હિન્દ ન્યુઝ, નર્મદા
નર્મદા જિલ્લાના ખોપી ગામના કોકિલાબેન વસાવા ખેતીના પૂરક વ્યવસાય તરીકે પશુપાલન કરી માસિક રૂ.1.20 લાખ જેટલી આવક મેળવી રહ્યાં છે.
રાજ્ય સરકારના મિશન મંગલમ કાર્યક્રમના સહયોગથી પશુપાલન અંગેની તાલીમ મેળવી, એક ગાય અને એક ભેંસથી આ વ્યવસાયની શરૂઆત કરેલી આજે મારી પાસે 19 ગાયો અને 10 ભેંસો છે : કોકિલાબેન