જિલ્લામાં“સાંસ”કેમ્પેઈનનો પ્રારંભ કરાવતા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

વહેલી તકે ન્યૂમોનિયાના લક્ષણો ઓળખીને સારવાર આપવાથી બાળમૃત્યુ દર અટકાવી શકાય છે. “સાંસ”કેમ્પેઇનનો મુખ્ય ઉદ્દેશ્ય ન્યૂમોનિયા દ્વારા બાળમૃત્યુ દર અટકાવવાનો છે.“સાંસ”કેમ્પેઇન અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા આરોગ્ય વિભાગ અને પ્લાન ઈન્ડિયા દ્વારા અમલિત સેલ્ફ-કેર ફોર ન્યૂ મોમ્સ એન્ડ કિડ્સ અંડર-૫ પ્રોજેક્ટ સાથે મળી આ અભિયાનને વેગ આપવામાં આવ્યો છે.

આ ઝૂંબેશના ભાગરૂપે પ્રાંત કચેરી વેરાવળ ખાતે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના વરદ્હસ્તે માતાઓ અને બાળકો માટે“સાંસ” કેમ્પેઈનના આઈ.ઈ.સીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કેમ્પેઈન અંતર્ગત ન્યૂમોનિયાથી બચવા માટે શું ધ્યાન રાખવુ જોઇએ? ન્યૂમોનિયા થાય તો પ્રાથમિક સારવાર કેવી રીતે મેળવવી જોઈએ? ન્યૂમોનિયાના લક્ષણો શું છે? વગેરે જેવી મહત્વપૂર્ણ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આઈ.ઈ.સી અંતર્ગત ગીર સોમનાથની ૧૦૦૦ આશા બહેનોને પેમ્ફલેટ વિતરણ કરવામાં આવશે તેમજ ઘરે-ઘરે જઈને હેલ્થ ફેસીલિટીના માધ્યમથી લાભાર્થીને જરૂરી મહિતી મળી રહેશે.

આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, પ્રાંત અધિકારી વિનોદ જોષી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પરમજીત બરૂઆ, જિલ્લા ક્વોલિટી એશ્યુરન્સ મેડિકલ ઓફિસર ડો. કણસાગરા, પ્લાન ઈન્ડિયાના સ્ટેટ મેનેજર ડૉ. ચંદ્રદીપ રોય તથા બ્લોક ઓફિસર દેવ ચારિયા ઉપસ્થિત રહ્યાં હતાં.

Related posts

Leave a Comment