ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કરાયા

હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ

ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજા, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર મેડમ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને RCHOના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા અને તમામ PHC તેમજ પેટા આરોગ્ય કેન્દ્ર અને તમામ પોલિયો બુથના તમામ કર્મચારીઓ પોલીયો ઝૂંબેશમાં સક્રિય રીતે ભાગ લઈ રહ્યાં છે. આ ઝુંબેશના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં ૧૧૬૭૫૩ બાળકોને પોલિયોના ટીપા પીવડાવી રક્ષિત કર્યા છે. અધિકારીની સૂચનાથી બાળકોને સ્માઈલી બોલ, ચોકલેટ વગેરે વસ્તુ આપવામાં આવી હતી. આ રીતે ગીર સોમનાથ જિલ્લામાં સુપરવાઇઝર તેમજ કર્મચારીઓ દ્વારા ખૂબ જ ઉત્તમ કામગીરી દાખવવામાં આવી હતી.

Related posts

Leave a Comment