ભાવનગર જિલ્લામાં પશુઓ માટે વિનામૂલ્યે ખરવા-મોવાસા રસીકરણનો કાર્યક્રમ તા. ૧૫ માર્ચથી ૩૦ એપ્રિલ સુધી યોજાશે

હિન્દ ન્યુઝ, ભાવનગર 

    ગાય અને ભેંસ વર્ગના તમામ પશુઓ માટે ૧૦૦% કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ ખરવા-મોવાસા રસીકરણ કાર્યક્રમ તા. ૧૫/૦૩/૨૦૨૫ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ દરમ્યાન સમગ્ર ભાવનગર જિલ્લામાં વિનામૂલ્યે હાથ ધરવામાં આવનાર છે. જેથી આ સમયગાળા દરમ્યાન આપના પશુઓને વિનામૂલ્યે રસીકરણ કરાવવા માટે ગામની દૂધ મંડળી અથવા નજીકની પશુ સારવાર સંસ્થાનો સંપર્ક કરવા નાયબ પશુપાલન નિયામકની અખબારી યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment