દરબારગઢ નું નાકુ ફરી ચાલુ કરાવતા પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી

હિન્દ ન્યૂઝ, જામનગર

જામનગર શહેર ના નાક સમાન દરબારગઢ ના ગેટ માં આશરે 1 વર્ષ પહેલાં રખ-રાખવ ના અભાવે એક દરવાજો સદંતર બંધ થઈ ગયેલ હતું અને ત્યાં કચરા ના ઢગલા અને મુતરડી બની ગઈ હતી. જેથી કરી લોકોને ભારે તકલીફ પડતી હતી તેમજ ટ્રાફીક પણ ખુબજ થતી. આ વાત ની જાણ પુર્વ વિરોધપક્ષ નેતા અસલમભાઈ ખીલજી ને થતા તેમણે તાત્કાલિક દરબારગઢ નાકા નું રીનોવેશન કરી સમગ્ર ગેટ ને કલરકામ કરાવી. ફરીથી લોકો સમક્ષ ખુલ્લું મુકાવ્યું પણ થોડા સમય થી આ ગેટ ને ફરી બંધ કરી અને આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા. આ નાકુ ફરી પાછું બંધ ન થાય અને ખોટો દબાણ ન થાય તે માટે અસલમભાઈ ખીલજી એ જામનગર એસ્ટેટ ની ટિમ, આગેવાનો અને પોલીસ ને સાથે રાખી આજે ફરી આ દરબારગઢ નું નાકું ખુલ્લું કરાવ્યું. અસલમભાઈ ખીલજી એ આ સાથે તમામ લોકોને પણ અનુરોધ કર્યો છે કે તે આ નાકાનું સંપૂર્ણ વપરાશ કરે જેથી કરી ટ્રાફિક ની સમસ્યા ન થાય અને ફરી ખોટા દબાણો ન થાય.

રિપોર્ટર : આસનદાસ ટેકાણી, જામનગર

Related posts

Leave a Comment