“સહી પોષણ, દેશ રોશન” હિન્દ ન્યુઝ, બોટાદ તંદુરસ્ત રાષ્ટ્રનાં નિર્માણ માટે ભવિષ્યના નિર્માતા એવા બાળકોનું સ્વાસ્થ્ય તંદુરસ્ત હોવું ખુબ જરૂરી છે. તેથી સ્વસ્થ રાષ્ટ્રનાં નિર્માણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા.૦૮ માર્ચ ૨૦૧૮નાં રોજ દેશવ્યાપી પોષણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે દર સપ્ટેમ્બર માસમાં “પોષણ અભિયાન”ની ઉજવણી કરવામાં આવે છે. બોટાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ. શાખા દ્વારા પોષણ માહ અંતર્ગત મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય માટે વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે બરવાળામાં જનભાગીદારી વધારવા અને પોષણ અંગે જનજાગૃત્તિનો સંદેશ લોકો સુધી પહોંચાડવા શાળાઓ-આંગણવાડીઓમાં ધાન્યો વડે સુંદર…
Read MoreCategory: Health
આપણું રક્તદાન અન્ય માટે વરદાન એક વ્યક્તિનું રક્તદાન અનેક વ્યક્તિઓને જીવતદાન
હિન્દ ન્યુઝ, બોટાદ “એક વ્યક્તિનું રક્તદાન અનેક વ્યક્તિઓને જીવતદાન” આજના યુગમાં આ વાક્ય ખુબ જ યથાર્થ છે. રક્તદાનને મહાદાન કહેવામાં આવે છે કારણ કે રક્તદાતાનું એક યુનિટ લોહી લગભગ 3 જીવન બચાવી શકે છે, તેથી દરેક સ્વસ્થ વ્યક્તિએ રક્તદાન કરવું જોઈએ. કોઈપણ તંદુરસ્ત વ્યક્તિ વર્ષમાં ત્રણથી ચાર વખત રક્તદાન કરી શકે છે. માનવતાનાં આ ઉમદા કાર્ય સંદર્ભે સરકારશ્રી દ્વારા 17 સપ્ટેમ્બરે સ્વૈચ્છિક રક્તદાન અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે પણ રક્તદાન કરીને અન્ય વ્યક્તિનું અમુલ્ય જીવન બચાવવામાં યોગદાન આપી શકીએ છીએ. રક્તદાન માટે શું કરવું જોઈએ ? રક્ત એ જીવનરક્ષક…
Read Moreબાળકના પોષણનો આધાર,માતાનું દૂધ જ સર્વોત્તમ આહાર
હિન્દ ન્યુઝ, બોટાદ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ ૨૦૧૮થી પોષણ અભિયાનનો રાષ્ટ્રવ્યાપી આરંભ કરાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા દર વર્ષે સપ્ટેમ્બર માસમાં જન જાગૃતિ માટે ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવે છે.મા અને બાળક વચ્ચેનો સેતુ બાળકનાં જન્મ પહેલાં જ બંધાયેલો હોય છે. જીવનના પ્રથમ વર્ષમાં પ્રેમ, હૂંફ, સુરક્ષા અને આરામ આ બધું જ બાળક માની ગોદમાં મેળવે છે. નવજાત બાળક માટે માતાનું દૂધ અનેક રીતે ફાયદાકારક છે. ત્યારે આજે આપણે વાત કરીશું શીશુ માટે માતાના દૂધનું શું મહત્વ છે ? જે રીતે એક છોડના…
Read Moreગીર સોમનાથમાં તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને શુધ્ધ અને સલામત ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગીર સોમનાથ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. ઓગસ્ટ માસ દરમિયાન તંત્ર દ્વારા ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે જેની ચકાસણી બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તહેવારો તથા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા જિલ્લાવ્યાપી તપાસ હાથ ધરીને તંત્ર દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન ૩૪ જેટલા ખાદ્યચીજોના નમુનાઓ લેવાયા છે. આ નમુનાઓ ચકાસણી અને પૃથ્થકરણ અર્થે સરકાર માન્ય લેબોરેટરીઝમાં અને તંત્રની લેબોરેટરીઝમાં પરીક્ષણ અર્થે મોકલી આપવામાં આવેલ…
Read Moreથરાદ તાલુકાના માળીફાર્મ પ્રાથમિક શાળા ના મુખ્ય દરવાજા પાસે જર્જરીત થયેલ પીક અપ સ્ટેન્ડ થી મોટી દુર્ઘટના થવાની સંભાવના
હિન્દ ન્યુઝ, થરાદ થરાદ તાલુકા ની માળીફાર્મ પ્રાથમિક શાળા રસ્તા ની બાજુ મા આવેલ હોવાથી ત્યાં આવેલ પીક અપ સ્ટેન્ડ હાલ જર્જરીત હાલત મા જોવા મળી રહ્યું છે. શાળા ના મુખ્ય ગેટ પાસે જ આવા સ્ટેન્ડ ને લીધે મોટી દુર્ઘટના સર્જાવાની સંભાવના સેવાઇ રહી છે. શાળા ના બાળકો આ જગ્યાએ થી પસાર થાય છે ત્યારે આવા જર્જરીત સ્ટેન્ડ જમીન દોસ્ત થશે અને કોઇ મોટી દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર? ગામના એક જાગૃત નાગરિક દ્વારા આવા સ્ટેન્ડ ને તાત્કાલિક ધોરણે હટાવી દેવા રજુઆત કરાઈ હતી. પણ આજ સુધી કોઇ કાર્યવાહી કરવામાં…
Read Moreરાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા ચકાસણી હાથ ધરવામાં આવેલ
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ત્રણ ટીમો દ્વારા પવિત્ર શ્રાવણ માસના તહેવારો દરમિયાન મણિનગર મેઇન રોડ -ચરિત્ર સ્કુલ વોકર્સ ઝોન (ગ્રીનલેન્ડ ચોકડી), કોઠારીયા રોડ, સાધુવાસવાણી કુંજ રોડ, મવડી મેઇન રોડ, કૃષ્ણનગર મેઇન રોડ વિસ્તારમાં ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં દર્શાવેલ વિગતો મુજબ કુલ ૫૨ પેઢીની ચકાસણી કરવામાં આવેલ ચકાસણી દરમિયાન કુલ ૩૦ kg વાસી ખાદ્ય ચીજોનો નાશ કરેલ તથા ૨૩ પેઢીને લાયસન્સ/હાયજિનિક બાબતે નોટીસ આપવામાં આવેલ. તેમજ વેંચાણ થતાં દૂધ, ઠંડાપીણાં, પ્રિપેર્ડ ફૂડ, મસાલા તથા ઉપયોગમાં લેવાતા ખાધ્ય તેલ વિગેરેના કુલ ૨૨ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ. (૧) આદિ નાસ્તા ગૃહ -5 kg વાસી ભાત, નુડલ્સ, મંચુરિયનનો નાશ કરેલ તથા લાઇસન્સ…
Read Moreભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો બહોળી સંખ્યામાં પત્રકારો અને તેના પરીવારજનોએ લાભ લીધો
હિન્દ ન્યુઝ, ભુજ આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત આજરોજથી ગુજરાત સરકાર દ્વારા ૧૮ થી ૫૯ વયજુથના માટે ૭૫ દિવસ સુધી વિનામુલ્યે પ્રિકોશન ડોઝનો પ્રારંભ કરાયો છે ત્યારે આજે ભુજ જિલ્લા માહિતી કચેરી ખાતે સર્વ પત્રકારો અને તેમના પરિવારજનોને પ્રિકોશન ડોઝ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા આરોગ્ય વિભાગના સહકારથી કચ્છમાં આજે ૨૬ સ્થળોએ ડોઝની શરૂઆત કરાઇ છે ત્યારે કોરાનાને હરાવવા તથા લોહશાહીની ચોથી જાગીર સમા પત્રકારો અને તેના પરીવારજનોની આરોગ્ય સુરક્ષા માટે નાયબ માહિતી નિયામકની કચેરી, માહિતી ભવન ભુજ ખાતે વિનામુલ્યે યોજાયેલા પ્રિકોશન(કોવિશિલ્ડ-કોવેક્સિન) ડોઝ કેમ્પનો સર્વ પત્રકારો અને તેના પરીવારજનોએ બહોળી…
Read Moreઆઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ દિવસ ચાલનારા કોવિડ પ્રિકોશન ડોઝના અભિયાનનો આજે જિલ્લામાં ૨૨૬ સ્થળોએ પ્રારંભ કરાયો
હિન્દ ન્યુઝ, ભુજ ભારત સરકાર ધ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીના ભાગ રુપે ૧પ/૭/૨૨ થી ૭૫ દિવસ માટે ૧૮ થી ૫૯ વર્ષની વય જુથના લાભાર્થીઓને ફ્રી કોવીડ પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરેલ. તે અનુસંધાને કચ્છ જીલ્લામાં પ્રથમ દિવસે કુલ રર૬ સ્થળોએ રસીકરણ સેશનનું આયોજન કરી વિવિધ મહાનુભાવોના હસ્તે શુભારંભ કરવામાં આવેલ. પ્રથમ દિવસના અંતે કુલ ૭૬૭૫ લાભાર્થીઓને રક્ષિત કરવામાં આવ્યા છે. આ અભિયાનનો શુભારંભ પ્રા.આ.કે. માધાપર ખાતેથી જીલ્લા પંચાયત પ્રમુખ પારુલબેન કારાએ કરાવેલ. આ તકે તેમણે કોવિડ રસીનો પ્રિકોશન ડોઝ લેવાથી ઈમ્યુનીટી વધે છે અને નવા ઉભા થનાર…
Read Moreરાજકોટ જિલ્લામાં ૧૨ હજાર માતાઓ માટે આશીર્વાદરૂપ બનતી મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના
હિન્દ ન્યુઝ, રાજકોટ રાજ્ય સરકાર દ્વારા સ્વસ્થ અને નિરોગી સમાજના નિર્માણ માટે વિવિધ યોજનાઓ અમલી બનાવીને લોકો સુધી વિવિધ લાભો પહોંચાડવાની કામગીરી હાથ ધરી રહી છે. તંદુરસ્ત માતા જ તંદુરસ્ત બાળકને જન્મ આપે છે. બાળ વિકાસ યોજનાઓનો મુખ્ય હેતુ માતા અને બાળકના પોષણ સ્તરમાં સુધાર લાવવાનો છે. ગર્ભમાં રહેલ બાળકના ૨૭૦ દિવસ અને જન્મથી ૨ વર્ષ સુધીના ૭૩૦ દિવસ પોષણ અને વિકાસની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના હોય છે. આ બાબતની અગત્યતાને ધ્યાને લઇ સરકાર દ્વારા આ ૧૦૦૦ દિવસમાં સગર્ભાઓના પોષણ માટે…
Read Moreશ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળામાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી
હિન્દ ન્યુઝ, ભાવનગર સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઠેર-ઠેર ઉજવણી થઇ રહી છે ત્યારે ભાવનગરની ખૂબ જાણીતી એવી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ આસનો કરી યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી હતી. જનરલ સેક્રેટરી લાભુભાઈ ટી. સોનાણીએ જણાવ્યું છે કે, છેલ્લાં ચાર દિવસથી શાળાનાં શિક્ષકો બાળકોને યોગનાં વિવિધ આસનોની તાલીમ આપતાં હતાં. સામાન્ય રીતે કોઈપણ નવી બાબત શીખવા માટે આંખ મહત્વની ઇન્દ્રિય પુરવાર થાય છે, પરંતુ જેમણે પોતાની આંખો દૃષ્ટિ ગુમાવી હોય તેવા વ્યક્તિઓ અન્ય ઇન્દ્રિયોની મદદથી સામાન્ય વ્યક્તિઓની જેમ જ યોગ કરતા નિહાળવા એ…
Read More