તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ : જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી એલ પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી

હિન્દ ન્યુઝ, મહીસાગર

     ભારત સરકાર નાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ ના અમલીકરણ માટે તા.ર૪ સપ્ટેમ્બર-૨૦૨૪ થી તા.ર3 નવેમ્બર-૨૦૨૪ ને તમાકુ મુક્ત યુવા અભિયાન ૨.૦ (Tobacco Free Youth Campaign 2.0) તરીકે ઉજવવા અને તમાકુના ઉપયોગથી થતી મહામારી અટકાવવા જન જાગૃતિ લાવવા પાંચ વ્યૂહરચના દ્રારા મહીસાગર જિલ્લામાં વિવિધ કામગીરી હાથ ધરવામાં આવશે.

     જે અંતર્ગત આજ રોજ લુણાવાડા ફુવારા ચોક આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે તમાકુ નિયંત્રણ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ રેલી ફુવારા ચોકથી નીકળી તમાકુ નિયંત્રણના નારા સાથે અર્બન હોસ્પિટલ ખાતે સમાપન થઈ હતી. ઉપસ્થિત સર્વે લોકોએ નો તમાકુ પ્રતિજ્ઞા લીધી હતી. 

     આ પ્રસંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર.પટેલ, જનરલ હોસ્પિટલ અધિક્ષક જે.કે.પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સી.આર .પટેલિયા સહિત આરોગ્ય અધિકારીઓ, સ્ટાફ, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : જયેશ ડામોર, મહીસાગર


Related posts

Leave a Comment