી ગયેલ હોય જે 24 કલાક બાદ મળી આવેલ છે. બે દિવસ પહેલા છ કલાકે બંદર જીટીપર થી દરિયામાં પડી ગયેલ વ્યકિત નું બેગ મળતા તેમાં રહેલ વીઝીટીંગ કાર્ડ પરથી ફોન કરતા તેની ઓળખ થઈ હતી અને તેનું નામ પ્રવિણકુમાર છે, તેની ઉંમર 40 વર્ષની હતી અને તે મધ્યપ્રદેશ સોહાગપુર નો રહેવાસી હતો. તે દીવ ખાતે સિક્યુરિટી સુપરવાઇઝરની પ્રવેગમાં નોકરી કરવા દીવ આવ્યો હતો. 23 તારીખ થી નોકરી જોઈન્ટ કરવાનો હતો પરંતુ અચાનક જ આ ઘટના બનતા…

Read More

દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશનાં સાંસદ ઉમેશ પટેલ દ્વારા ટોરેન્ટ પાવરમાં ભ્રષ્ટાચાર થતાં હોવાના પગલે પ્રશાસકનાં સલાહકારને આવેદન પાઠવવામાં આવ્યું 

હિન્દ ન્યુઝ, દીવ        દમણ અને દીવ કેન્દ્રશાસિત પ્રદેશના ચૂંટાયેલ સાંસદ ઉમેશ પટેલે પ્રશાસકના સલાહકારને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ટોરેન્ટ પાવર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરે છે અને તેની યોગ્ય તપાસ થવી જોઈએ. દમણ અને દીવ વીજ વિભાગ હેઠળનો બાકીનો 49% હિસ્સો ટ્રાન્સફર કરવો જોઈએ નહીં.      વધુમાં જણાવ્યું હતું કે, જ્યારથી અમારા વિસ્તારમાં ટોરેન્ટ પાવરે સત્તા સંભાળી છે ત્યારથી લોકો સુસ્તી સેવા અને પાવર સ્ટીયરીંગ, નવા વીજ જોડાણ માટે લોકોને હેરાનગતિ, આવા ચાર્જીસ અને વ્હીલ્સની સંખ્યાને કારણે બિનજરૂરી વધારાના ચાર્જીસ વગેરેનો સામનો કરી રહ્યા છે. વ્યક્તિએ…

Read More

“દીવ જિલ્લામાં” યોજાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ”

હિન્દ ન્યુઝ, દીવ     તા.૨૧ જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની એક પહેલના ભાગરૂપે સમગ્ર વિશ્વ માં તા: ૨૧ ના રોજ “સ્વયમ અને સમાજ માટે” ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.  જેમાં નેહરુ યુવા કેન્દ્ર દીવ દ્વારા પણ સમગ્ર દીવ જિલ્લા માં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.      નેહરુ યુવા કેન્દ્ર દીવ દીવ દ્વારા સાઉદ વાળી બોય સ્કૂલ યોગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેહરુ યુવા કેન્દ્રના સ્વયંસેવકો એ હાજરી આપી તેમજ યુવક મંડળો પણ હાજર રહ્યા હતા.…

Read More

દીવ ખાતે ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન કરવામાં આવ્યું

હિન્દ ન્યુઝ, દીવ       દીવ જીલ્લાના કલેકટર ભાનું પ્રભા ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ, દીવ દ્વારા ૧૦માં ‘વિશ્વ યોગ દિવસ’ નું આયોજન બ્લુ ફ્લેગ બીચ, ઘોઘલા, દીવ ખાતે તા. ૨૧ જુન ૨૦૨૪, સવારે ૦૭:૦૦ કરવામાં આવેલ. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.       વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દશ્ય લોકોમાં યોગા પ્રત્યે જાગૃતતા લાવવાનો અને યોગાથી થતા ફાયદાઓ સમજી જીવનમાં અપનાવવાનો છે. ૧૦ માં વિશ્વ યોગ દિવસની થીમ ‘સ્વયં અને સમાજ માટે યોગ’ શરીર, મન, અને આત્મા ને આરોગ્ય અને સુખાકારી બનાવવા શારીરિક, માનસિક અને આધ્યાત્મિક…

Read More