હિન્દ ન્યુઝ, ગાંધીનગર
શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ આગામી સમયમાં નવા ૧૦૦ ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે
શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
• ગુજરાતમાં અત્યારે ૧૯ જિલ્લામાં કુલ ૨૯૦ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત
• માત્ર એપ્રિલ-૨૦૨૪ થી અત્યાર સુધીમાં જ ૭૫.૭૦ લાખથી વધુ ભોજનનું વિતરણ કરાયું
• નજીવા દરે ભોજન પૂરું પાડવા રાજ્ય સરકાર પ્રતિ ભોજન ચૂકવે છે રૂ. ૩૭/-ની સબસીડી
• યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ. ૧૫૦ કરોડથી વધુના ખર્ચે કુલ ૨.૯૩ કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું