સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA) નું લોકર્પણ

હિન્દ ન્યુઝ, સુરત

     મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે આજે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેરી વિકાસ સત્તામંડળ (SUDA)ના કુલ ₹249 કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ₹109.51 કરોડના કામોના ખાતમુહૂર્ત ઉપરાંત, અર્બન રિંગ ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિ. (URDCL) દ્વારા સાકારિત થનારા અંદાજિત ₹242 કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત સહિત કુલ ₹600 કરોડના લોકાર્પણ-ખાતમુહૂર્ત શહેરી વિકાસ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈજી, કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીજી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં સંપન્ન થયો.

મુખ્યમંત્રી દ્વારા આ અવસરે ભારત સરકારના ડિજિટલ ઇન્ડિયા મિશનને સાકાર કરતા સુરત મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને વિવિધ જનસેવાઓ સરળ, ઝડપી અને પારદર્શક રીતે ઉપલબ્ધ કરાવવા માટે વોટ્સએપ ચેટબોર્ડની ઓનલાઈન પેમેન્ટ સુવિધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. 

મુખ્યમંત્રીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિઝનરી લીડરશીપનો લાભ આજે સમગ્ર દેશની સાથે ગુજરાતને મળી રહ્યો છે. તેમણે સમગ્ર ગુજરાત સહિત સુરત તેજ ગતિએ આગળ વધી રહ્યું હોવાનું જણાવી ‘ઈઝ ઓફ લિવિંગ’ વધારવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ સમગ્ર દેશમાં સુરતે સ્વચ્છતામાં ડંકો વાગાડ્યો છે ત્યારે સૌ લોકોને સ્વભાવમાં સ્વચ્છતા કેળવવા, મહત્તમ વૃક્ષોનું વાવેતર કરીને ગ્રીન કવરમાં વધારો કરવા તેમજ વરસાદના પાણીનો પુર્ણ ઉપયોગ કરીને જળસંચયમાં સૌની સહભાગીદારીની અપેક્ષા વ્યકત કરી હતી.

Related posts

Leave a Comment