પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ સેવા કેન્દ્ર દ્વારા ડૉ. બ્રહ્માકુમારી દામિનીબેન ની ઉપસ્થિતિ માં માતૃ દિવસ ની ઉજવણી

હિન્દ ન્યુઝ, દીવ

    પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય દીવ સેવા કેન્દ્ર દ્વારા મે માસ ના બીજા રવિવારે ઉજવવામાં આવતા માતૃ દિવસ ની 80 જેટલા ભાઈ બહેનો ની ઉપસ્થિતિ માં ઉજવણી કરવામાં આવી.

 જેમાં બ્રહ્માકુમારી દામિનીબેન જેઓ ખાસ અમદાવાદથી દિવ આવેલ છે એમની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, રાષ્ટ્રપતિ એવોર્ડ પ્રાપ્ત આરાધનાબેન અને પ્રતિભાબેને બ્રહ્માકુમારી જિજ્ઞાસાબેન તથા બ્રહ્માકુમારી ડૉ. દામિનીબેન નું ગુલદસ્તા થી સ્વાગત કર્યું, બ્રહ્માકુમારી ગાયત્રીબેને આરાધનાબેન અને પ્રતિભાબેન નું ફૂલ થી સ્વાગત કર્યું, બ્રહ્માકુમારી ગીતાબેને પધારેલ મહેમાનો નું શબ્દો થી સ્વાગત કર્યું.

બ્રહ્માકુમારી જિજ્ઞાસાબેને માતાઓ પોતાના બાળકોની પાલના સકારાત્મક વિચારો દ્વારા કેવી રીતે કરી શકે એના વિશે ઉદાહરણ આપીને સમજાવ્યું.

બ્રહ્માકુમારી ડોક્ટર દામિની બહેને જનનીની જોડ સખી નહીં મળે રે લોલ… એ ગીત સાથે માતૃશક્તિનું મહત્વ સમજાવી માતાઓમાં રહેલી આંતરિક શક્તિઓ સમાવવાની શક્તિ, ત્યાગની ભાવના, અને સ્નેહ ના આધારે કઈ રીતે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કરી શકે અને પરિવારની સાથે સાથે સમાજ, દેશ અને વિશ્વમાં શ્રેષ્ઠ વાઇબ્રેશન ફેલાવી શકે એના વિશે સમજાવ્યું, બ્રહ્માકુમારી ગીતાબેને રાજયોગ નો અભ્યાસ કરાવ્યો અને પહેલગામ હુમલા માં જાન ગુમાવનાર ને શાંતિ અને પરિવાર ને શક્તિ નું દાન આપવાની અપીલ કરી.

પ્રતિભાબેને માતૃ શક્તિ પર સ્વ લિખિત રચના વાંચી ને સંભળાવી કાર્યક્રમ ના અંત માં પ્રભુ પ્રસાદ બધાને આપવામાં આવ્યો.

રિપોર્ટર : વિજયલક્ષ્મી પંડ્યા, દીવ 

Related posts

Leave a Comment