તા.૨૪ ફેબ્રુઆરી બપોરના ૩:૦૦ કલાકથી તા.૨૫ ફેબ્રુઆરી સવારના ૯:૦૦ કલાક સુધી દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે

હિન્દ ન્યુઝ, જામનગર 

આગામી તા.૨૪ અને ૨૫ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જામનગર જિલ્લાના પ્રવાસને ધ્યાનમાં રાખીને શહેરના ટાઉનહોલથી સાત રસ્તા સર્કલ સુધીના રૂટ પર કોઈપણ જાતની અડચણ ઉભી ન થાય તે માટે દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો બંધ કરવા અંગેનું તેમજ તેના વૈકલ્પિક રૂટનું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી.એન.ખેર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ તા.૨૪-૨-૨૦૨૪ના રોજ બપોરના ૩:૦૦ કલાકથી તા.૨૫-૨-૨૦૨૪ના રોજ સવારના ૯:૦૦ કલાક સુધી દિગ્જામ સર્કલથી મહાકાળી સર્કલ સુધીનો રસ્તો (આંબેડકર ઓવર બ્રિજવાળો રસ્તો) તમામ પ્રકારના વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક રૂટ દિગ્જામ સર્કલથી સમર્પણ સર્કલ થઈ મહાકાળી સર્કલ તરફ તેમજ મહાકાળી સર્કલથી સમર્પણ સર્કલ થઈ દિગ્જામ સર્કલ તરફ રહેશે.

ઇમરજન્સી સેવાઓમાં રોકાયેલ એમ્બ્યુલન્સ, એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, કાર્યક્રમ અન્વયે ફરજમાં હોય તેવા વાહનો તથા ફાયર બ્રિગેડ જેવી આપતીકાલ સેવાના ફરજ પરના અધિકારી/ કર્મચારીને અવરજવર માટે બંદોબસ્ત ઇન્ચાર્જના સંકલનમાં રહી જરૂર જણાયે મુક્તિ આપવાની રહેશે.

આ જાહેરનામું તાત્કાલિક અસરથી અમલમાં લાવવું જરૂરી હોય, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ -૩૩(ક) ના પંરતુકની જોગવાઈ મુજબ તાત્કાલિક અસરથી અમલમાં મૂકવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

Related posts

Leave a Comment