આયુષ્માન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે સગર્ભા અને ધાત્રી માતાઓ માટે લઘુશિબિર યોજવામાં આવી

હિન્દ ન્યુઝ, જામનગર

જામનગર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુંગાર હેઠળ આવતા આયુષ્યમાન આરોગ્ય મંદિર ધુંવાવ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને વિસ્તારની બહેનો માટે આરોગ્ય તપાસ તેમજ સરકારની વિવિધ યોજના વિષે લઘુશિબિર યોજવામાં આવી હતી. આ લઘુશિબિરમાં સગર્ભાઓને જોખમી સગર્ભાના ચિન્હો વિશે તેમજ આયર્ન કેલ્શયમ ગોળી વિષે ,ઓછા હિમોગ્લોબીન વાળી સગર્ભાને આયર્ન સુક્રોઝ સારવાર માટે, ટીટી રસી વિષે તેમજ ધાત્રી બહેનોને બાળકને ફરજીયાત ૬ માસ માતાનું ધાવણ આપવા અંગે, ઓછા વજન વાળા બાળકને કાંગારું કેર પદ્ધતિ વિષે માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય કેન્દ્ર પર તમામ રોગ સામે રક્ષણ મળે તે માટે રસી આપવામાં આવે છે માટે સમયાન્તરે બાળકને રસીકરણ કરાવવા અંગે તેમજ ૨ બાળક વચ્ચે ૩ વર્ષનો સમયગાળો રાખવા માટે કુટુંબ નિયોજનની બિનકાયમી પદ્ધતિ, ઓરલ પિલ્સ, માલા ગોળી, છાયા ગોળી, અંતરા ઇન્જેક્શન , કોપર-ટી, પી.પી.ઓ.યુ.સી.ડી જેવી વિવિધ પદ્ધતિ વિષે, કુટુંબ નિયોજન હેઠળ મળવાપાત્ર લાભ અને યોજના વિષે, નમોશ્રી યોજના વિષે અને ટીબી રોગ અને તેની સારવાર વિશે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમ જીલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્રાજ, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા આર.સી,એચ,ઓ ડો.નુપુર પ્રસાદ, જીલ્લા પી.એચ.એન જયાબેન તેમજ જીલ્લા ડી.એસ.બી.સી.સી ચિરાગ પરમાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

Related posts

Leave a Comment