હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામમાં આવેલી શ્રી રામગર બાપુ ગૌશાળામાં ગાયોના મૃત્યુની બનેલી દુઃખદ ઘટનાને ધ્યાને લઈને પશુપાલન મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લીધી. મંત્રીએ તાત્કાલિક અસરથી પરિસ્થિતિની દેખરેખ રાખવા અને ત્વરિત પગલાં લેવા માટે પશુપાલન વિભાગના અધિકારીઓને આદેશ આપ્યા.
પશુપાલન મંત્રીના આદેશથી પશુપાલન વિભાગની એક ઉચ્ચ-સ્તરીય ટીમ ઘટનાસ્થળે જવા રવાના, જે સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવશે.
હાલ ગૌશાળાની બાકીની ગાયોને 16 નિષ્ણાત પશુ ચિકિત્સક ટીમો રાઉન્ડ ધ ક્લોક સારવાર આપી રહી છે, ગાયોને અપાયેલા ઘાસચારા, ખોળ, પાણી અને અન્ય ખોરાકના સેમ્પલ FSLને મોકલાયા. ગાયોને અપાયેલા મગફળીના ખોળથી ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન.
