ભારે વરસાદની સ્થિતિ બાદ રોગચાળા અટકાયતી પગલાં અંગે જિલ્લા આરોગ્ય તંત્રની સઘન કામગીરી

હિન્દ ન્યુઝ, આણંદ

  જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી અને જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપનાના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિપક પરમારની સુચના મુજબ આણંદ જિલ્લામાં બે દિવસ સુધી થયેલ અતિવૃષ્ટિ બાદ પુરના પાણી ઓસરતા તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા કેમ્પોનું આયોજન કરી રોગચાળા અટકાયતી પગલાં માટે કામગીરી કરવામાં આવી રહી છે.

                જે અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગની કુલ ૮૫૩ આરોગ્ય ટીમો દ્વારા રોગચાળો ના ફેલાય તે માટે અગમચેતીના ભાગરૂપે અસરકારક કામગીરી કરવામાં આવી છે. જેમાં કુલ ૧,૮૬,૬૩૨ વસ્તીમાં સર્વે કરી કુલ ૧૫૨૮ જેટલાં દર્દીઓને તેમના ઘરે જઈને સારવાર આપવામાં આવી છે.

        જિલ્લામાં કુલ ૬ શેલ્ટર હોમમાં કુલ ૨૭૨ જેટલાં લોકોને આશ્રય આપીને તમામ લોકોનું આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મેડિકલ ચેકઅપ કરી જરૂરી સેવા આપવામાં આવી છે. ૨ સગર્ભા માતાઓને શેલ્ટરહોમમાં અને ૧ સગર્ભા માતાને હોસ્પિટલ ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે જેમાંથી ૧ સગર્ભા માતાની સફળ પ્રસુતિ થઈ છે.

        આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ૧૨૧ મેડિકલ કેમ્પનું આયોજન કરી કુલ ૩૪૮૧ જેટલાં વ્યકિતોઓને સ્થળ પર જ સારવાર આપવામાં આવી છે. જ્યારે અસરગ્રસ્ત વિસ્તારમાં કુલ ૨૬૩૭ જેટલાં પીવાના પાણીના આર.સી.ટેસ્ટ કરવામાં આવતાં ૨૦૭૪ ટેસ્ટ પોઝીટીવ જોવા મળ્યાં છે જેથી ૨૬૩૫૬ જેટલી ક્લોરીન ગોળીઓનું અને ૧૧૯૬ ઓ.આર.એસ. જેટલાં પેકેટનું અસરગ્રસ્ત વિસ્તારોમાં વિતરણ કરવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment