હિન્દન્યુઝ, રાજકોટ
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી હેઠળ રાજકોટ જિલ્લાના બેલડા ગામે પર્યાવરણને સ્વચ્છ અને પ્લાસ્ટિકમુક્ત બનાવવાના હેતુથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
સતત બીજા દિવસે ગ્રામજનો, ગ્રામ પંચાયત અને કચેરીઓની આસપાસ સફાઈ કરીને ઝાડીઓ, શેરીઓમાંથી પ્લાસ્ટિક એકત્ર કરી તેનો યોગ્ય નિકાલ કર્યો હતો.
સરપંચ અને તલાટીની આગેવાની હેઠળ ગ્રામજનોએ સ્વચ્છતાનું મહત્વ સમજી પ્લાસ્ટિકના બદલે કુદરતી રીતે નાશ પામતા વિકલ્પો અપનાવવાનું સંકલ્પ લીધો હતો.
સમગ્ર અભિયાન દ્વારા ગામે પ્લાસ્ટિકમુક્ત બનવા તરફ મહત્વપૂર્ણ પગલું ભરી પર્યાવરણ સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બન્યા હતા.
