સુરત જિલ્લાના મહેસૂલી અધિકારી તથા કર્મચારીઓનો મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજાઈ

હિન્દ ન્યુઝ, સુરત

રાજ્ય સરકાર દ્વારા રાજ્યના મહેસૂલી અધિકારી- કર્મચારીઓને મહેસુલી કાયદા અને પદ્ધતિઓની અદ્યતન જાણકારી મળી રહે, તેમની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે જિલ્લા કક્ષાએ સમયાંતરે મહેસૂલી રિફ્રેશર તાલીમ યોજવામાં આવે છે. જેના અનુસંધાને જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના મહેસુલ અધિકારી-કર્મચારીઓની રિફ્રેશર તાલીમ યોજાઈ હતી. પીપલોદ સ્થિત શારદાયતન વિદ્યાલયના સભાગૃહમાં આયોજિત તાલીમમાં મહેસૂલી કાયદાઓનાં તજજ્ઞોએ દ્વારા વિવિધ કાયદાઓની સમજ આપી હતી. લોકહિતમાં રોજબરોજના મહેસૂલી, લોકલક્ષી કાર્યોમાં એકસૂત્રતા આવે, નાગરિકો-અરજદારોને સરળતાથી મહેસૂલી કાર્યોનો ઉકેલ મળે, તેમની રજૂઆતો-સમસ્યાઓનું નિવારણ થાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ અધિકારી કર્મચારીઓએ તજજ્ઞો સાથે સંવાદ કરી ઉદ્દભવતા પ્રશ્નોના જવાબો મેળવ્યા હતા. આ પ્રસંગે નિવાસી અધિક કલેકટરશ્રી વિજય રબારી, તમામ પ્રાંત અધિકારીઓ, તમામ મામલતદાર તથા મહેસૂલ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

Leave a Comment