હિન્દ ન્યુઝ, રાજકોટ
રાજકોટની એક એવી હસ્તીની, કે જેને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરીને પોતાના નામને સાર્થક કર્યું છે. હસ્તી વેગડ ખેલ મહાકુંભ ૩.૦માં કબડ્ડી ટીમની કેપ્ટનશીપ કરી રહી છે.
કબડ્ડી એક ટીમ ઇવેન્ટ છે, જેમાં રમવા માટે ટીમનો સપોર્ટ જોઈએ. જેથી, કબડ્ડી રમવાથી મારામાં ટીમ સ્પીરીટની ભાવનામાં વધારો થયો છે તેમજ કેપ્ટનશીપના કારણે નેતૃત્વનો ગુણ પણ વિકાસ પામ્યો છે. હું કબડ્ડીની સાથેસાથે ખોખો, સોફ્ટ બોલ, બેઝ બોલ, હેન્ડ બોલ વગેરે રમતોની રાષ્ટ્રીય કક્ષા સુધીની સ્પર્ધાઓમાં વિજેતા બની છું. જુનિયર નેશનલ એસોસિએશન આયોજિત બેઝબોલ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ તેમજ ખેલ મહાકુંભ અંતર્ગત રગ્બી સ્પર્ધામાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. આ વર્ષે ઇન્ટર યુનિવર્સીટી સ્પર્ધામાં હેન્ડ બોલ, કબડ્ડી, રસ્સાખેંચ, સોફ્ટબોલ, બેઝબોલ અને વૂડબોલ એમ છ રમતમાં મારી પસંદગી થઇ છે.
હસ્તી વેગડ વર્ષ ૨૦૨૦માં દિલ્હી ખાતે કેન્દ્ર સરકારના ધ્વજવંદન કાર્યક્રમમાં એન.એસ.એસ. કેન્ડીડેટ તરીકે પરેડમાં જોડાયા હતાં. તેમણે મોરબીની નાલંદા વિદ્યાલયમાં રમતના શિક્ષક તરીકે ફરજ નિભાવી છે. ભવિષ્યમાં યુનિવર્સીટી સ્તરે રમતગમતના પ્રોફેસર બનવાનું તેમનું સપનું છે.