હિન્દ ન્યુઝ, અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે આયોજિત નિ:શુલ્ક ‘યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’માં યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા તેમજ 15 હજારથી વધુ યોગપ્રેમી શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
Read MoreCategory: Health
બાળરોગ સર્જરી સપ્તાહ દરમ્યાન નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો
હિન્દ ન્યુઝ, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી જતા બલ્બ શ્વાસ નળી માં ફસાઇ ગયો અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જનોને સફળ સર્જરી કરીને દૂર કર્યો દર વર્ષે ૨ થી ૮ જુન ના અઠવાડીયા ને બાળરોગ સર્જરી સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” વારંવાર બનતા આવા કિસ્સાઓ ઉપર થી માતાપિતા અને પરીવારજનોએ સબક લઇ વધુ સાવચેત રહેવાની જરુર :- ડો. રાકેશ જોષી, તબીબી અધિક્ષક અને બાળરોગ વિભાગ ના વડા, સિવિલ હોસ્પિટલ અમદાવાદ
Read Moreવારંવાર ડૂબવાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને માલસર અને દિવેર ખાતે મોકડ્રીલનું આયોજન : જનસુરક્ષા માટે વહીવટીતંત્ર કાર્યરત
હિન્દ ન્યુઝ, વડોદરા આ મહત્ત્વપૂર્ણ કવાયતમાં રાજ્ય આપત્તિ રાહત દળ (SDRF), આપદામિત્ર, આરોગ્ય વિભાગ, પોલીસ તંત્ર, તલાટીઓ, સરપંચો અને ગામોના લોકો જોડાયા હતા. તાલીમ દરમિયાન લોકોને “ગોલ્ડન અવર” – એટલે કે અકસ્માત પછીનો સૌથી નાજુક સમયગાળો – દરમિયાન શું કરવું અને કેવી રીતે જીવ બચાવવો, તેના પાયાના જ્ઞાન આપવામાં આવ્યા. મોકડ્રીલ દરમિયાન ટીમોએ વાસ્તવિક દૃશ્યો આધારિત કાર્ય પ્રદર્શન કર્યું હતું.
Read Moreભાવનગર જિલ્લામાં યોજાયેલ સમર યોગ કેમ્પ નું સમાપન 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો જોડાયા
મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, ભાવનગર ભાવનગરમાં મહાનગર અને જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા 7 સમર યોગ કેમ્પ માં 800 થી વધુ બાળકો મેદસ્વિતા મુક્ત ગુજરાત નિર્માણ માં જોડાયા હતા. ભાવનગરમા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કો-ઓર્ડીનેટર હેતલબેન કાછડીયા અને હેતલબેન પટેલના માર્ગદર્શનમાં 7 અલગ અલગ સ્થળ પર હાદાનગર , બોરતળાવ, ઘોઘા સર્કલ, ભરત નગર, રૂવા ગામ, પાલીતાણા, મહુવા ખાતે 15 દિવસના સમર યોગ કેમ્પનું સમાપન થયું હતું. 800 થી વધુ બાળકોએ ઉત્સાહભેર કેમ્પમાં ભાગ લીધો હતો. યોગ, આસન, પ્રાણાયામ અને ગીતાજીના શ્લોક, ધ્યાન વિશેનો વિશેષ અભ્યાસ કરી બાળકોમાં સારા…
Read Moreઆણંદ મહાનગરપાલિકાના આરોગ્ય અને મેલેરીયા વિભાગ દ્વારા વિવિધ એકમો પાસેથી એક જ દિવસમાં વસૂલ કર્યો રૂપિયા ૧.૧૩ લાખ ઉપરાંતનો દંડ
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી વિવિધ હોટલો અને ખાદ્ય સામગ્રી બનાવનાર બેકરી તથા દુકાન લારી ગલ્લા ઉપર જરૂરી સ્વચ્છતા રહે તે માટે વખતો વખત મનપાના આરોગ્ય વિભાગ અને મેલેરિયા વિભાગ દ્વારા જરૂરી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવતી હોય છે. આણંદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આકસ્મિક મનપા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના બેકરી, હરીશ બેકરી, ન્યુ લક્ષ્મી બેકરી, એ વન બેકરી, સિલ્વર સુપર બેકરી અને સદાશિવ બેકરી ખાતે તપાસ કરતા સ્વચ્છતા નો અભાવ જોવા મળતા સ્થળ ઉપર જ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી વહીવટી ચાર્જ પેટે કુલ રૂપિયા…
Read Moreજિલ્લાના કર્મયોગીઓ તથા મુલાકાતીઓ લિફ્ટના બદલે સીડીનો ઉપયોગ કરશે તો વીજ વપરાશ ઘટશે અને તંદુરસ્તી વધશે: જિલ્લા કલેકટર
સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત હિન્દ ન્યુઝ, આણંદ રાજ્ય સરકાર દ્વારા ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આણંદ જિલ્લા સેવાસદનમાં જિલ્લાના કર્મયોગીઓ તથા કચેરીઓમાં કામ અર્થે આવતા મુલાકાતીઓ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત બને તેવા હેતુથી જિલ્લા સેવાસદનની સીડીઓ અને લિફ્ટ પાસે ‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ લગાવવામાં આવ્યા છે. આજના સમયમાં બેઠાડું જીવન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે.મહદઅંશે બેઠાડું જીવન અને તણાવના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ સર્વ સામાન્ય બની…
Read Moreદાહોદમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ, ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલની મોબાઇલ બ્લડ ડોનેશન વાન તથા સામૂહિક આરોગ્ય કેન્દ્ર, દુધિયાના સહયોગ થકી ગ્રામ્ય કક્ષાએ રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતું. આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય અતિ જોખમી સગર્ભા માતાઓ, ગંભીર બિમારી ધરાવતા નવજાત શિશુઓ અને અન્ય જરૂરતમંદને તાત્કાલિક અને સમયસર રકત પુરૂ પાડી શકાય તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી તથા તાલુકા હેલ્થ ઓફિસરશ્રી દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧૮ થી ૬૫ વર્ષ સુધીની તંદુરસ્ત વ્યક્તિ અને જેમનું વજન ૪૫ કિલોગ્રામ કે તેથી વધારે હોય તેઓ રક્તદાન…
Read Moreજામનગરની ગુરુ ગોબિંદસિંગ હોસ્પિટલ દ્વારા ‘મેદસ્વિતા મુક્ત અભિયાન’ હેઠળ દર્દીઓનું સ્ક્રીનિંગ કરાયું
હિન્દ ન્યુઝ, જામનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘ઓબેસિટી મુક્તિ’ અભિયાન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના ‘સ્વસ્થ ગુજરાત-મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ઝુંબેશના ભાગરૂપે, જામનગરની ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ પણ આ પહેલમાં સક્રિય રીતે જોડાઈ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની સૂચના અને તબીબી અધિક્ષકશ્રી ડો.તિવારીના માર્ગદર્શન હેઠળ, હોસ્પિટલના એન.સી.ડી. ક્લિનિક ખાતે દર્દીઓના વજન, ઊંચાઈ અને બોડી માસ ઇન્ડેક્સ (BMI)ની તપાસ કરીને તેમને મેદસ્વિતા સંબંધિત જોખમો વિશે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કુલ ૧૬૮ દર્દીઓના વજન, ઊંચાઈ અને BMIની તપાસ કરવામાં આવી છે. આ તપાસમાં કુલ દર્દીઓ પૈકી ૭૬ દર્દીઓનો BMI…
Read Moreવલસાડ જિલ્લામાં ઈમરજન્સીની ઘડીમાં ૧૦૮ વ્હારે
હિન્દ ન્યુઝ, વલસાડ પારડીના ઓરવાડની સગર્ભા મહિલાની એમ્બ્યુલન્સમાં પ્રસુતી વેળા બાળકના ગળામાં ગર્ભનાળ વીટળાઈ જતા ૧૦૮ની ટીમે જીવ બચાવ્યો ઘરેથી હોસ્પિટલ સુધી લઈ જતા રસ્તામાં જ અસહ્ય પીડા થતા રોડની સાઈડ પર ૧૦૮ ઉભી રાખી પ્રસુતિ કરાવી હતી વલસાડ જિલ્લામાં નવજાત બાળક અને માતા માટે ૧૦૮ એમ્બ્યુલન્સ ફરી એક વાત સંજીવની બુટ્ટી સાબિત થઈ કપરાડાની સગર્ભા મહિલાને સિવિલમાં લાવતી વેળા રસ્તામાં જ ૧૦૮ની ટીમે પ્રસુતિ કરાવી માતા-બાળકનો જીવ બચાવ્યો ઈમરજન્સીની ઘડીમાં ૧૦૮ વ્હારે આવતા પરિવારજનોએ રાજ્ય સરકારની ૧૦૮ સેવાનો આભાર માન્યો
Read Moreવલસાડ જિલ્લા નાં વિવિધ વિસ્તારોમાં આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી
હિન્દ ન્યુઝ, વલસાડ ધરમપુરના ઓઝરપાડા ગામમાં વ્યસન મુક્તિ અંગે સેમિનાર યોજાયો ૨૫૦ તાલીમાર્થી વિદ્યાર્થીઓને તમાકુથી થતા રોગો અને COTPA-2003 એક્ટ અંગે સમજ આપવામાં આવી વલસાડ જિલ્લા આરોગ્ય અને શિક્ષણ વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી ઉમરગામમાં આરોગ્ય વિભાગના ટાસ્ક ફોર્સ દ્વારા આકસ્મિક ચેકિંગ, ૧૮ દુકાનદારો પાસે રૂ. ૩૬૦૦ દંડ વસૂલાયો જિલ્લાની વિવિધ શૈક્ષણિક સંસ્થા અને પીએચસી-સીએચસીમાં વ્યસન મુક્તિ અંગે વિવિધ કાર્યક્રમો યોજાયા
Read More