હિન્દ ન્યુઝ, સુરત સુરતમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 15 સમર કેમ્પમાં મેદસ્વિતા મુક્ત ગુજરાત વિશે તાલીમ આપી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્રારા,તારીખ 16 મે થી 30 મે, 2025, આમ 15 દિવસના સમર કેમ્પમાં 100 થી વધારે બાળકો એ ભગવત ગીતાના શ્લોકો નું પઠન, સારા સંસ્કારોનું સિંચન, સાત્વિક આહાર થી મેદસ્વિતા મુક્ત બાળક, મોબાઈલનો ઓછો ઉપયોગ, યોગ દ્વારા સ્વાસ્થ્ય, પર્યાવરણ બચાવો, વૃક્ષારોપણ, પાણી બચાવો, જીવનશૈલીમાં બદલાવો, સમાજ માટે સહયોગી અને સ્વદેશી વસ્તુઓનું જ્ઞાન આપવામાં આવ્યુ. આદર્શ બાળક જ ભારતને વિશ્વ ગુરુ બનાવી શકે છે તે હેતુથી ગુજરાત…
Read MoreCategory: Health
આવો માસિક દરમિયાનની સ્વચ્છતા વિશે વાત કરીએ
હિન્દ ન્યુઝ, બોટાદ ૨૮ મે માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કિશોરીઓને માસિક આવવુ તે કિશોરાવસ્થાનો એક કુદરતી ફેરફાર છે. દર મહિને અંત:સ્રાવોની અસરને કારણે સ્રીના ગર્ભાશયમાંથી લોહીની દીવાલો ખરી પડવાની ઘટનાને માસિક આવ્યુ એમ કહેવાય છે. સામાન્ય રીતે માસિક ચક્ર ૨૧ થી ૨૮ દિવસનું હોય છે. માસિક આવ્યા પહેલાના ૧૪મા દિવસે સ્ત્રીબીજ છુટુ પડે છે માસિક ચક્રના ૧૪ થી ૨૧ દિવસ દરમિયાન ગર્ભધારણ થવાની શક્યતા સૌથી વધારે હોય છે. આ દિવસો દરમિયાન જો પુરુષબીજ અને સ્રીબીજનું મિલન ન થાય તો માસિક આવે છે.…
Read Moreતમાકુ નિયંત્રણ ટાસ્ક ફોર્સ-સ્કોર્ડ દ્વારા બરવાળા તાલુકાના નાવડા ગામે શાળાની આજુબાજુના વિસ્તારમાં આકસ્મિક ચેકિંગ અને રેડની કામગીરી
હિન્દ ન્યુઝ, બોટાદ સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લા કલેક્ટર જીન્સી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનીયાની અધ્યક્ષતા અને માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.બી.એ.ધોળકિયા અને એપેડેમીક મેડીકલ ઓફિસર ડો.આર.આર.ચૌહાણ દ્વારા બોટાદ જિલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે ટાસ્ક ફોર્સ સેલ કામગીરી કરી રહ્યું છે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.એસ.એસ.પ્રસાદ દ્વારા બરવાળા તાલુકામાં આ અંગે સઘન અમલીકરણ કરવામાં આવે છે. “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” (કોટપા-૨૦૦૩)નું…
Read Moreહળવી પણ સતત અને નિયમિત કસરત શરીર
હળવી કસરતો કરો અને રહો ફિટ હિન્દ ન્યુઝ, બોટાદ મેદસ્વીપણું એટલે કે અતિશય વજન હોવું કે જે આજે ઘણાં લોકોમાં જોવા મળે છે અને તે ગંભીર આરોગ્યની સમસ્યા બની ગયું છે. જીવનશૈલીમાં થયેલાં ખોટા ફેરફારો, બહારનું ખાવાની ટેવો અને વ્યાયામનો અભાવ જેવી અનેક બાબતોને કારણે લોકો મેદસ્વિતાનો શિકાર બની રહ્યાં છે. તેથી જ, મેદસ્વિતાથી મુક્તિ મેળવવા માટે નિયમિત કસરત કરવી ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને હળવી કસરતો કે જેને અંગ્રેજીમાં લાઈટ એક્સરસાઈઝીસ કહેવાય છે તે શરુઆત કરવામાં માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે…
Read Moreવેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરીની ઉત્તમ કામગીરી
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેરાવળ શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં જે બાળકોના જન્મ તા.૦૧-૦૯-૨૦૧૮ પછી થયા હોય તેવા બાળકોના જન્મનો દાખલો ફક્ત ૧૫ મિનિટમાં મળી રહે તે પ્રકારની સુવિધા શરૂ કરવામાં આવી છે. કર્મચારીઓની ઉત્તમ પ્રકારની કામગીરી અને સુવિધાથી અરજદારોને સમયની પણ બચત થશે. વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરી દ્વારા ફક્ત ૧૫ મિનિટમાં જ જન્મ પ્રમાણપત્ર કાઢી આપી અને પ્રમુખ પલ્લવીબહેન જાનીના હસ્તે વાલીઓને પ્રમાણપત્ર આપવામાં આવ્યાં હતાં. આ ઉપક્રમ સબબ વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા જન્મ-મરણ નોંધણી કચેરીના સબ રજીસ્ટ્રાર જીતેન્દ્ર વાળાએ જણાવ્યું હતું…
Read Moreપંડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૮૪ સગર્ભા મહિલાઓની તપાસ કરાઇ
હિન્દ ન્યુઝ,ગીર સોમનાથ વેરાવળ તાલુકાના પંડવા પી.એચ.સી. ખાતે પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન (PMSMA) અંતર્ગત સગર્ભા મહિલાઓ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિર દરમિયાન વેરાવળ સિવિલ હોસ્પિટલના સ્ત્રીરોગ તજજ્ઞ ડો.નગ્મા દ્વારા સગર્ભા મહિલાઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. આ કેમ્પમાં આસપાસના ઈન્દ્રોઈ, કોડિદ્રા, ગુણવંતપુર, કુકરાશ, બોળાશ, ઈશ્વરિયા, રામપરા, ભેટાળી, નાખડાં, ખંઢેરી, માથાસુરિયા, લૂંભા સહિત ૧૫ ગામોમાંથી આશરે ૮૪ સગર્ભા મહિલાઓની સ્વાસ્થ્ય તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર્સ દ્વારા સગર્ભા મહિલાઓને સંપૂર્ણ એએનસી ચેકઅપ, લોહીની તપાસો, રૂટિન ઇતિહાસ લઈ લેવામાં આવ્યો, જરૂરી દવાઓના વિતરણની સાથે જ માર્ગદર્શન આપવામાં…
Read Moreતાલાલા-કોડિનારમાં ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ૪૦ વેપારીઓ સામે કાર્યવાહી કરી રૂ. ૭,૧૪૦નો દંડ વસૂલાયો
હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા તાલાલા અને કોડીનાર ખાતે તમાકુ અને તમાકુની બનાવટ વેચનાર વેપારીઓની દુકાનોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ અંતર્ગત COTPA-2003 એક્ટની કલમ ૬(અ) અન્વયે “૧૮ વર્ષથી નીચેની વ્યક્તિને તમાકુ કે તમાકુની બનાવટ વેચવી તે ગુનો બને છે” ચેતવણી દર્શાવતા બોર્ડ તમાકુ કે તમાકુની બનાવટ વેચનાર દુકાનદારે બોર્ડ લગાવવાનું ફરજીયાત હોય છે, પણ જિલ્લામાં કેટલાક દુકાનદારો દ્વારા ચેતવણીના બોર્ડ લગાવવામાં આવેલા નહોતા. આ ટીમ દ્વારા જિલ્લાની જુદી-જુદી જગ્યાએ સઘન તપાસ કરી ચેતવણી દર્શાવતા બોર્ડ ન લગાવતા નિયમોનું ઉલ્લઘન કર્યું…
Read Moreમાસિક સમયની સ્વચ્છતા અને સુપોષણ, દીકરીઓના શારીરિક, માનસિક સ્વાસ્થ્યનું દર્પણ
હિન્દ ન્યુઝ, વલસાડ આજે વિશ્વ માસિક સ્રાવ સ્વચ્છતા દિવસ રાજ્યમાં પ્રથમવાર વલસાડ જિલ્લાની ૪૯૯ સ્કૂલોમાં સાકાર થયો ‘‘કિશોરી સ્વાભિમાન પ્રોજેક્ટ’’ આ પ્રોજેક્ટથી જિલ્લાની શાળામાં અભ્યાસ કરતી અંદાજિત ૨૫૦૦૦ જેટલી કિશોરીઓને મળી રહ્યો છે લાભ રૂ. ૫૧ લાખના ખર્ચે સેનિટરી પેડ વેન્ડિંગ મશીન અને ડિસ્પોઝલ મશીનની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ હતી રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત એડોલેશન હેલ્થ સેલિબ્રેશન ડેની પણ શાળા કક્ષાએ ઉજવણી થાય છે
Read Moreવિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી
હિન્દ ન્યુઝ, વલસાડ વિશ્વ માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા લોકોમાં જનજાગૃતિ ફેલાય તે માટે રાજ્ય-સ્તરીય SATCOM સત્રનું આયોજન કરાયુ હતું. જેમાં વલસાડ જિલ્લાના આરોગ્ય ખાતા, આયુર્વેદિક વિભાગ, આઈસીડીએસ અને શિક્ષણ વિભાગના અધિકારીઓ જોડાયા હતા. જેઓએ માસિક સ્ત્રાવનું મહત્વ, સેનેટરી પેડ અને તેનો વ્યવસ્થિત નિકાલ કરવા અંગે માહિતી આપી હતી. એક સર્વે મુજબ દર મહિને રાજ્યમાં ઉપયોગ થયેલા એક કરોડથી વધુ સેનેટરી પેડ નીકળે છે જેનો સુવ્યવસ્થિત નિકાલ થવો જરૂરી છે. જો આડેધડ ગમે ત્યાં નિકાલ કરવામાં આવે તો…
Read Moreદર્દીનું કોવિડ- ૧૯ ના સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ ૧૯ પોઝિટિવ માલુમ પડયા
હિન્દ ન્યુઝ, વલસાડ વાપીના દેસાઈવાડ રહેતા ૭૫ વર્ષીય પુરૂષ દર્દીનું કોવિડ- ૧૯ ના સેમ્પલ લઇ સ્ટરનીંગ એકયુરસી લેબ સુરત ખાતે ટેસ્ટિંગ માટે મોકલતા કોવિડ ૧૯ પોઝિટિવ માલુમ પડયા છે. આ દર્દીએ થોડા દિવસ પહેલા વિરમગામ- શંખેશ્વર ખાતે મુલાકાત લીધી હતી ત્યારબાદ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા કોવિડ-૧૯ અસરગ્રસ્ત વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને કોરોન્ટાઈન એક્ટીવીટી શરૂ કરી દેવામાં આવી છે. હાલ દર્દી વાપીની શ્રધ્ધા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
Read More