હિન્દ ન્યુઝ, આણંદ 111- ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગતનું મતદાન આગામી તારીખ 23મી એપ્રિલ ગુરૂવારના રોજ સવારના 7-00 કલાકથી સાંજના 18-00 કલાક દરમિયાન યોજાનાર છે, ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ ચૂંટણીમાં મુક્ત અને ન્યાયી રીતે મતદાન થાય, મતદારો નિર્ભય પણે તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે, આ માટે જિલ્લા તંત્રની સાથે પોલીસ વિભાગ પણ ચૂંટણીમાં ફરજ બજાવવા માટે સંપૂર્ણ સજ્જ બન્યુ છે. જિલ્લા પોલીસ અધિક્ષક ગૌરવ જસાણીના જણાવ્યા પ્રમાણે ઉમરેઠ વિધાનસભા મતદાર વિભાગના…
Read MoreAuthor: Admin
વિધાનસભા મતદાર વિસ્તારના તમામ ૩૦૬ મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરાશે
હિન્દ ન્યુઝ, આણંદ આણંદ જિલ્લામાં ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે. આ પેટા ચૂંટણી અન્વયેનું મતદાન આગામી તારીખ ૨૩ મી એપ્રિલના રોજ સવારના ૭-૦૦ કલાકથી સાંજના ૧૮-૦૦ કલાક સુધી યોજાનાર છે. આ મતદાન પ્રક્રિયા મૂક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રવીણ ચૌધરીના દિશાનિર્દેશ હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ થયું છે. ઉમરેઠ મતદાર વિભાગના તમામ મતદાર મથકો ઉપર મતદાનના દિવસે ચાંપતી નજર રાખી શકાય તે માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ વિધાનસભા મત વિસ્તારના ૩૦૬ મતદાન મથકો ખાતે મતદાન મથક ની અંદર અને બહાર વેબ કાસ્ટિંગ…
Read Moreહિટવેવને ધ્યાને લઈ જનરલ હોસ્પિટલ – આણંદ ખાતે ઇમર્જન્સી વોર્ડ
હિન્દ ન્યુઝ, આણંદ હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો વધારે જવાની શક્યતા છે, ત્યારે આવા સમયે નાગરિકોને વધુ પડતી ગરમીના કારણે ચક્કર આવવા, માથું દુખવું, બેભાન થઈ જવું, ઝાડા- ઉલટી થવા જેવી અનેક તકલીફો ઊભી થાય છે. જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન મુજબ જનરલ હોસ્પિટલ- આણંદ ખાતે ૨૪×૭ મેડીકલ ઓફિસર સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે. જનરલ હોસ્પિટલ આણંદના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જન શ્રી ડોક્ટર અમર પંડ્યા ના જણાવ્યા મુજબ હાલમાં દરરોજ દર્દીઓ હિટવેવ ની અસરને કારણે તકલીફ થઈ હોય તેવા દાખલ કરવામાં આવે છે અને…
Read Moreનવરચિત બોડેલી નગરપાલિકાની પ્રથમ ચૂંટણીમાં મતદારોને મતદાન કરવા હાકલ કરતા – જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈન
સ્થાનિક સ્વરાજની ચૂંટણી – ૨૦૨૬ હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અન્વયે મતદારોમાં જાગૃતિ લાવવા અને મતદાનની ટકાવારી વધારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘સ્વીપ’ (SVEEP) પ્રવૃત્તિઓ વેગીલી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે બોડેલી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈનના પ્રેરક માર્ગદર્શન હેઠળ સાયકલ રેલી અને પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનજાગૃતિ અભિયાનમાં જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યા બાદ શાળાના વિદ્યાર્થીઓ સાથે સાયકલ રેલી અને પદયાત્રામાં જોડાઈને નાગરિકોને મતદાનનો સંદેશ આપ્યો હતો. આ રેલી બોડેલી તાલુકા સેવા…
Read Moreસ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા હથિયારબંધી હુકમ
હિન્દ ન્યુઝ, ગાંધીનગર જિલ્લામાં સ્થાનિક ચૂંટણી દરમિયાન શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ વાતાવરણ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત થાય તે હેતુસર જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રવિન્દ્ર ખતાલે દ્વારા મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હુકમ મુજબ ગાંધીનગર જિલ્લાના ચૂંટણી લાગુ પડતા ગ્રામ્ય વિસ્તારોમાં જાહેરનામાની તારીખથી તા. ૩૦/૦૪/૨૦૨૬ સુધી કોઈપણ વ્યક્તિ જાહેરમાં કોઈપણ પ્રકારના હથિયાર અથવા દારૂગોળો સાથે રાખી શકશે નહીં અથવા તેની હેરાફેરી કરી શકશે નહીં. આ ઉપરાંત, હથિયાર પરવાનેદારોને પોતાના હથિયાર અને દારૂગોળો સંબંધિત પોલીસ સ્ટેશન અથવા અધિકૃત આર્મ્સ ડીલર પાસે સુરક્ષિત રીતે જમા કરાવવો ફરજિયાત છે. આ…
Read Moreમોરબીની દીકરીના પરિવારની વહારે ‘હિન્દ રક્ષક સંઘ’
પરિવારને સંપૂર્ણ કાયદાકીય મદદની ખાતરી આપતા ડૉ. સીમાબેન પટેલ હિન્દ ન્યુઝ, કાલાવડ મોરબી ખાતે લવ જેહાદની કથિત ઘટના બાદ સમાજમાં રોષની સાથે ચિંતાની લાગણી જોવા મળી રહી હતી. જોકે, આવા કપરા સમયમાં પીડિત પરિવાર એકલો ન પડી જાય તે માટે ‘હિન્દ રક્ષક સંઘ‘ ના સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા તાત્કાલિક પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. ‘હિન્દ રક્ષક સંઘ’ નાં સંસ્થાપક અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ તેમજ હિન્દ રક્ષક સંઘ – સનાતન એડવોકેટ કાઉન્સિલના સૌરાષ્ટ્ર પ્રાંત સચિવ એડવોકેટ ત્રિવેણીબા રાઠોડ દ્વારા પીડિત યુવતીના પરિવારની રૂબરૂ મુલાકાત લેવામાં…
Read Moreકચ્છી બોલીના લહેકા સાથે મતદાતા જાગૃતિ: સંગીત અને AI ના અનોખા સંગમથી ગુંજશે “૨૬ એપ્રિલે તું વૉટ કર જે”
હિન્દ ન્યુઝ, કચ્છ આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મતદાન અંગે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે કચ્છ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે. માન. રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત રાજ્યના મતદાતા જાગૃતિ કાર્યક્રમ (SVAP) અંતર્ગત, આનંદ પટેલ, માન. કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી-કચ્છ, ભુજ તેમજ શ્રી વિવેક બારહટ, નાયબ કલેકટર, સ્થાનિક સ્વરાજ ચૂંટણી, કચ્છના માર્ગદર્શન અને પ્રેરણાથી “૨૬ એપ્રિલે તું વૉટ કર જે” નામનું એક મતદાતા જાગૃતિ ગીત (Jingle) તૈયાર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો, કમ્પોઝીશન, મ્યુઝિક અરેન્જમેન્ટ, વાદ્યવાદન, ઑડિયો રેકોર્ડિંગ અને વીડિયો…
Read Moreછોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં ‘લોકશાહીના પર્વ’ની ઉજવણી: રેલી, રંગોળી અને ચિત્ર સ્પર્ધા દ્વારા મતદારોને જાગૃત કરાયા
હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર એપ્રિલ ૨૦૨૬ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને છોટાઉદેપુર જિલ્લામાં ‘સ્વીપ’ (SVEEP) કાર્યક્રમ હેઠળ શિક્ષણ વિભાગ દ્વારા વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા નોડલ અધિકારી (SVEEP) તથા જિલ્લા શિક્ષણાધિકારી એ.એમ.પરમારની સીધી દેખરેખ અંદર જિલ્લાના તમામ તાલુકાઓમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા સ્વીપની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ છે. જિલ્લાની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ લેખન અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાત ફેરી અને મતદાન જાગૃતિ રેલીઓ કાઢવામાં આવી હતી, જેમાં…
Read Moreખંભાળિયા ખાતે અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ ને નવી સિધ્ધિ પ્રાપ્ત થઈ
હિન્દ ન્યુઝ, ખંભાળિયા ખંભાળિયા ની જાણીતી પશુ સેવા સંસ્થા એ અવારનવાર નવી સિદ્ધિઓ હાંસિલ કરી સમગ્ર જિલ્લામાં અનોખો ઈતિહાસ રચ્યો છે. છેલ્લા કેટલાક સમયથી અબોલ પશુઓની સેવા અને સારવારમાં નિરંતર કાર્યરત એનિમલ કેર ચેરિટેબલ ટ્રસ્ટ એ અનેક સફળતાઓના શિખરો સર કર્યા છે. તાજેતરમાં વડોદરા ખાતે પ્રતિષ્ઠિત ગુજરાત ગૌરવ એવોર્ડ હાંસિલ કરીને સંસ્થાના કાર્યકરોમાં નવો ઉમંગ અને ઉત્સાહ જગાવ્યો છે. અબોલ પશુઓની સેવા માટે સંસ્થાનો વધતો વ્યાપ અને કાર્ય પ્રત્યેની લાગણીને કારણે સમગ્ર જિલ્લામાંથી શુભેચ્છાઓનો વરસાદ વરસી રહ્યો છે, જે સંસ્થાને વધુ ઉત્તમ કાર્ય કરવા પ્રેરણા પૂરું…
Read Moreસ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા કરતા કલેક્ટર ડો. અનિલ ધામેલિયા
હિન્દ ન્યુઝ, વડોદરા વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની યોજાનારી ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે કલેક્ટર ડો. અનિલ ધામેલિયાએ આજે તમામ પ્રતિપ્રેષક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને વિવિધ મુદ્દાઓની ગહન સમીક્ષા કરી હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નિલેશ જાજડિયા, પોલીસ અધિક્ષક સુશિલ અગ્રવાલ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજીને મતદાન મથકોને પૂરી પાડવામાં આવનાર સુરક્ષા વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી હતી. ખાસ કરીને એક જ સ્થળે વધુ મતદાન મથકો હોય ત્યાં મતદારોની વ્યવસ્થા વધુ સુદ્રઢ…
Read More