પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલ સ્વ. શ્રી પરબતભાઈ પાથરના પરિવારજનોને તાત્કાલિક રૂ.4 લાખની સહાય ચૂકવાઈ

હિન્દ ન્યુઝ, જામનગર 

     જામજોધપુર તાલુકાના ઝીણાવારી ગામે ગત તારીખ 27/08/2024 ના રોજ પરબતભાઈ પાથર (ઉ.વ.55) પોતાની વાડીએથી ધેર પરત આવતી વખતે પાણીના પૂરમાં તણાઈ જવાથી મૃત્યુ પામેલ. જેથી જામજોધપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા મૃતકના પરિવારજનોને સહાય ચૂકવવા જિલ્લા વિકાસ અધિકારી, જામનગરને જરૂરી સાધનિક આધારસહ દરખાસ્ત મોકલવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ચોમાસા દરમિયાન ભારે વરસાદ, પૂરના પાણીમાં તણાઈ જવાથી કે વીજળી પડવાથી નાણાંકીય સહાય ચુકવવાના ધોરણો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર જિલ્લા વિકાસ અધિકારી, જામનગર દ્વારા સબબ કિસ્સામાં મૃતકના વારસદારને કુદરતી આપદા સબબ કિસ્સાદીઠ રુ. 4,00,000/- માનવ મૃત્યુ સહાય મંજુર કરવામાં આવી છે. 

જે મુજબ સ્વર્ગસ્થ પરબતભાઈ પાથરના પરિવારજનોને તાત્કાલિક રૂ.4 લાખની સહાય તેમના વારસદાર/ પત્ની ગં.સ્વ. કડવીબેન પરબતભાઈ પાથરને ચુકવવા માટે આદેશ કરવામાં આવે છે. મૃતકના વારસદારને સહાયની રકમ ડાયરેક્ટ બેનીફીશયરી ટ્રાન્સફરથી બેન્ક ખાતામાં સીધી જ જમા કરવામાં આવશે. તેમ તાલુકા વિકાસ અધિકારી, જામજોધપુરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.   

Related posts

Leave a Comment