સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદ

હિન્દ ન્યુઝ, સુરત

    સુરતમાં આયોજિત અખિલ ભારતીય મેયર્સ પરિષદની 116મી કાર્યકારિણી બેઠકના પ્રારંભે દેશના 16 રાજ્યોના મહાનગરોના મેયર્સ અને પરિષદના પદાધિકારીઓ સાથે સંવાદનો અવસર પ્રાપ્ત થયો.

આજના સમયમાં શહેરોમાં વધતી વસતી તેમજ પર્યાવરણ સંરક્ષણને ધ્યાને રાખીને વિકાસનું આયોજન થાય એ ખૂબ જરૂરી છે. 

નાગરિકોને ‘ઈઝ ઓફ લિવિંગ’નો અનુભવ થાય, તેને ધ્યાને રાખીને સિટી ડેવલપમેન્ટ કરવાની દિશામાં સરકાર આગળ વધી રહી છે.

મેયર્સ પરિષદમાં શહેરી વિકાસના આવા વિવિધ પાસાઓનું ચિંતન થશે તેમજ બેસ્ટ પ્રેક્ટિસીસનું શૅરિંગ થશે, જે દેશના શહેરોના સ્માર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે ઘણું ઉપયોગી સાબિત થશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શહેરીકરણને પડકાર તરીકે નહિ, પણ અવસર તરીકે જોવાના અભિગમ સાથે ગુજરાતમાં વર્ષ 2005 ને ‘શહેરી વિકાસ વર્ષ’ જાહેર કર્યું હતું. તેના બે દાયકા બાદ રાજ્ય સરકાર વર્ષ 2025 ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહી છે.

આ 20 વર્ષોમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુખ-સુવિધાઓ, બાગ-બગીચા, ટેક્નોલોજી-યુક્ત વહીવટ, સ્વચ્છતા, ગ્રીન મોબિલિટી જેવા આયામોથી ગુજરાતના શહેરો જનસુખાકારીના કેન્દ્રો બન્યા છે.

આવનાર સમયમાં વિકાસની આ જ ચેતના સાથે શહેરોના જનહિતલક્ષી વિકાસ માટે આપણે અવિરત કર્તવ્યરત રહીએ તેવી અભ્યર્થના.

Related posts

Leave a Comment