હિન્દ ન્યુઝ, રાજકોટ ગુજરાતની શાળાઓમાં વિદ્યાર્થીઓને સ્વસ્થ આહાર અને પોષણનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ, બાળકોએ શપથ લીધા છે કે તેઓ જંક ફૂડ, સોફ્ટ ડ્રિંક્સ, અને વધુ પડતા ખારા, તેલવાળા કે ગળ્યા પદાર્થો ખાશે નહીં. આ પહેલનો ઉદ્દેશ્ય બાળકોને નાનપણથી જ સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. દરેક માતા-પિતા અને શિક્ષકો માટે આ એક ખુબ જ સારો સંદેશ છે. તમારા બાળકોને પણ આ અભિયાનમાં જોડો અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરો! રાજકોટ ગ્રામ્ય પ્રાંત અધિકારી વિમલ ચક્રવર્તી તથા નાયબ જિલ્લા વિકાસ અધિકારી જય ગોસ્વામી…
Read MoreCategory: Health
તણાવ અને માનસિક સ્વાસ્થ્યનો મેદસ્વીતા સાથેનો સંબંધ
હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરનાં સરદારનગર ખાતે મેદસ્વિતા મુક્ત ગુજરાત અંતર્ગત એક મહિનાની યોગ શિબિરનો પ્રારંભ
Read More‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે થશે સુપોષિત ગુજરાતનું નિર્માણ
હિન્દ ન્યુઝ, ભુજ કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર મહિનાને ‘પોષણ માસ’ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે તેનું આઠમું સંસ્કરણ યોજાઈ રહ્યું છે. સરકાર, નાગરીકો અને સંસ્થાઓના અથાગ પ્રયત્નોના પરીણામે પોષણ અભિયાન સાચા અર્થમાં જન આંદોલન બન્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યનાં બાળકો, માતાઓ અને કિશોરીઓને વધુ સુપોષિત બનાવવા અનેક પોષણલક્ષી યોજનાઓ અમલી બનાવી છે. આ વર્ષે દેશભરમાં તા. ૧૭ સપ્ટેમ્બરથી ૧૬ ઓક્ટોબર ૨૦૨૫ દરમિયાન પોષણ માસની ઊજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહી પોષણ દેશ રોશન’ના આહવાનને ચરિતાર્થ કરવા રાજ્ય…
Read Moreવલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન
હિન્દ ન્યુઝ, વલસાડ રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ, ગુજરાત સરકાર અંતર્ગત કાર્યરત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં ૭૫ સ્થળોએ ૩૦ દિવસીય રીઝલ્ટ ઓરીએન્ટેડ મેદસ્વિતા મુક્તિ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે વલસાડના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તથા વાપીના અંબામાતા મંદિર પરિસરમાં આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાનાં યોગ કોઓર્ડીનેટર પ્રિતીબેન વૈષ્ણવે જણાવ્યું કે, ૩૦ દિવસીય આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ લોકોને યોગ અને યોગ્ય આહાર દ્વારા…
Read Moreધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને તાત્કાલિક પ્રાથમિક સારવારઅપાઈ
હિન્દ ન્યુઝ, રાજકોટ ધોરાજીના મોટી પરબડી ગામના રોશનીબેન મકવાણાને અચાનક આંચકી, તાવ અને ઉલટી થતાં આયુષ્માન આરોગ્ય મંદીર, મોટી પરબડી દ્વારા તેમને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે GMERS હોસ્પિટલ, જુનાગઢ ખાતે ૧૦૮ દ્વારા રીફર કરી તેમની જિંદગી બચાવાઇ હતી. તા. ૦૨.૦૯.૨૫ની ફોલોઅપ તપાસ મુજબ રોશનીબેન મયુરભાઇ મકવાણા એકદમ સ્વસ્થ છે. અને તેના પરીવારે સી.એચ.ઓ. શ્રી નદીમભાઇ દસાડીયા, આર.બી.એસ.કે. ટીમના ડો. મોનિકાબેન, જુનાગઢની GMERS હોસ્પિટલના ડોક્ટરો તથા સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં આર.બી.એસ.કે. ટીમ દ્વારા કરવામાં આવતી કામગીરીનો વધુને વધુ બાળકોને લાભ…
Read Moreરાજકોટ જિલ્લા ખાતે ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ જિલ્લામાં તા.૧૭ સપ્ટેમ્બરથી તા.૧૬ ઓક્ટોબર દરમિયાન ૮માં રાષ્ટ્રીય પોષણ માસની ઉજવણી હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાશે. જિલ્લા કલેકટરશ્રી ઓમ પ્રકાશના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે આ અંગે બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ બેઠકમાં અધિકારીશ્રીઓને કામની સોપણી કરી, પરિણામલક્ષી કામગીરી કરવા ટકોર કરી હતી. પોષણ માસ દરમિયાન “સ્થૂળતા, પ્રારંભિક બાળસંભાળ અને શિક્ષણ, નવજાત શિશુ અને નાના બાળકોની ખોરાક પ્રથાઓ, પુરુષોની સહભાગિતા વધારવી અને વોકલ ફોર લોકલ” જેવા મહત્વના ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન અને અમલીકરણ કરવા જિલ્લાના અધિકારીઓને કલેકટરએ સૂચના…
Read Moreમગફળી ડાયેટરી ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે
હિન્દ ન્યુઝ, રાજકોટ ૧૦૦ ગ્રામ કાચી મગફળીમાં આશરે ૫૬૭ કેલરી, ૨૫.૮ ગ્રામ પ્રોટીન, ૪૯.૨ ગ્રામ ચરબી (મોટાભાગે મોનોઅનસેચ્યુરેટેડ અને પોલીઅનસેચ્યુરેટેડ) અને ૧૬.૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ્સ હોય છે. મગફળી ડાયેટરી ફાઇબરનો પણ સારો સ્ત્રોત છે, જે ૧૦૦ ગ્રામ દીઠ લગભગ ૮.૫ ગ્રામ, ખાંડ: ~4.7 ગ્રામ, વિટામિન-ઇ, પોટેશિયમ અને મેગ્નેશિયમ, ફોસ્ફરસ, અને કોપર જેવા વિવિધ વિટામિન અને ખનિજો પ્રદાન કરે છે. વિટામિન E એક શક્તિશાળી એન્ટીઑકિસડન્ટ જે રોગપ્રતિકારક શક્તિ આપે છે અને લોહીના લાલ રક્તકણો બનાવવામાં મહત્વનો ફાળો આપે છે. નિયાસિન (વિટામિન B3): મગજના જ્ઞાનાત્મક કાર્યમાં ફાળો આપે છે. ફોલેટ:…
Read Moreઆંગણવાડી કાર્યકર તેમજ મુખ્યસેવિકાની મહેનતથી દયાપરની કુપોષિત બાળકી આયેજા બની સ્વસ્થ
પોષણ માસ-૨૦૨૫ હિન્દ ન્યુઝ, ભુજ કચ્છ જિલ્લામાં કુપોષણ મુક્ત અભિયાનને વધુ વેગ મળ્યો છે. જે સંદર્ભે ફેબ્રુઆરી માસથી કચ્છ જિલ્લામાં “પોષણ સંગમ કાર્યક્રમ” અંતર્ગત આંગણવાડી કાર્યકર તથા મુખ્યસેવિકાની નિષ્ઠા અને સતત પ્રયાસોના કારણે ગંભીર કુપોષિત બાળકે સામાન્ય અને સ્વસ્થ જીવન તરફ પગલા માંડ્યા છે. આ કાર્યક્રમ અંતર્ગત લખપત તાલુકાના દયાપર-૫ આંગણવાડી કેન્દ્રમાં આઈસીડીએસ યોજનાનો લાભ લેતી બાળકી આયેજા આમદભાઈ હજામના કિસ્સામાં આ વાત સાબિત થઈ છે. જન્મ સમયે 2.5 કિલોગ્રામ વજન ધરાવતી આ બાળકી સામાન્ય હતી, પરંતુ સતત ગૃહ મુલાકાત લેતા જણાઈ આવ્યું કે, પાવડરવાળું અને બહારનું દૂધ આપવામાં…
Read Moreનિસંતાન દંપતિઓ માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલ
હિન્દ ન્યુઝ, જુનાગઢ નિસંતાન દંપતિઓ માટે સરકારી આયુર્વેદ હોસ્પિટલનો ગાયનેક વિભાગ વરદાનરૂપ બન્યો છે. સંતાન ન થવાના ઘણા કારણો હોય છે પરંતુ આયુર્વેદિક સારવાર અને ઉપચારથી વંધ્યત્વની સારવાર અને સમાધાન શક્ય છે. એ પણ કોઈ પણ ખર્ચ વગર અને આડ અસરસર વગર. જૂનાગઢ શહેરમાં પંચેશ્વર રોડ પર સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે. અહી ગાયનેક વિભાગમાં દરરોજની ૬૦ થી ૭૦ ઓપીડી હોય છે. જેમાંથી ૪૦ જેટલા દર્દીઓ વંધ્યત્વના હોય છે. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે કાર્યરત ગાયનેક વિભાગમાં ડો. ચેતના કોડીનારિયા ઉપરાંત અન્ય સ્ટાફમાં ડો. કૃપા પટેલ,ડો. રીંકલ સુરાણી ફરજ…
Read Moreસ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત!
હિન્દ ન્યુઝ, સુરેન્દ્રનગર વડાપ્રધાનના ૭૫માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે, સમગ્ર રાજ્યમાં ૭૫ વિવિધ સ્થળોએ ૩૦ દિવસીય મેદસ્વિતા ઘટાડવા માટેના ખાસ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા કરવામાં આવનાર છે. 🗓️ ક્યારે? ૧૭ સપ્ટેમ્બર થી ૧૬ ઓક્ટોબર, ૨૦૨૫ સવારે ૬:૩૦ થી ૮:૦૦ 📍 ક્યાં? સુરેન્દ્રનગર: ટાગોર બાગ, જેલ ચોક પાસે ચોટીલા: ગાંધી બાગ, થાન રોડ 📣 👉અભિયાન વિષે વિસ્તૃત માહિતી જિલ્લા યોગ કોર્ડિનેટર શ્રીમતી મોનિકા ચુડાસમા દ્વારા આપવામાં આવી. આ ૩૦ દિવસીય યોગ કેમ્પમાં જોડાઈને, ચાલો આપણે સૌ સાથે મળીને ગુજરાતને મેદસ્વિતા મુક્ત બનાવીએ. આ એક એવી પહેલ છે…
Read More