હિન્દ ન્યુઝ, સુરત
ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ચોર્યાસીના ભાટપોરથી સિટી બસ સેવાને ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યુ.
ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર GIDC ની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને અડાજણ સુધીની સીધી કનેક્ટિવિટી મળી રહેશે
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના માર્ગદર્શન હેઠળ અડાજણથી ભાટપોર સુધી સિટી બસસેવાનું જોડાણ થતા ઓરો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, ભાટપોરના ગ્રામજનો તેમજ ભાટપોર GIDC ની વિવિધ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા શ્રમિકો, કર્મચારીઓને જાહેર પરિવહન સેવાનો લાભ મળશે અને તેઓને અડાજણની સીધી કનેક્ટિવિટી મળી રહેશે. આ બસસેવાને ભાટપોર ગામ ખાતે ધારાસભ્ય સંદિપભાઈ દેસાઈએ ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે મનપાની જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથભાઈ મરાઠે, વાઈસ ચેરમેન નીલેશભાઈ પટેલ, દંડક ધર્મેશભાઈ વાણિયાવાલા, કોર્પોરેટર શ્રીમતી ઉર્વશીબેન પટેલ, શ્રીમતી દિવ્યાબેન રાઠોડ, સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
