હિન્દ ન્યુઝ, અમદાવાદ
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-2025’ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજે વહેલી સવારે આયોજિત નિ:શુલ્ક ‘યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’માં યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા અન્ય મહાનુભાવો સાથે સહભાગી થયા હતા તેમજ 15 હજારથી વધુ યોગપ્રેમી શહેરીજનો સાથે યોગાભ્યાસમાં જોડાઈને નાગરિકોને યોગ અપનાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
