જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગર ખાતે આગામી તા.૧૦ સપ્ટેમ્બરના રોજ હાઇટ હન્ટ માટેની પસંદગી પ્રક્રિયા હાથ ધરાશે

હિન્દ ન્યુઝ, જામનગર

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સંચાલિત જિલ્લાકક્ષા સ્પોર્ટસ ઉચાઈના સ્કુલ યોજના અંતર્ગત ઉચાઇના આધારે અં-૧૫ વયજૂથના ખેલાડી એટલે કે તા.૦૧/૦૧/૨૦૦૯ પછી જન્મેલા ભાઈઓ અને બહેનો માટે પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવેલ છે.જે માટે ૧૨ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૬૬ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૧ કે તેથી વધુ, ૧૩ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૭૧ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૪ કે તેથી વધુ, ૧૪ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૭૭ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૬૯ કે તેથી વધુ તેમજ ૧૫ વર્ષની ઉંમરના ભાઇઓ માટે ૧૮૨ કે તેથી વધુ તેમજ બહેનો માટે ૧૭૧ કે તેથી વધુના હાઈટ હન્ટના માપદંડો રહેશે.આ માટે અરજદારોએ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન, જિલ્લા પંચાયત સામે, જામનગર ખાતે જન્મ તારીખનો દાખલો અને આધાર કાર્ડના પુરાવા સાથે ( મૂળ ગુજરાતના નિવાસી ખેલાડી માટે) તા.૧૦-૦૯-૨૦૨૪ ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી ૧૨:૦૦ વાગ્યા સુધીના રોજ ઉપસ્થિત રહેવા બી.જે.રાવલીયા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવે છે.વધુ માહિતી માટે મયુરભાઇ ગંજેળીયા મો.૭૦૧૬૯૧૫૯૨૩ અથવા વિજયસિંહ જુંજીયા મો.૮૨૦૦૦૭૬૭૨૪ નો સંપર્ક કરી શકાશે.

Related posts

Leave a Comment